ગુજરાતમાં ડ્રગ્સની રેલમછેલ; ફરીથી એકવાર DRIએ કચ્છ જિલ્લામાંથી 56 કિલો કોકેન જપ્ત કર્યું

ગુજરાતમાં ડ્રગ્સની રેલમછેલ; ફરીથી એકવાર DRIએ કચ્છ જિલ્લામાંથી 56 કિલો કોકેન જપ્ત કર્યું

05/26/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં ડ્રગ્સની રેલમછેલ; ફરીથી એકવાર DRIએ કચ્છ જિલ્લામાંથી 56 કિલો કોકેન જપ્ત કર્યું

ગુજરાત ડેસ્ક : ગુરુવારના રોજ ડીઆરઆઈના એક અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ગુજરાતના કચ્છ જિલ્લામાં મુંદ્રા બંદર નજીક એક કન્ટેનરમાંથી 56 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.


લગભગ 50 કિલો સિન્થેટિક ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું

લગભગ 50 કિલો સિન્થેટિક ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું

જપ્ત કરાયેલા ડ્રગ્સની  કિંમતનો ખુલાસો કરવામાં આવ્યો નથી. એક ટિપ-ઓફ પર કાર્યવાહી કરીને, DRI અધિકારીઓની એક ટીમે કન્ટેનરની શોધ કરી, જે થોડા સમય પહેલા વિદેશથી મુંદ્રા બંદરે પહોંચ્યું હતું અને ત્યારથી નજીકના કન્ટેનર સાઇટ પર રાખવામાં આવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મીઠું હોવાની જાહેરાત ધરાવતો આ માલ ઇરાનથી દુબઈ થઈને મુંદ્રા પહોંચ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં લગભગ 50 કિલો સિન્થેટિક ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તે ખરેખર હેરોઈન છે કે અન્ય કોઈ ડ્રગ તે તપાસ પૂર્ણ થયા બાદ અને રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. વધુ વિગતો આપ્યા વિના, તેમણે કહ્યું કે ડીઆરઆઈને 56 કિલો કોકેઈન(Cocaine) મળી આવ્યું હતું, જે આયાતી માલસામાનમાં છુપાવવામાં આવ્યું હતું.


1,300 કરોડની કિંમતનું 260 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું

નોંધનીય છે કે એક મહિના પહેલા કચ્છના કંડલા બંદર નજીક એક કન્ટેનર સાઇટ પર દરોડા પાડ્યા બાદ ડીઆરઆઈએ 1,300 કરોડની કિંમતનું 260 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં  ભારતમાં ઝડપાયેલા માદક પદાર્થ (હેરોઈન)ના સૌથી મોટા કન્સાઈનમેન્ટમાં  ડીઆરઆઈએ મુંદ્રા બંદર પર બે કન્ટેનરમાંથી લગભગ ત્રણ હજાર કિલોગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો હતો. આ પદાર્થોની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે રૂ. 21,000 કરોડ હોવાનું જાણવા મળ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ માલ અફઘાનિસ્તાનથી લાવવામાં આવ્યો હતો.


લગભગ 25 હજાર કરોડના નાર્કોટિક્સ ડ્રગ્સ જપ્ત થયા

લગભગ 25 હજાર કરોડના નાર્કોટિક્સ ડ્રગ્સ જપ્ત થયા

તાજેતરમાં, કોસ્ટ ગાર્ડ દ્વારા ડીઆરઆઈની મદદથી દરિયામાં ડ્રગ્સનું વધુ એક મોટું કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું હતું. DRI અને ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપ નજીક દરિયામાં ઓપરેશન ખોજબીન હેઠળ 1526 કરોડની કિંમતનું 219 કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. છેલ્લા એક વર્ષમાં, ડીઆરઆઈએ દાણચોરી માટે દરિયામાં લાવવામાં આવતા લગભગ 25 હજાર કરોડના નાર્કોટિક્સ ડ્રગ્સ જપ્ત કર્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top