ઓલમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર આ ખેલાડીના કોચ પર આરોપ, કહ્યું- મેચ ફિક્સિંગ માટે કહ્યુ

ટોક્યો ઓલમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર આ ખેલાડીના કોચ પર ગંભીર આરોપ, કહ્યું- મેચ ફિક્સિંગ માટે કહ્યું હતું

09/04/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

ઓલમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર આ ખેલાડીના કોચ પર આરોપ, કહ્યું- મેચ ફિક્સિંગ માટે કહ્યુ

નવી દિલ્હી: તાજેતરમાં જ યોજાયેલા ટોક્યો ઓલમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ભારતની સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રાએ રાષ્ટ્રીય કોચ સૌમ્યદીપ રોય પર ગંભીર આરોપો લગાવ્યા છે. મનિકાએ કહ્યું કે કોચ સૌમ્યદીપ રોયે તેને મેચ ફિક્સ કરવાનું કહ્યું હતું. આ જ કારણ છે કે તેણે ટોક્યો ઓલિમ્પિક દરમિયાન કોચ રોયની મદદ લેવાનો ઇનકાર કર્યો હતો.


TTFI ની શો કોઝ નોટીસના જવાબમાં મનિકાએ આરોપ લગાવ્યા

ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી શો કોઝ નોટિસનો જવાબ આપતાં મનિકાએ તેણે રોયની મદદ લેવાનો ઇનકાર કરીને રમતની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું હોવાના આરોપો નકારી દીધા હતા. ટીટીએફઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, મનિકાએ કહ્યું કે રોયે તેમની સાથે હોટેલના રૂમમાં લગભગ 20 મિનીટ સુધી મેચ ફિક્સિંગને લઈને મુલાકાત કરી હતી.

ટીટીએફઆઈના સચિવ અરુણ બેનર્જીને આપેલા જવાબમાં મનિકાએ કહ્યું કે, કોચે મેચ હરવા માટે કહ્યા બાદ જ તેમણે ટોક્યો ઓલમ્પિકમાં કોચની મદદ લેવાનો ઇનકાર કરી દીધો હતો. TTFI ના સૂત્રો અનુસાર, મનિકાએ કહ્યું કે જે શખ્સે તેમને મેચ ફિક્સ કરવા માટે કહ્યું હતું, તે તેમની સાથે બેઠો હોત તો મેચ ઉપર ધ્યાન કેન્દ્રિત ન કરી શકાયું હોત.


મારી પાસે પુરાવા છે, સમય આવ્યે રજૂ કરીશ : મનિકા

મારી પાસે પુરાવા છે, સમય આવ્યે રજૂ કરીશ : મનિકા

મનિકાએ કહ્યું, 'મારી પાસે આ ઘટનાના પુરાવા છે જે યોગ્ય સમય આવે ત્યારે હું રજૂ કરીશ. મને મેચ હારવાનું કહેતા નેશનલ કોચ મારી હોટલના રૂમમાં આવ્યા અને મારી સાથે લગભગ 20 મિનિટ સુધી વાત કરી હતી.’ મનિકાએ કહ્યું, ‘મેં તેમને કોઈ વચન ન આપ્યું પરંતુ તરત TTFI ને આ બાબતની જાણકારી આપી. જોકે, તેમના દબાણ અને ધમકીની મારી રમત ઉપર અસર થઇ હતી.’

મનિકાએ કહ્યું, નેશનલ કોચે માર્ચ 2021 માં દોહામાં ક્વોલિફિકેશન ટૂર્નામેન્ટ દરમિયાન મારી પર પોતાના વિદ્યાર્થીને ઓલમ્પિકમાં ક્વોલિફાય કરવા સક્ષમ બનાવવા માટે મને પોતાની મેચ હારી જવા માટે કહ્યું હતું. ટૂંકમાં કહીએ તો મેચ ફિક્સિંગમાં સામેલ થવા માટે આ દબાણ કરવામાં આવ્યું હતું. ટીટીએફઆઈના સેક્રેટરી દ્વારા આ તમામ આરોપોની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મનિકાના આરોપો ઉપર કોચનો જવાબ માંગવામાં આવ્યો છે. જવાબ મળ્યા બાદ અમે પગલા લઈશું.


કોચનો પક્ષ સાંભળવામાં આવશે, ત્યારબાદ એક્શન લઈશું : TTFI

TTFI દ્વારા કોચ રોયને પોતાનો પક્ષ રાખવા માટે કહેવામાં આવ્યું છે. રોય ટીમ ઇવેન્ટમાં કોમનવેલ્થ ગેમ્સમાં પોરવ ગોલ્ડ મેડલ વિજેતા અને અર્જુન એવોર્ડ વિજેતા પણ છે. રોયની એકેડમીમાં કોચિંગ લેનાર મનિકા બત્રા અને સુતીર્થ મુખર્જી બંનેએ ટોક્યો ઓલમ્પિક્સ માટે ક્વોલિફાય કર્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top