મોદી સરકારનો મોટો નિર્ણય : મેડિકલ શિક્ષણમાં OBC અને EWSને અનામત આપવાની જાહેરાત

મોદી સરકારનો મોટો નિર્ણય : મેડિકલ શિક્ષણમાં OBC અને EWSને અનામત આપવાની જાહેરાત

07/29/2021 Education

SidhiKhabar

SidhiKhabar

મોદી સરકારનો મોટો નિર્ણય : મેડિકલ શિક્ષણમાં OBC અને EWSને અનામત આપવાની જાહેરાત

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ગુરુવારે મેડિકલ શિક્ષણમાં (Medical education) OBC અને EWS ને અનામત (Reservation) આપવાના ઐતિહાસિક નિર્ણયની જાહેરાત કરી છે. જે અનુસાર OBC ને 27 ટકા અને EWS ને 10 ટકા અનામત આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ (Mansukh Mandviya) ખુદ આ જાણકારી આપી છે.

આ નિર્ણય બાદ અન્ડરગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ/ડેન્ટલ કોર્સ (MBBS/ MD/ MS/ Diploma/ BSD/ MDS) માટે OBC ને 27 ટકા અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને 10 ટકા અનામત આપવામાં આવશે. જેનો ફાયદો ઓલ ઇન્ડિયા ક્વોટા સ્કીમ હેઠળ કોઈ પણ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સંસ્થાનોમાં મળી શકશે.

જાણકારી મુજબ લગભગ 5,500 વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે. જેનાથી દર વર્ષે MBBSમાં 1500 OBC અને 2500 OBC વિદ્યાર્થીઓને પોસ્ટગ્રેજ્યુએશનમાં ફાયદો મળશે. જ્યારે દર વર્ષે MBBSમાં 550 EWS અને પોસ્ટગ્રેજ્યુએશનમાં 1000 EWS વિદ્યાર્થીઓને ફાયદો મળશે. ઉલ્લેખનીય છે કે સરકારી મેડિકલ કોલેજમાં ઉપલબ્ધ કુલ બેઠકોમાંથી UGની 15 ટકા અને PGની 50 ટકા બેઠકો ઓલ ઇન્ડિયા ક્વોટામાં આવે છે.

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ ટ્વિટમાં લખ્યું કે, 'દેશમાં તબીબી શિક્ષણ ક્ષેત્રે સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. અખિલ ભારતીય ક્વોટા હેઠળ, ઓબીસી વિદ્યાર્થીઓને 27% અને અંડરગ્રેજ્યુએટ/પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને ડેન્ટલ શિક્ષણમાં ઇકોનોમિકલ વિકર સેક્શનના (EWS) વિદ્યાર્થીઓને 10% અનામત આપવામાં આવશે. આ નિર્ણયથી મેડિકલ અને ડેન્ટલ શિક્ષણમાં પ્રવેશ માટે ઓબીસી અને EWS માંથી આવતા 5,550 વિદ્યાર્થીઓને લાભ થશે. દેશમાં પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના ઉત્થાન માટે સરકાર તેમને અનામત આપવા કટિબદ્ધ છે.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ગુરુવારે ઓલ ઈન્ડિયા મેડિકલ એજ્યુકેશન ક્વોટામાં અન્ય પછાત વર્ગો (ઓબીસી) અને આર્થિક રીતે પછાત (EWS) વર્ગના ઉમેદવારો માટે અનામત લાગુ કરવાના કેન્દ્રના નિર્ણયને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે તે સામાજિક ન્યાય ક્ષેત્રમાં એક સ્થાપિત કરશે.

ટ્વિટમાં વડાપ્રધાને કહ્યું, અમારી સરકારે ઓલ ઇન્ડિયા મેડિકલ એજ્યુકેશન ક્વોટા હેઠળ અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડેન્ટલ કોર્સના તાજેતરના શૈક્ષણિક સત્રમાં OBC માટે 27 ટકા અને EWS માટે 10 ટકા અનામત આપવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. . તેમણે કહ્યું, ‘આ નિર્ણય દેશના હજારો યુવાનોને દર વર્ષે વધુ સારી તકો પૂરી પાડવામાં મદદ કરશે અને આપણા દેશમાં સામાજિક ન્યાયના ક્ષેત્રમાં એક માપદંડ સ્થાપિત કરશે.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top