કોર કમિટીની બેઠકમાં નિર્ણય : રાત્રિ કર્ફ્યુના સમયમાં ઘટાડો, સાર્વજનિક ગણેશોત્સવને શરતી મંજૂરી

કોર કમિટીની બેઠકમાં નિર્ણય : રાત્રિ કર્ફ્યુના સમયમાં ઘટાડો, સાર્વજનિક ગણેશોત્સવને શરતી મંજૂરી

07/28/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

કોર કમિટીની બેઠકમાં નિર્ણય : રાત્રિ કર્ફ્યુના સમયમાં ઘટાડો, સાર્વજનિક ગણેશોત્સવને શરતી મંજૂરી

ગાંધીનગર: રાજ્ય સરકારે આઠ મહાનગરોમાં લાગુ કરવામાં આવેલા રાત્રિ કર્ફ્યુના સમયમાં ઘટાડો કરી દીધો છે. હવેથી રાત્રિના 11 વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. આ ઉપરાંત આ 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. આ તમામ નવા નિર્ણયો આગામી 31 જુલાઈથી રાજ્યમાં અમલી બનશે.

સરકારી અખબારી યાદી અનુસાર, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેની સમયમર્યાદા આગામી 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ હાલ રાત્રિના 10 થી સવારે 6 વાગ્યા સુધી નો છે તે 31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. આ 8 મહાનગરો માં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

ઉપરાંત, રાજયમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવા માટે વ્યક્તિનો મર્યાદા તારીખ 31 જૂલાઈ થી વધારીને 400 વ્યક્તિઓની કરવામાં આવી છે. આ પહેલા આ મર્યાદા 200 વ્યક્તિનોની હતી. આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે સમારોહ યોજવાના રહેશે.

સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવ દરમિયાન સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટ ની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top