‘કેજરીવાલ મુર્દાબાદ’ના નારા લાગ્યા પછી મારામારી! કેજરીવાલે ભાષણ અડધું મૂકીને જતા રહેવું પડ્યું!

‘કેજરીવાલ મુર્દાબાદ’ના નારા લાગ્યા પછી મારામારી! કેજરીવાલે ભાષણ અડધું મૂકીને જતા રહેવું પડ્યું! હિમાચલની ઘટના

11/04/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

‘કેજરીવાલ મુર્દાબાદ’ના નારા લાગ્યા પછી મારામારી! કેજરીવાલે ભાષણ અડધું મૂકીને જતા રહેવું પડ્યું!

Himachal Pradesh Assembly Elections 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓની સાથે જ હિમાચલ વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાવા જઈ રહી છે. કેજરીવાલ બન્ને રાજ્યોમાં ભાજપને જબરદસ્ત ટક્કર આપવાના મૂડમાં છે. પરંતુ કેજરીવાલણે પણ ઘણી સમસ્યાઓ નડી રહી છે. ગઈકાલે એવા જ એક ઘટનાક્રમને કારણે કેજરીવાલે પોતાની રેલી અને ભાષણ અડધેથી છોડીને નીકળી જવું પડ્યું હતું! સોલન મતવિસ્તાર માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અંજુ રાઠોડનો પ્રચાર કરવા માટે કેજરીવાલે રેલીનું આયોજન કર્યું હતું, પણ એ નિમિત્તે ભારે અરાજકતા સર્જાઈ ગઈ હતી.


કેજરીવાલ મુર્દાબાદના નારા લાગ્યા

કેજરીવાલ મુર્દાબાદના નારા લાગ્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે પોતાના ઉમેદવારના પચારઅર્થે સોલન પહોંચેલા આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે રોડ શોનું આયોજન કર્યું હતું. આ દરમિયાન પોતાના ભાષણમાં કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ, બે ય પક્ષોને ભાંડતા કહ્યું કે આ બન્ને પક્ષોએ પ્રદેશને લૂંટવામાં કોઈ કસર છોડી નથી. કેજરીવાલ પોતાનું ભાષણ આપી રહ્યા હતા ત્યારે સભામાં હાજર લોકોએ ‘કેજરીવાલ મુર્દાબાદ’ના નારા લગાવવાનું ચાલુ કર્યું હતું. પંજાબથી આવેલા કેટલાક શિક્ષકો કેજરીવાલ અને આમ આદમી પાર્ટી વિરુદ્ધ પત્રિકા વહેંચી રહ્યા હતા. આથી ગુસ્સે ભરાયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હાથાપાઈ શરુ કરી દીધી હતી. સામેથી લોકોએ પણ પ્રતિકાર કરતા સભામાં મુક્કાબાજી અને લાતાલાતીના દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિને પારખીને કેજરીવાલ પોતાનું ભાષણ અધૂરું મૂકીને જ જતા રહ્યા હતા.


આજે દિલ્હી નગર નિગમની ચૂંટણીની જાહેરાત પણ થશે

આજે દિલ્હી નગર નિગમની ચૂંટણીની જાહેરાત પણ થશે

આ સાથે જ સમાચાર છે કે ઇલેક્શન કમિશન દ્વારા આજે સાંજ સુધીમાં દિલ્હી નગર નિગમની ચૂંટણી બાબતે તારીખ જાહેર કરશે. દિલ્હી નગર નિગમ ને NCT – National Capital Territorry તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય ચૂંટણી આયોગ આજે સાંજે 4.00 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હી NCTની આગામી ચૂંટણીઓ બાબતે તારીખો જાહેર થાય એવી શક્યતા છે. જો આ ચૂંટણીઓ પણ ગુજરાત-હિમાચલની સાથે જ આવશે તો કેજરીવાલ એક સાથે કેટલી જગ્યાએ પહોંચી વળશે, એ પણ એક સવાલ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top