આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ, જાણો સરકાર કયા-ક્યા બિલ રજૂ કરશે

આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ, જાણો સરકાર કયા-ક્યા બિલ રજૂ કરશે

11/29/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ, જાણો સરકાર કયા-ક્યા બિલ રજૂ કરશે

નવી દિલ્હી: આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. સરકાર આ સત્રમાં કુલ ૨૬ બિલ રજૂ કરવા જઈ રહી છે. જેમાંથી ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાનું બિલ અને ક્રિપ્ટો કરન્સી અંગેનું બિલ મુખ્ય છે. સત્તા પક્ષ તેમજ વિપક્ષે પણ પોતાનાં તમામ સાંસદોને ગૃહમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે. 


ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાનું બિલ આજે જ રજૂ થશે

સરકાર આજે ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવા માટેનું બિલ સંસદમાં રજૂ કરશે. તેની સાથે જ ગયા વર્ષે લાગુ કરવામાં આવેલા કૃષિ સુધારા કાયદાઓ રદ થઈ જશે. કેન્દ્રીય કેબિનેટે આ બિલને મંજૂરી આપી દીધી છે, આજે તે પહેલા લોકસભા અને ત્યારબાદ રાજ્યસભામાં રજૂ થશે. ભાજપે આજે પોતાનાં તમામ સાંસદોને ફરજિયાત હાજર રહેવા માટે કહ્યું છે. 

જોકે, સંસદમાં આજે પહેલાં જ દિવસે હોબાળો જોવા મળી શકે છે. સરકાર ત્રણ કાયદાઓ તો રદ કરી રહી છે પરંતુ ખેડૂત આંદોલનકારીઓએ માંગ કરી છે કે એમએસપી ઉપર પણ કાયદો બનાવવામાં આવે. વિપક્ષ આ મામલે સરકારને ઘેરવાના પ્રયાસૌ કરશે. 

સંસદનું આ સત્ર આગામી ૨૩ ડિસેમ્બર સુધી ચાલશે. આખા સત્રમાં કુલ ૨૦ બેઠકો મળવાની સંભાવના છે. જેમાં સરકાર કુલ ૨૬ જેટલા બિલ રજૂ કરીને પાસ કરાવવાના પ્રયત્નો કરશે. લગભગ તમામ બિલ લોકસભામાં રજૂ થઈને પાસ થઈ જશે. 


અન્ય કયા-કયા બિલ રજૂ થશે?

સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકાર ૨૬ બિલ રજૂ કરવા જઈ રહી છે, જેમાં વીજળી, પેન્શન અને નાણાકીય સુધારા સંબંધિત લગભગ અડધો ડઝન બિલ સામેલ છે. લોકસભા સચિવાલયના બુલેટિન મુજબ, આર્થિક અને અન્ય સુધારાઓ સંબંધિત બિલોમાં વીજળી સુધારા બિલ 2021, બેન્કિંગ કાયદા સંશોધન બિલ 2021, પેન્શન સુધારણા સંબંધિત PFRDA સંશોધન બિલ, ઊર્જા સંરક્ષણ સંશોધન બિલનો સમાવેશ થાય છે. 2021, આર્બિટ્રેશન બિલ 2021 , ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઝ એમેન્ડમેન્ટ બિલ 2021 વગેરે પણ સામેલ છે. 

આ ઉપરાંત સરકાર ક્રિપ્ટો કરન્સી સબંધિત બિલ અને નાર્કોટિક્સ બિલ પણ રજૂ કરવા જઈ રહી છે. તે પણ સંસદના આ જ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભા બન્ને ગૃહોમાં રજૂ કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top