ગુજરાતના નવા પૂર્ણ મંત્રીમંડળ હેઠળ મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓના નામ જાહેર, આ મંત્રીઓના પત્તા કપાયા! જાણો નામની સુચી
મંત્રીમંડળના વિસ્તરણ અંગે મહિનાઓથી થઈ રહેલ અટકળોનો અંત આવ્યો છે, ગુજરાતનું નવું મંત્રીમંડળ જાહેર થઈ ગયું છે. આ યાદીમાં મુખ્યમંત્રી સહિત 26 મંત્રીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાંથી 6 મંત્રીઓને રિપીટ થયા છે. અને 10 મંત્રીઓના પત્તા કાપી દેવામાં આવ્યા છે. અને મુખ્યમંત્રીની આ નવી કેબિનેટમાં 19 નવા ચહેરાનો સમાવેશ કરાયો છે.
માહિતી પ્રમાણે, નવા મંત્રીઓને જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી. જ્યારે રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે, આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છે. આ બાદ મુખ્યમંત્રીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને તેમને નવા મંત્રીમંડળની યાદી પણ સોંપી દીધી છે. આ પગલું સત્તાવિરોધી લહેરને ઘટાડવા અને જ્ઞાતિ તથા પ્રાદેશિક સંતુલનને જાળવવા માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
નવા મંત્રીમંડળમાં 8 ઓબીસી, 3 એસસી, 4 એસટી નેતાઓને સ્થાન અપાયું છે, જ્યારે 26 મંત્રીમાં 8 પાટીદાર નેતાને સ્થાન અપાયું છે. આ સિવાય નવા મંત્રીમંડળમાં ત્રણ મહિલાનો પણ સમાવેશ કરાયો છે. ગુજરાતના નવા મંત્રીમંડળમાં જાતિગત સમીકરણોનું સંતુલન સાધવાની સાથે પ્રજાની નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું કહેવાય છે.
બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા, મૂળુ બેરા, કુબેર ડિંડોર, જગદીશ વિશ્વકર્મા, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, કુંવરજી હળપતિ
હર્ષ સંઘવી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનશેરિયા, પરસોત્તમ સોલંકી
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp