રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે

વડાપ્રધાન મોદી આજે લોકસભામાં ચર્ચાનો જવાબ આપશે, રાહુલ ગાંધીના આક્ષેપો પર પીએમ વળતો પ્રહાર કરે એવી સંભાવના

02/08/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગૃહમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપશે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાનનું સંબોધન લગભગ 5 વાગે થશે. માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીના આરોપો પર વડાપ્રધાન મોદી પણ વળતો જવાબ આપી શકે છે. મંગળવારે રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનું નામ લઈને સરકાર અને ખાસ કરીને પીએમ મોદી પર સીધો આરોપ લગાવ્યો છે.


રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે 2014માં મોદી દિલ્હી આવ્યા પછી એવો "વાસ્તવિક જાદુ" થયો કે આઠ વર્ષમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા. રાષ્ટ્રપતિના અભિભાષણ પર લાવવામાં આવેલા આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતાં તેમણે એવો પણ દાવો કર્યો હતો કે વર્તમાન સરકાર દરમિયાન નિયમોમાં ફેરફાર કરીને એરપોર્ટના કોન્ટ્રાક્ટ અદાણી જૂથને આપવામાં આવ્યા હતા અને વડા પ્રધાનની વિદેશ મુલાકાતો બાદ આ ઉદ્યોગપતિને ઘણા બધા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ વડાપ્રધાનને પૂછ્યું, 'અદાણીજી તમારી સાથે કેટલી વાર વિદેશ ગયા? તમે વિદેશ ગયા પછી અદાણીજી એ દેશની કેટલી વાર મુલાકાત લીધી? તમારી મુલાકાત પછી અદાણીને કોન્ટ્રાક્ટ મળ્યો હોય એવું કેટલી વાર બન્યું છે? છેલ્લા 20 વર્ષમાં અદાણીજીએ ભાજપને કેટલા પૈસા આપ્યા? ઈલેક્ટોરલ બોન્ડમાં કેટલા પૈસા આપવામાં આવ્યા?


ગૃહમાં રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુ અને ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસના નેતાએ લોકસભામાં 'પાયા વિનાના આરોપો' ન કરવા જોઈએ. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, 2014માં જ્યારે વડાપ્રધાન દિલ્હી આવે છે ત્યારે અસલી જાદુ શરૂ થાય છે. અદાણી 2014માં અમીરોની યાદીમાં 609માં નંબરે હતો, ત્યારબાદ આઠ વર્ષમાં તે બીજા સ્થાને આવી ગયો હતો.તેમનો આરોપ છે કે નિયમોમાં ફેરફાર કરીને અદાણીને છ એરપોર્ટ આપવામાં આવ્યા હતા.


તેમણે દાવો કર્યો હતો કે તપાસ એજન્સીનો દુરુપયોગ કરીને મુંબઈ એરપોર્ટ અદાણીને સોંપવામાં આવ્યું હતું. આના પર દરમિયાનગીરી કરતા રિજિજુએ કહ્યું, 'તથ્યો વિના આરોપ લગાવવાનો કોઈ અર્થ નથી. જો તમે આરોપો લગાવતા હોવ તો તમારે દસ્તાવેજો રાખવા પડશે.રાહુલ ગાંધીએ કહ્યું, “વડાપ્રધાન ઓસ્ટ્રેલિયા જાય છે અને ત્યાં તેમને એક કોન્ટ્રાક્ટ મળે છે જેના પર સ્ટેટ બેંકમાંથી અદાણી જૂથને એક અબજ ડોલરની લોન આપવામાં આવે છે. વડા પ્રધાન બાંગ્લાદેશ જાય છે અને થોડા દિવસો પછી અદાણી જૂથને બાંગ્લાદેશમાં 1500 મેગાવોટ વીજળીનો કોન્ટ્રાક્ટ મળે છે.તેમણે દાવો કર્યો હતો કે આ ભારતની વિદેશ નીતિ નથી, આ 'અદાણીજીની વિદેશ નીતિ' છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top