‘કાશ્મીર ફાઈલ્સ’ વિષે નાના પાટેકરની આશ્ચર્યજનક અવળવાણી : શું નાનાએ શિવસેનાની શેહમાં આવું કહ્યું

‘કાશ્મીર ફાઈલ્સ’ વિષે નાના પાટેકરની આશ્ચર્યજનક અવળવાણી : શું નાનાએ શિવસેનાની શેહમાં આવું કહ્યું?

03/19/2022 Glamour

SidhiKhabar

SidhiKhabar

‘કાશ્મીર ફાઈલ્સ’ વિષે નાના પાટેકરની આશ્ચર્યજનક અવળવાણી : શું નાનાએ શિવસેનાની શેહમાં આવું કહ્યું

ગ્લેમર ડેસ્ક : 11 માર્ચના રોજ 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મ રિલીઝ થઇ હતી અને વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્મિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે તેમજ ફિલ્મની કમાણી સાથે જ ફિલ્મ સાથેના વિવાદો પણ વધી રહ્યા છે. કેટલાક લોકો તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો સાથે થયેલા દુષ્કર્મોને પડદા પર લાવવામાં આવ્યા છે જયારે બીજી તરફ ફિલ્મ દ્વારા એક ખાસ સમુદાયની વિરુદ્ધ નફરતનું વાતાવરણ બનાવવાના આરોપો લગાવવામાં આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ફિલ્મને લઈને દિગ્ગજ અભિનેતા નાના પાટેકરે પણ પોતાના મંતવ્યો આપ્યા છે.


સમાજમાં આ તિરાડ ઊભી કરવી યોગ્ય નથી

સમાજમાં આ તિરાડ ઊભી કરવી યોગ્ય નથી

અભિનેતા નાના પાટેકરે 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મની આલોચના કરતા કહ્યું કે બિનજરૂરી વિવાદ ઉભો કરવો યોગ્ય નથી. તેમણે જણાવ્યું હતું કે "ભારતના હિંદુ અને મુસ્લિમો એક જ દેશના રહેવાસી છે. બંને માટે શાંતિથી રહેવું જરૂરી છે. બંને સમુદાય પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે. બંને એકબીજા વગર રહી શકતા નથી. કોઈ એક ફિલ્મના કારણે આવો વિવાદ ઉભો કરવો યોગ્ય નથી. જ્યારે બંને સમુદાય શાંતિથી જીવી રહ્યા હોય, ત્યારે આવો હંગામો કરવો યોગ્ય નથી. જેઓ દેશની એકતા ભંગ કરી રહ્યા છે તેમની પાસે જવાબ માંગવો જોઈએ. ફિલ્મ જોયા પછી સમાજ બે ભાગમાં વહેંચાઈ જશે અને સમાજમાં આ તિરાડ ઊભી કરવી યોગ્ય નથી."

નાના પાટેકર સામાન્ય રીતે દેશપ્રેમી કલાકારની ઈમેજ ધરાવતા આવ્યા છે. એવું મનાતું હતું કે નાના કાશ્મીર ફાઈલ્સ મુદ્દે પણ હિંદુ તરફી વલણ લેશે. પણ આ મુદ્દે નાનાએ મોદી મોદી જે કમેન્ટ કરી, એમાં ફિલ્મ માટે નેગેટિવ ગણાય એવું સ્ટેટમેન્ટ આપ્યું છે. શું નાનાએ મહારાષ્ટ્રમાં શાસન કરતી શિવસેનાની શેહમાં આવું કહ્યું હશે? શિવસેના ભાજપથી છૂટા પડ્યા બાદ દરેક બાબતે ભાજપ વિરોધી સ્ટેન્ડ લેતી આવી છે. શિવસેના સાથેની પોતાની નજદિકીયોને કારણે નાનાએ આવું સ્ટેન્ડ લીધું હોય એ બનવાજોગ છે.


નરેન્દ્ર મોદીએ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના વખાણ કર્યા છે

નરેન્દ્ર મોદીએ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના વખાણ કર્યા છે

'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ રિલીઝ થયા બાદ ઘણા અભિનેતાઓ તેમજ રાજનેતાઓએ પણ ફિલ્મને લઈને પોતાના મંતવ્યો આપ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના વખાણ કરતા કહ્યું કે આ દિવસોમાં ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે તેમજ આ ફિલ્મની રિલીઝથી એક 'જમાત'ને આંચકો લાગ્યો છે.


ફિલ્મના નિર્માતાને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

ફિલ્મના નિર્માતાને Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી સહિત અન્ય કલાકારોએ કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં ફિલ્મ જોવા ગયેલા દર્શકો વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. આવી સ્થિતિમાં ફિલ્મના કારણે સમાજમાં તણાવની વાતો બહાર આવી રહી છે. ફિલ્મના નિર્માતા વિવેક અગ્નિહોત્રીને પણ ધમકીઓ મળતા કેન્દ્રીય સરકાર દ્વારા Y કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top