"ગામના ગામ તબાહ થઇ ગયા! લોકો પાસે દીવાલો સિવાય કશું નથી!" નયનાબા જાડેજાએ લખ્યો મુ.મંત્રીને પત્ર

"ગામના ગામ તબાહ થઇ ગયા! લોકો પાસે દીવાલો સિવાય કશું નથી!" નયનાબા જાડેજાએ લખ્યો મુ.મંત્રીને પત્ર

09/19/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

જામનગર : ગુજરાતમાં ભાજપની નવી સરકાર ઝાઝા કોઈ વિરોધ વિના બની ગઈ છે. અનેક દિગ્ગજ ગણાતા નેતાઓનું પત્તું કપાયું છે અને એની સામે અનેક નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. અચાનક રૂપાણી સરકાર બદલવાના નિર્ણય પાછળ પક્ષ પાસે જે કારણ હોય એ, પણ આ બધી રાજકીય ઉઠા-પટક વચ્ચે રાજ્યનો સામાન્ય માનવી ક્યાંક ભૂલાઈ ગયો હોય એવી લાગણી અનેકોને થઇ રહી છે. ખાસ કરીને ગુજરાતના અનેક વિસ્તારો અતિવૃષ્ટિ વેઠી રહ્યા છે, ત્યારે રાજકીય બાબતોને કોરાણે મૂકીને આફતગ્રસ્ત વિસ્તારોને રાહત પહોંચાડવાના કાર્યને અગ્રીમતા બક્ષવી જોઈએ. આ બાબતે ધ્યાન દોરવા માટે જામનગર કોંગ્રેસના અગ્રણી મહિલા નેતા નયનાબા જાડેજાએ નવા વરાયેલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.


ગામના ગામ તબાહ થઇ ગયા! લોકો પાસે દીવાલો સિવાય કશું નથી!

ગામના ગામ તબાહ થઇ ગયા! લોકો પાસે દીવાલો સિવાય કશું નથી!

જામનગરના અગ્રણી મહિલા નેતા નયનાબા અનિરુદ્ધસિંહ જાડેજાએ અતિ ભારે વરસાદના લીધે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને નુકસાનનું વળતર ચુકવવા રાજ્યના મુખ્યમંત્રીશ્રીને લખ્યો પત્ર અક્ષરશઃ વાંચો.

પ્રતિ શ્રી

મુખ્યમંત્રીશ્રી,

       વિષય: અતિ ભારે વરસાદના લીધે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને નુકસાનનું વળતર ચુકવવા બાબત.

આપ શ્રી નવા નિમાયેલા મુખ્યમંત્રીશ્રીને નમ્ર વિનંતી છે કે આપ હવે આપના મંત્રીમંડળની રચનામાંથી સમય મળી ગયો હોય તો સત્વરે આપ લોકોને જે નુકસાની થઈ છે, લોકોની વસ્તુઓ , જાનમાલની નુકસાની થઈ છે, અને અમુક ગામના ગામ તબાહ થઈ ગયા છે આવા લોકો પાસે હવે સંસાધન છે નહીં, ઘરમાં ખાલી દીવાલો સિવાય કંઈ રહ્યું નથી! આવા લોકોને સત્વરે મદદ અને વળતર પૂરું પાડવામાં આવે કારણ કે આપ જ્યાં સુધી સર્વે કરાવશો અને પછી એક્શનમાં આવશો ત્યાં સુધી લોકોની હાલત વધારે ખરાબ થઇ ચૂકી હશે એટલે આપને વિનંતી છે આવા લોકોની સત્વરે મદદ કરો અને સત્વરે વળતર આપો જેથી લોકો પોતાનું સામાન્ય જીવન ફરીથી ચાલુ કરી શકે કારણ કે જો આ કાર્ય ઝડપથી નહીં કરવામાં આવે તો ક્યાં સુધી લોકો બીજાના આધારે જીવન જીવશે  એમના જીવન ક્યારે પાટે ચડશે. એટલે આપને નમ્ર વિનંતી છે કે આપ સત્વરે આ આવા લોકોને શક્ય એટલું વળતરની ચુકવણી કરો. જેથી લોકો પોતાનું સામાન્ય  જીવન જીવી શકે.


૧૭ સપ્ટેમ્બર પહેલા કેમ ન થયું આવું વેક્સિનેશન?!

૧૭ સપ્ટેમ્બર પહેલા કેમ ન થયું આવું વેક્સિનેશન?!

નયનાબાએ અતિવૃષ્ટિ પીડિત લોકો માટે તો પત્ર લખ્યો જ છે, પણ એ સાથે ૧૭ સપ્ટેમ્બરે થયેલું રેકોર્ડબ્રેક વેક્સિનેશન પહેલેથી-વેળાસર કેમ ન કરાયું, એ વિષે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે.

નયનાબા એ પોસ્ટમાં પૂછ્યું હતું કે " મોદીસાહેબના જન્મદિવસે જો ૨.૧ કરોડ વેક્સિન (Vaccine) લાગી શકતી હોય, આટલું મોટું ઉત્પાદન, સંગ્રહ અને દરેક લોકોને વેક્સિન લાગે તેવી સરળ વ્યવસ્થા હોય તો આ સરકારે ૧૭ સપ્ટેમ્બર પહેલા કેમ આટલા બધા લોકોને વેક્સિન ન લગાવડાવી?"


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top