પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી કંટાળીને ઇલેક્ટ્રિક કાર લેવા માંગો છો? તો મારુતિ કંપનીના આ ન્યૂઝ તમાર

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી કંટાળીને ઇલેક્ટ્રિક કાર લેવા માંગો છો? તો મારુતિ કંપનીના આ ન્યૂઝ તમારે માટે છે

04/18/2022 Business

SidhiKhabar

SidhiKhabar

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી કંટાળીને ઇલેક્ટ્રિક કાર લેવા માંગો છો? તો મારુતિ કંપનીના આ ન્યૂઝ તમાર

E Vehicle Updates : યુક્રેન-રશિયા યુદ્ધ સહિતના અનેક આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે દેશમાં પેટ્રોલ અને ડીઝલના પરીકથાની રાજકુમારીની માફક વધી રહ્યા છે. પેટ્રોલની કિંમત 100.00 રૂપિયાનો બેન્ચમાર્ક ક્યારનો વટાવી ચૂકી છે. જીવનજરૂરી ગણાતા ઇંધણોમાં રોજેરોજ થઇ રહેલા આ ભાવવધારાની અસર ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી પર પણ પડી રહી છે, જેના કારણે દરેક સામાન મોંઘો થઇ રહ્યો છે. સ્વાભાવિક છે કે છેલ્લા થોડા વર્ષો દરમિયાન કાર વાપરતો થયેલો દેશનો વિશાળ મધ્યમવર્ગ હવે ઇલેક્ટ્રિક વિહિકલ તરફ નજર દોડાવી રહ્યો છે. આ તમામ લોકો માટે આનંદના સમાચાર એ છે કે વિખ્યાત કંપની મારુતિ હવે ઇલેક્ટ્રિક વિહીક્લના (E-Vehicle) ક્ષેત્રમાં ઝંપલાવવાની તૈયારી કરી રહી છે.


ઇલેક્ટ્રિક વિહિકલ ક્ષેત્રે અનેક નવા મોડેલ

ઇલેક્ટ્રિક વિહિકલ ક્ષેત્રે અનેક નવા મોડેલ

મારુતિ સુઝુકી (Maruti Suzuki) કંપનીના સીઈઓ હિસાશી ટેકુચીએ કહ્યું છે કે ભારતીય બજારોમાં ઇલેક્ટ્રિક વિહીક્લનું (Electric Car) વેચાણ હજી બહુ ઓછું છે. પણ એનો અર્થ એવો બિલકુલ નથી કે અમે (મારુતિ સુઝુકી) આ સેગમેન્ટમાં પદાર્પણ કરવા અંગે કશું વિચારી નથી રહ્યા. મારુતિ સુઝુકી કંપની ઇલેક્ટ્રિક વિહીક્લમાં નમ્બર વનનું સ્થાન મેળવવા માટે કમ્મર કસી રહી છે.

અત્યારે ભારતીય બજારોમાં ઇલેક્ટ્રિક વિહીક્લની (Electric Car) માંગ એક સીમિત દાયરા પૂરતી જ છે. પણ જે રીતે ઈંધણના ભાવ રોજેરોજ વધી રહ્યા છે, એ જોતા આવનારા વર્ષોમાં તમામ ગ્રાહકો ઇલેક્ટ્રિક વિહિકલનો જ આગ્રહ રાખશે, એવી શક્યતાઓ જોવાઈ રહી છે. મારુતિ સુઝુકીના સીઈઓ હિસાશી ટેકુચીએ જાહેરાત કરી હતી કે કંપની ભારતીય બજારોને અનુરૂપ હોય એવા અનેક મોડેલ્સ લઈને બજારમાં ઉતરશે.

મારુતિ હાલમાં ભારતીય કાર બજાર પર જે રીતની પકડ ધરાવે છે, અને સસ્તી છતાં સરી કાર આપવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે, એ જોતા ઈ-વિહીક્લના માર્કેટમાં મારુતિના આગમન પછી ચિત્ર ઘણું બદલાઈ જશે એ સ્પષ્ટ છે.


ગુજરાતમાં બનશે મારુતિની SUV?

ગુજરાતમાં બનશે મારુતિની SUV?

મારુતિ સુઝુકી (Maruti Suzuki) અને ટોયોટા (Toyota) જેવી જાયન્ટ કંપનીઝ ભારતના ઇ-વિહિકલ માર્કેટમાં ઝંપલાવવાની તૈયારી કરી ચૂકી છે. આ બન્ને જાયન્ટ કંપનીઝ ભેગી થઈને એક મિડ સાઈઝ SUV લોન્ચ કરવા જીર રહી છે. આ SUV હાલમાં મળતી ક્રેટા કરતા લાંબી હશે.

મિડીયા રિપોર્ટ્સ મુજબ આ કાર ગુજરાતમાં બનશે અને આખા વિશ્વમાં એક્સપોર્ટ થશે.મારુતિ સુઝુકીની આ ઇલેક્ટ્રિક કારણે કંઈક અંશે હોલીવુડની ફિલ્મોમાં જોવા મળતી કાર જેવો લુક આપવામાં આવ્યો છે. ઇસ 2025 સુધીમાં આ કાર માર્કેટમાં ઉપલબ્ધ કરાવી દેવાનું કંપનીનું લક્ષ્ય છે.

આ સિવાય BMW, Mini Cooper SE, Kia CarnivalKia Carnival જેવી કારના ઇલેક્ટ્રિક મોડેલ્સ પણ ભારતના ઇલેક્ટ્રિક વિહિકલ માર્કેટમાં જોરદાર સ્પર્ધા ઉભી કરશે એવું લાગી રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top