ટોક્યોથી આવ્યા ભારત માટે હર્ષના સમાચાર: મીરાબાઈ ચાનુએ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યું

ટોક્યોથી આવ્યા ભારત માટે હર્ષના સમાચાર: મીરાબાઈ ચાનુએ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યું

07/24/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

ટોક્યોથી આવ્યા ભારત માટે હર્ષના સમાચાર: મીરાબાઈ ચાનુએ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીત્યું

નવી દિલ્હી: ટોક્યો ઓલમ્પિક્સના પહેલા જ દિવસે ભારતીય મહિલા સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ (Meerabai Chanu) સિલ્વર મેડલ (Silver Medal) જીતીને ઇતિહાસ રચી દીધો છે. મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક્સ 49 કિલો વર્ગમાં મેડલ જીત્યો છે. આ સાથે જ મીરાબાઈ ચાનુએ ઓલિમ્પિક ગેમ્સના વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં 21 વર્ષ બાદ ભારતને મેડલ અપાવ્યું હતું.

ચાનુએ 115 કિલો અને સ્નેચમાં 87 કિલોમાંથી કુલ 202 કિલો ઉપાડીને ક્લિન એન્ડ જર્કમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ અગાઉ સિડની ઓલિમ્પિક્સ 2000માં કર્ણમ મલ્લેશ્વરીએ વેઇટ લિફ્ટિંગમાં દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. ચીનના હૌ ઝીઉઇએ કુલ 210 કિગ્રા (સ્નેચમાં 94 કિગ્રા, ક્લિન એન્ડ જર્કમાં 116 કિલો) સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઈન્ડોનેશિયાની આઈસા વિની કન્તીકાએ કુલ 194 કિલો વજન ઉંચકીને બ્રોન્ઝ મેડલ જીત્યું હતું.

ચાનુ માટે 2016ની રિયો ઓલિમ્પિક્સ નિરાશાજનક રહી હતી. પરંતુ તે પછી તેણે સતત તેની રમતમાં સુધારો કર્યો. તેણે 2017 માં વર્લ્ડ ચેમ્પિયનશિપ અને 2018 માં કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મીરાબાઈ 2017 માં વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપની (48 કિલો) ચેમ્પિયન બની હતી.  26 વર્ષીય ચાનુની છેલ્લી ઓલિમ્પિક્સ પછી તેની રમતમાં ઘણો સુધારો થયો છે. તેણે પોતાની તકનીકમાં ઘણો સુધારો કર્યો છે. ચાનુ 1 મેના રોજ સ્ટ્રેન્થ અને કંડિશનિંગ ટ્રેનિંગ માટે અમેરિકા ગઇ હતી. તેણે તેના કોચ એરોન હર્શિંગ પાસે તાલીમ લીધી. તેણે ત્યાં ખભાની ઈજાની સારવાર પણ લીધી હતી.

મીરાબાઈ જાપાન ઓલિમ્પિક્સ માટે અમેરિકાથી સીધા ટોક્યો પહોંચી હતી. તેણે આ વર્ષે એપ્રિલમાં 86 કિલો સ્નેચ અને વર્લ્ડ રેકોર્ડ 119 કિલો વજન ઉંચકીને ટાઇટલ જીત્યું હતું. કુલ 205 કિલો વજન ઉંચકીને તેણે બ્રોન્ઝ મેડલ જીત્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top