પોર્નોગ્રાફી કેસ મામલે બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનું નિવેદન નોંધાયું, 6 કલાક ચાલી પૂછપરછ

પોર્નોગ્રાફી કેસ મામલે બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનું નિવેદન નોંધાયું, 6 કલાક ચાલી પૂછપરછ

07/24/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

પોર્નોગ્રાફી કેસ મામલે બોલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનું નિવેદન નોંધાયું, 6 કલાક ચાલી પૂછપરછ

મુંબઈ:  પોર્નોગ્રાફિક ફિલ્મોના રેકેટ અંગેના કેસમાં બિઝનેસમેન રાજ કુન્દ્રાની (Raj Kundra) ધરપકડ કર્યા બાદ આ કેસની તપાસ કરતી મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચની (Mumbai Police Crime branch) ટીમે શુક્રવારે બોલિવુડ અભિનેત્રી અને રાજ કુન્દ્રાની પત્ની શિલ્પા શેટ્ટીનું (Shilpa Shetty) નિવેદન નોંધ્યું હતું. પોલીસની ટીમ રાજ કુન્દ્ર્રાને લઇ શિલ્પા શેટ્ટીના જુહુ સ્થિત ઘરે પહોંચી હતી, જ્યાં લગભગ છ કલાક શિલ્પાની પૂછપરછ ચાલી હતી.

શિલ્પા શેટ્ટીને આ કેસને લગતા અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. શિલ્પા શેટ્ટી વિઆન કંપનીની ડાયરેક્ટર રહી છે. જે અંગે પણ તેમને પૂછવામાં આવ્યું હોવાનું મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. આ ઉપરાંત તેમને પોરનોગ્રાફી કેસ મામલે કોઈ જાણકારી હોવાનું પણ તેમને પૂછવામાં આવ્યું હતું.

રાજની કસ્ટડી 27 જુલાઈ સુધી લંબાવાઈ

બીજી તરફ, શુક્રવારે રાજ કુન્દ્રાની પોલીસ કસ્ટડી વધારીને 27 જુલાઈ સુધીની કરી દેવામાં આવી હતી. જેને લઈને રાજે બોમ્બે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા છે. રાજ કુન્દ્રાએ કંઈ ખોટું કર્યાની કબૂલાત કરી નથી. તેમના વકીલે કહ્યું કે, હોટશોટ્સ (એપ્લીકેશન જેની ઉપર પોર્નોગ્રાફિક કન્ટેન્ટ અપલોડ કરવાનો આરોપ છે) ઉપર પ્રકાશિત સામગ્રી અશ્લીલ હતી, જેવી રીતે અન્ય સ્ટ્રીમીંગ એપ્લીકેશન ઉપર હોય છે. પરંતુ પરંતુ તેને પોર્નોગ્રાફી કહી શકાય નહીં.

શિલ્પાનો કોઈ એક્ટિવ રોલ નહીં

રાજ કુન્દ્રાની ધરપકડ બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચના જોઈન્ટ પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, હોટશોટ્સ ચલાવવામાં શિલ્પા શેટ્ટીની કોઈ સક્રિય ભૂમિકા હોવાનું જાણવા મળ્યું નથી. તેમણે કહ્યું, ‘આ કેસમાં તેમની કોઈ સક્રિય ભૂમિકા હોવાનું અમને ધ્યાનમાં આવ્યું નથી. અમે તપાસ કરી રહ્યા છીએ. અમે પીડિતોને અપીલ કરીએ છીએ કે તેઓ આગળ આવે અને ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરે, અમે યોગ્ય કાર્યવાહી કરીશું.’

અત્યાર સુધી 11ની ધરપકડ

ઉલ્લેખનીય છે કે આ કેસમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ થઇ ચુકી છે. આરોપ લગાવવામાં આવ્યા છે કે રાજ કુન્દ્રાને તપાસનો અંદાજ આવી ગયો હતો અને જેના કારણે તેણે હોટશોટ્સ એપ્લીકેશન બંધ કરીને અન્ય સ્ટ્રીમીંગ એપ્લીકેશન લોન્ચ કરવાનું વિચાર્યું હતું. મહારાષ્ટ્રના એન્ટી કરપ્શન બ્યુરોએ જણાવ્યું કે તેમને ઈ-મેલ મળ્યા છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે રાજ કુન્દ્રાએ ધરપકડથી બચવા પોલીસને લાંચ આપી હતી. રિપોર્ટ્સ જણાવી રહ્યા છે કે, તેણે લાંચ રૂપે 25 લાખ રૂપિયા આપ્યા હતા.

રાજે કહ્યું- પોલીસે 41A નોટીસ નથી આપી

રાજ કુન્દ્રાએ કહ્યું છે કે, તેને મુંબઈ પોલીસ દ્વારા 41A નોટીસ આપવામાં આવી ન હતી. 41A નોટીસ પોલીસ સામે રજૂ થવા માટે હોય છે. આ નોટીસ મળ્યા બાદ તેના નિયમોનું પાલન વ્યક્તિએ કરવું પડે છે અને જો વ્યક્તિ તેમ કરે છે તો તેને આરોપો માટે ગિરફ્તાર કરી શકાય નહીં પરંતુ રેકોર્ડિંગ માટે લઇ જઈ શકાય છે. જોકે, જો વ્યક્તિ નોટીસના નિયમોનું પાલન ન કરે તો તેની ધરપકડ થઇ શકે છે.

(Photo credit: Hindustan times)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top