બિલિમોરામાં અંધશ્રદ્ધા પરાકાષ્ઠાએ પહોંચી, માતાએ જ મધરાતે બે દીકરાઓના રામ રમાડી દીધા

બિલિમોરામાં અંધશ્રદ્ધા પરાકાષ્ઠાએ પહોંચી, માતાએ જ મધરાતે બે દીકરાઓના રામ રમાડી દીધા

11/14/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

બિલિમોરામાં અંધશ્રદ્ધા પરાકાષ્ઠાએ પહોંચી, માતાએ જ મધરાતે બે દીકરાઓના રામ રમાડી દીધા

ગુજરાત સહિત દેશભરમાં આજે પણ અંધશ્રદ્ધા જોવા મળે છે, જેને કારણે મસુમોએ ભોગ બનવું પડે છે. કેટલાક લોકો તો સંતાન પ્રાપ્તિ માટે મસૂમોની બલિ ચઢાવી દેતા હોય છે, અથવા કોઈક ને સપનામાં મસૂમોને મારવાનું સપનું દેખાય અને પછી મોતનો તાંડવ રચાય. આવું જ કઈક બન્યું છે. નવસારીના બિલિમોરામાં.


દેવસર ગામની મહિલાએ પોતાના જ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા

દેવસર ગામની મહિલાએ પોતાના જ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા

બીલીમોરા દેવસર વિસ્તારમાંથી એ એક માતાએ સપનામાં બલિ ચડાવવાનો આદેશમળતા પોતાના જ બે માસૂમ દીકરાઓના રામ રમાડી દીધા. માનવતાને શર્મસાર કરતી આ ઘટના દેવસર ગામમાં આવેલા મહારાજા એપાર્ટમેન્ટમાં મધરાતે બની હતી.

મળતી માહિતી અનુસાર આરોપી મહિલાને મધ્ય રાત્રિએ એક ભયાનક સપનું આવ્યું હતું. સપનામાં તેને કથિત રીતે ‘તારા બાળકોને મારી નાખ’ તેવો આદેશ મળ્યો હતો. આ ભયાનક સપનાથી જાગીને મહિલાએ તરત જ તેની બાજુમાં સૂઈ રહેલા પોતાના બે બાળકોનું ગળું દબાવી દીધું, જેના કારણે બંને માસૂમ બાળકોનું ઘટનાસ્થળે મોત થઈ ગયું.


સાસરાને પણ મારવાનો પ્રયાસ થયો

સાસરાને પણ મારવાનો પ્રયાસ થયો

આટલું જ નહીં મસૂમોને મોતને ઘાટ ઉતાર્યા બાદ મહિલાએ ઘરમાં હાજર તેના સસરાને પણ મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સસરાએ સમયસૂચકતા વાપરી ભાગી છૂટ્યો હતો અને ઘરમાંથી બહાર નીકળીને બુમાબુમ મચાવી દીધી હતી, જેના કારણે આસપાસના લોકો અને એપાર્ટમેન્ટના અન્ય રહીશો તાત્કાલિક દોડી આવ્યા હતા. લોકોએ ઘરમાં જોયું તો બંને બાળકો મૃત હાલતમાં પડ્યા હતા, અને આ દૃશ્ય જોઈને બધા હેરાન રહી ગયા હતા.

ઘટનાની જાણ થતા જ બિલિમોરા પોલીસની તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, આરોપી માતાની અટકાયત કરી છે. પોલીસે આ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના પાછળ માતાની માનસિક સ્થિતિ કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

ઘટના અંગે પોલીસના જણાવ્યા અનુસાર, બિલિમોરા તાલુકાના દેવસર ગામે મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી રાત્રે એક મહિલાને સપનું આવ્યું કે ‘તારાં બાળકોને મારી નાખ’ જેથી તેણે જાગીને બાજુમાં સૂતેલાં તેના બે બાળકનું ગળું દબાવી દીધું હતું. ત્યારબાદ તેના સસરાને મારવાનો પ્રયત્ન કર્યો હતો, જોકે તેઓ ભાગી છૂટ્યા હતા અને બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top