મરાઠી ફિલ્મ અભિનેત્રી ઈશ્વરી દેશપાંડેનું મોત! મિત્ર સાથે ગોવામાં છુટ્ટી મનાવવા પહોચી હતી!

મરાઠી ફિલ્મ અભિનેત્રી ઈશ્વરી દેશપાંડેનું મોત! મિત્ર સાથે ગોવામાં છુટ્ટી મનાવવા પહોચી હતી!

09/22/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

મરાઠી ફિલ્મ અભિનેત્રી ઈશ્વરી દેશપાંડેનું મોત! મિત્ર સાથે ગોવામાં છુટ્ટી મનાવવા પહોચી હતી!

એવું લાગે છે કે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કોઈની નજર લાગી છે. એક પછી એક કોઈકને કોઈક કારણોસર અભિનેતાઓ મૃત્યુને ભેટી રહ્યા છે. હાલમાં જ ટીવી સિરીયલના કલાકાર સિદ્ધાર્થ શુક્લાનું હૃદય હુમલાના કારણે મોત થયું હતું. જે બાદ હજી બે અભિનેતાના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. પુનામાં રહેતી મરાઠી ફિલ્મોની અભિનેત્રી ઈશ્વરી દેશપાંડે વિશેના દુ:ખદ સમાચાર મળ્યા છે. ગોવામાં થયેલ એક અકસ્માતના પગલે આ અભિનેત્રી સહિત તેમના મિત્ર શુભમ દેગડેનું મોત નીપજ્યું છે


કેવી રીતે બની હતી ઘટના :

મળેલી માહિતી અનુસાર જાણ થઇ છે કે, અભિનેત્રી ઈશ્વરી દેશપાંડે(ISHWARI DESHPANDE) તેના મિત્ર શુભમ દેગડે સાથે ગોવા  ફરવા માટે  પહોંચી હતી. સોમવારે સવારે ૫:૩૦ વાગ્યે તેમની કાર અચાનક પાણીમાં ઘસડાય જતા અભિનેત્રી અને તેનો મિત્ર બંને મોતને ભેટ્યા હતા. જાણવા મળ્યું છે કે, કારની સ્પીડ ખુબ વધારે હતી જેના કારણે કાર કંટ્રોલમાં લાવી શકાઈ નહિ. કારને બ્રેક મારવા જતા કાર પલટી ખાઈ ગઈ હતી અને પાણીમાં ધસી ગયી હતી. આ ઘટનાની જાણ અમુક કલાકો પછી થઈ, પરંતુ ત્યાં સુધીમાં બંનેએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. અભિનેત્રી ઈશ્વરી દેશપાંડે અને મિત્ર શુભમે સ્વબચાવ માટે કોશિશ કરી હતી પરંતુ ગાડીમાં સેંટ્રલ લોક મારવામાં આવ્યો હતો જેના પગલે કોશિશ કરવા છતાં કાર ખુલી નહિ અને તેઓ પાણીમાં ડૂબી ગયા. પોલીસ દ્વારા ઊંડા પાણીમાંથી કારને બહાર કાઢવામાં આવી હતી. જેમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢયા હતા. કાર કોણ ચલાવી રહ્યું હતું તેની માહિતી હજી સુધી પ્રાપ્ત થઇ નથી.


બંને મિત્રો આવતા મહિનામાં જ સગાઇ કરવાના હતા :

એક રીપોર્ટ અનુસાર, ૧૫ સપ્ટેમ્બરના રોજ તેઓ ગોવામાં આવ્યા હતા, અને ત્યાંની જ એક હોટેલમાં રોકાયા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે, ઈશ્વરી દેશપાંડે અને શુભમ દેગડે આવતા મહિને પોતાની સગાઇ અંગેની ચર્ચા કરી રહ્યા હતા. પરંતુ કુદરતને કંઈ અલગ જ મંજુર હતું. આ અકસ્માત સોમવારે સવારે ગોવાના બરદેજ તાલુકા પાસે અરપોરા નામના સ્થળ પાસે થયું હતું. તેમની કાર બાગા ક્રીકના પાણીમાં ડૂબવાથી થઇ છે. ઈશ્વરીની ઉંમર ફક્ત ૨૫ વર્ષ હતી અને શુભમની ઉંમર ૨૮ વર્ષ જ હતી. આટલી નાની ઉમરમાં જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના ચાહકોમાં દુખની લાગણી જોવા મળી રહી છે. તેમણે મરાઠી ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ઈશ્વરી અને શુભમે હમણાં થોડા દિવસ પહેલા પોતાના મરાઠી અને હિંદી ફિલ્મ પ્રોજેક્ટનું શૂટિંગ પૂરું કર્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top