Fire Breakout : માલદીવમાં મોટી દુર્ઘટના; ઇમારતમાં ભીષણ આગ લાગતા ભારતીયો સહિત આટલા લોકોનું કમકમા

Fire Breakout : માલદીવમાં મોટી દુર્ઘટના; ઇમારતમાં ભીષણ આગ લાગતા ભારતીયો સહિત આટલા લોકોનું કમકમાટી ભર્યું મોત

11/10/2022 World

SidhiKhabar

SidhiKhabar

Fire Breakout : માલદીવમાં મોટી દુર્ઘટના; ઇમારતમાં ભીષણ આગ લાગતા ભારતીયો સહિત આટલા લોકોનું કમકમા

વર્લ્ડ ડેસ્ક : માલદીવની રાજધાની માલેમાં એક ઈમારતમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. આ બિલ્ડિંગમાં વિદેશી કામદારો રહેતા હતા. આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી. આ ઘટનામાં નવ ભારતીયો સહિત એક બાંગ્લાદેશી નાગરિકનું મોત થયું હતું. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. અધિકારીઓનું કહેવું છે કે ઈમારતમાં આગ લાગ્યા બાદ ઉપરના માળેથી 10 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આગ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ગેરેજમાં લાગી હતી.


ચાર કલાક જેટલો સમય લાગ્યો

ચાર કલાક જેટલો સમય લાગ્યો

ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે 10 મૃતદેહો બહાર કાઢ્યા છે. આગ પર કાબૂ મેળવવામાં ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે મૃતકોમાં નવ ભારતીય અને એક બાંગ્લાદેશીનો સમાવેશ થાય છે.


ભારતીય નાગરિકો સહિત 10 લોકોના મોત

માલદીવમાં ભારતીય હાઈ કમિશને માલેમાં આગની આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે, જેમાં ભારતીય નાગરિકો સહિત 10 લોકોના મોત થયા છે. હાઈ કમિશને કહ્યું કે અમે માલદીવ સરકારના સંપર્કમાં છીએ. માલદીવના રાજકીય પક્ષોએ કહ્યું છે કે વિદેશી કામદારોને અહીં દયનીય સ્થિતિમાં રહેવું પડે છે.

માલદીવમાં વિદેશી કામદારોની મોટી વસ્તી છે. આમાંના મોટાભાગના કામદારો ભારત, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા જેવા દેશોના છે. આ વિદેશી કામદારોની દયનીય સ્થિતિનો મામલો સૌપ્રથમ કોરોના મહામારી દરમિયાન આવ્યો હતો. સ્થાનિક લોકો કરતાં વિદેશી કામદારોમાં કોરોના ત્રણ ગણો ઝડપથી ફેલાયો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top