રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ, ૨૪ મંત્રીઓએ શપથ લીધા; જુઓ યાદી

રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ, ૨૪ મંત્રીઓએ શપથ લીધા; જુઓ યાદી

09/16/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ પૂર્ણ, ૨૪ મંત્રીઓએ શપથ લીધા; જુઓ યાદી

ગાંધીનગર: રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળે આજે રાજભવન ગાંધીનગર ખાતે શપથગ્રહણ કર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. રાજ્યના નવા મંત્રીમંડળમાં કુલ મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શપથ લીધા બાદથી જ રાજ્યના નવા મંત્રીમંડળ અંગે ચર્ચાઓ અને અટકળો શરૂ થઇ ગઈ હતી. ગઈકાલે રાજભવન ખાતે મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજવાની તૈયારી કરવામાં આવી હતી પરંતુ અંતિમ ક્ષણે મોકૂફ રાખીને આજે સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો.


ભાજપની નો રિપીટ થિયરી, તમામ નવા ચહેરાઓ

ભાજપે ઈતિહાસમાં સૌપ્રથમ વખત ‘નો રિપીટ’ થિયરી અપનાવીને તમામ નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. રૂપાણી સરકારના એકેય મંત્રીને નવી સરકારમાં સ્થાન આપવામાં આવ્યું નથી તેમજ જેઓ અગાઉ મંત્રી રહી ચુક્યા હોય તેમને પણ સ્થાન અપાયું નથી. તેમને સ્થાને યુવા ચહેરાઓ તેમજ મહિલાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયના જણાવ્યા અનુસાર, નવા મંત્રીમંડળની કેબિનેટ બેઠક આજે સાંજે સાડા ચાર વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે. આ બેઠક બાદ તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.


કુલ ૨૪ મંત્રીઓએ શપથ લીધા :

  1. રાજેન્દ્ર ત્રિવેદી
  2. જીતુ વાઘાણી
  3. પૂર્ણેશ મોદી
  4. રાઘવજી પટેલ
  5. ઋષિકેશ પટેલ
  6. કિરીટસિંહ રાણા
  7. નરેશ પટેલ
  8. કનુભાઈ દેસાઈ
  9. પ્રદીપસિંહ પરમાર
  10. અર્જુનસિંહ ચૌહાણ
  11. હર્ષ સંઘવી
  12. જગદીશ પંચાલ
  13. બ્રિજેશ મેરજા
  14. જીતુ ચૌધરી
  15. મનિષા વકીલ
  16. મુકેશ પટેલ
  17. નિમિષાબેન સુથાર
  18. કુબેર ડિંડોર
  19. અરીવિંદ રેયાણી
  20. કીર્તિસિંહ વાઘેલા
  21. વિનોદભાઈ મોરડીયા
  22. આર સી મકવાણા
  23. દેવાભાઈ માલમ
  24. ગજેન્દ્રસિંહ પરમાર

૧૦ કેબિનેટ મંત્રીઓ, ૧૪ રાજ્યકક્ષાના

આ મંત્રીઓ પૈકી રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પુર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુ દેસાઈ, કિરીટસિંહ રાણા, પ્રદીપ પરમાર, અર્જુનસિંહ ચૌહાણ અને નરેશ પટેલે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.

ત્યારબાદ બાકીના તમામ મંત્રીઓએ રાજ્યકક્ષના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. હવે સાંજે તમામ મંત્રીઓને ખાતા ફાળવવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top