કોરોના રસી લો અને આઈફોન જીતો : ગુજરાતના આ શહેરમાં મનપાની નવી ઓફર

કોરોના રસી લો અને આઈફોન જીતો : ગુજરાતના આ શહેરમાં મનપાની નવી ઓફર

12/01/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

કોરોના રસી લો અને આઈફોન જીતો : ગુજરાતના આ શહેરમાં મનપાની નવી ઓફર

અમદાવાદ: આમ તો કોરોના રસીકરણ મામલે ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે અને મોટાભાગની વસ્તીને રસીનો પહેલો ડોઝ અપાઈ ચુક્યો છે પરંતુ તેમ છતાં જેમણે કોરોના રસી હજુ સુધી નથી લીધી કે જેમનો બીજો ડોઝ બાકી છે તેવા લોકોને આકર્ષક ઓફરો અને જાહેરાતો વડે મનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 

અમદવાદ મહાનગરપાલિકાએ આવી જ એક ઓફર લોન્ચ કરતા લકી ડ્રોના વિજેતાને એક આઈફોન ભેટ આપવાની જાહેરાત કરી છે. મહાનગરપાલિકાએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી કોઈ નાગરિકોએ કોવિડ વેક્સિનનો બીજો ડોઝ લીધો હશે તેવા તમામ નાગરિકો પૈકી કોઈ એકને લકી ડ્રો મારફતે પસંદગી કરવામાં આવશે અને તેને 60,000 ની કિંમતનો આઈફોન પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે. 


આ સાથે, મનપાએ શહેરના તમામ નાગરિકોને કોવિડ-૧૯ વેક્સિનેશન અભિયાન અંતર્ગત વહેલામાં વહેલી તકે કોવિડ-19 વેક્સિન લઈ લેવા માટે અપીલ કરી હતી. 

અમદવાદમાં અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 78,74,817 ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. જેમાં પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 47,72,290 જ્યારે બીજો ડોઝ 31,02,527 લોકોને આપવામાં આવ્યો છે. 

બીજી તરફ, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના રસીના કુલ 8.10 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ગઈકાલે 5.38 લાખ ડોઝ અપાયા હતા. રાજ્યના 4.58 કરોડ લોકોને પહેલો ડોઝ જયારે 3.48 કરોડ લોકો પહેલો અને બીજો બંને ડોઝ લઈ ચૂક્યા છે. રાજ્યમાં 4.93 કરોડ લોકો 18 વર્ષ કરતા વધુ ઉંમરના છે, જેમાંથી 93 ટકાને પહેલો અને 70 ટકાને બંને ડોઝ મળી ચૂક્યા છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top