ત્રીજી લહેરની શરૂઆત?! એક જ દિવસમાં દેશભરમાં કોરોનાનાં ૪૭,૦૯૨ નવા કેસ!

ત્રીજી લહેરની શરૂઆત?! એક જ દિવસમાં દેશભરમાં કોરોનાનાં ૪૭,૦૯૨ નવા કેસ!

09/02/2021 National

SidhiKhabar

SidhiKhabar

ત્રીજી લહેરની શરૂઆત?! એક જ દિવસમાં દેશભરમાં કોરોનાનાં ૪૭,૦૯૨ નવા કેસ!

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના (corona) નવા કેસ ૪૭ હજારને પાર થઈ ગયા. આશરે ૫૦૦ જેટલા કોરોના સંક્રમિત દર્દીઓએ મૃત્યુ પામ્યાં. આ પહેલાં બુધવારે સંક્રમિત લોકોની સંખ્યા ૪૦ હજારથી વધારે હતી. ચિંતાની વાત એ છે કે સ્વસ્થ થનારની સંખ્યા નવા સંક્રમિત દર્દીઓની સંખ્યા કરતાં વધારે છે અને એક્ટિવ (active) કેસ ઝડપથી વધી રહ્યાં છે.

હાલના આંકડા પ્રમાણે એક દિવસમાં દેશમા કોરોનાનાં ૪૭,૦૯૨ નવા કેસ આવ્યા છે. દેશમાં એક્ટિવ કેસ પણ વધીને ૩,૮૯,૫૮૩ પર પહોચી ગયો છે. આ સમયગાળા દરમ્યાન કોરોનાનાં ૩૫,૧૮૧ દર્દી સારા થયા છે. જેની સંખ્યા પ્રમાણમાં ખૂબ ઓછી છે.

સોમવારને બાદ કરતાં છેલ્લા અઠવાડિયામાં કોરોનાના ૪૦ હજારથી વધુ કેસ નોધાયા છે. ભારતમાં કોરોનાનો નવો કેસ ૧૩ ઓગસ્ટથી ૪૦ હજારની નીચે હતો જે ૨૪ ઓગસ્ટ સુધી ૪૦ હજારની સપાટીને પાર ન કરી શક્યો.


કેરળમાં ફાટ્યો 'કોરોના બોમ્બ' :

કેરળમાં ફાટ્યો 'કોરોના બોમ્બ' :

હજી પણ કેરળ (Kerala) કોરોના મહામારીથી પ્રભાવિત રાજ્ય છે અને દેશમાં ૭૦ ટકાથી વધારે કેસ કેરળમાં છે. બુધવારે જે ૩૨,૮૦૩ નવા કેસ આવ્યા તે દેશના કુલ કેસનાં ૭૨ ટકા છે. ગયા સાત દિવસમાંથી ૫ દિવસમાં  કેરળમાં કોરોનાના ૩૦ હજારથી  વધારે કેસ આવ્યા છે.


મહારાષ્ટ્ર, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ચિંતા :

દેશમાં કેરળ પછી બીજા નંબર પર પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર (Maharashtra) છે. જ્યાં બુધવારે કોરોનાનાં ૪,૪૫૬ નવા કેસ નોધાયા. રાજ્યમાં નવા કેસ ધીમી ગતિથી વધી રહ્યાં છે. બીજી તરફ તમિલનાડુમાં (Tamilnadu) નવા કેસ ૧૫૦૦ની આસપાસ રહ્યાં. ચોથા નંબર પર આંધ્રપ્રદેશ છે, જ્યાં નવા કેસ ૧૨૦૦ થી ૧૫૦૦ની વચ્ચે છે. કર્ણાટક પણ પાછળ નથી, ત્યાં સંક્રમિત કેસ ૧૨૦૦ની આજુબાજુ છે.


ગુજરાત, ઉત્તરપ્રદેશ, હરિયાણાને રાહત :

આ પાંચ રાજ્ય ઉપરાંત બીજા કોઈ પણ રાજ્યએ કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૦૦૦ને પાર કરી નથી.. હરિયાણા, ઉત્તરપ્રદેશ, ગુજરાત (Gujarat) અને રાજસ્થાન જેવા રાજ્યોમાં બુધવારે આ આંકડા ૨૦થી પણ ઓછા હતા. પણ આ રાજ્યોએ ખાસ યાદ રાખવું કે કોરોના ધીમે પગલે દેશમાં ફરી પ્રસરી રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top