હોસ્પિટલમાં દર્દી બનીને ગયેલા સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાને ગાર્ડે દંડો મારી દીધો હતો! : સ્વયં આખ

હોસ્પિટલમાં દર્દી બનીને ગયેલા સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાને ગાર્ડે દંડો મારી દીધો હતો! : સ્વયં આખો કિસ્સો કહ્યો

09/20/2021 Specials

SidhiKhabar

SidhiKhabar

હોસ્પિટલમાં દર્દી બનીને ગયેલા સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાને ગાર્ડે દંડો મારી દીધો હતો! : સ્વયં આખ

નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ગઈકાલે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ચાર સ્વાસ્થ્ય સબંધિત સુવિધાઓનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા હતા. આ સમારોહમાં તેમણે એક ઘટના અંગે ખુલાસો કર્યો જેનાથી હાજર સૌ ચોંકી ઉઠ્યા હતા.


સામાન્ય દર્દી તરીકે હોસ્પિટલનું નિરીક્ષણ કરવા ગયા હતા

સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, કેટલાક દિવસો પહેલા તેઓ સામાન્ય નાગરિક બનીને સફદરજંગ હોસ્પિટલમાં નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા ત્યારે એક ગાર્ડે તેમને દંડો મારી દીધો હતો. તેઓ મંત્રી તરીકે નહીં પણ સામાન્ય દર્દી બનીને અચાનક હોસ્પિટલ અને તેની કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.

તેમણે કહ્યું કે, તેઓ હોસ્પિટલ ગયા અને એક બાકડા પર બેસવા જતા હતા તો ત્યાં ફરજ પર હાજર ગાર્ડે તેમને દંડો મારી દીધો હતો અને બેસવાની ના પાડી હતી. આ ઉપરાંત અવ્યવસ્થા અંગે તેમને થયેલ અન્ય અનુભવો પણ જણાવ્યા હતા.


વૃદ્ધાને કોઈ ગાર્ડે મદદ ન કરી

વૃદ્ધાને કોઈ ગાર્ડે મદદ ન કરી

તેમણે કહ્યું, ‘હોસ્પિટલમાં લગભગ ૭૫ વર્ષીય વૃદ્ધ મહિલાને તેમના દીકરા માટે સ્ટ્રેચરની જરૂર હતી. પરેશાન વૃદ્ધ મહિલાને સ્ટ્રેચર લાવવામાં અને દર્દીને પહોંચાડવા માટે કોઈ સુરક્ષા ગાર્ડે મદદ કરી ન હતી. તેમણે કહ્યું કે જો હોસ્પિટલમાં ૧૫૦૦ ગાર્ડ હોય તો તેઓ વૃદ્ધ મહિલાની મદદ કેમ નથી કરી શકતા? તેમણે ઈમરજન્સી બ્લોકમાં પર્યાપ્ત સુરક્ષા ગાર્ડ તહેનાત કરવા માટે આદેશ આપ્યા હતા અને ઉમેર્યું હતું કે હોસ્પિટલમાં એવી વ્યવસ્થા બનાવવી જોઈએ જેથી દર્દીઓને બિલકુલ પરેશાની ન થાય.


મોદીએ પૂછ્યું- ગાર્ડને સસ્પેન્ડ કર્યો? માંડવિયાએ કહ્યું- ના, મારે આખી સિસ્ટમ બદલવી છે

મનસુખભાઈ માંડવિયાએ ડોક્ટરોને જણાવ્યું કે, આ ઘટના તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જણાવી હતી. પીએમને જ્યારે તેમણે માહિતી આપી ત્યારે વડાપ્રધાને તેમને ગાર્ડને સસ્પેન્ડ કરવા અંગે પૂછ્યું હતું. જવાબમાં મંત્રીએ કહ્યું હતું કે તેમણે તેમ કર્યું નહીં કારણ કે આ એક વ્યક્તિ નહીં પણ આખી સિસ્ટમની ફેલ્યોર છે અને તેઓ આખી સિસ્ટમ સુધારવા માટે કામ કરી રહ્યા છે.


હોસ્પિટલ અને ડોક્ટરો સિક્કાની બે બાજુ

હોસ્પિટલ અને ડોક્ટરો સિક્કાની બે બાજુ

હોસ્પિટલ અને ડોકટરોને એક જ સિક્કાની બે બાજુઓ ગણાવીને સ્વાસ્થ્ય મંત્રીએ કોરોનાની સારવારમાં ડોક્ટરો દ્વારા કરવામાં આવેલ કાર્યોની પ્રશંસા કરી અને કહ્યું કે તમામ ડોક્ટરોએ ટીમ વર્ક તરીકે કામ કરવું જોઈએ. તેમણે આશા વ્યક્ત કરતા કહ્યું કે હોસ્પિટલ પોતાની છબી બદલવા માટે પ્રેરણાદાયી કામ કરશે.


૨૪ ઓગસ્ટના રોજ આ ઘટના બની હતી

ઉલ્લેખનીય છે કે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જે ઘટનાનો ઉલ્લેખ કર્યો તે ઘટના ગત ૨૪ ઓગસ્ટની છે. જ્યારે તેઓ રાત્રિના સમયે સામાન્ય દર્દી બનીને સફદરજંગ હોસ્પિટલના ઈમરજન્સી બ્લોકમાં પહોંચ્યા હતા અને હોસ્પિટલના સંચાલન અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top