પાકિસ્તાનની ઇન્ટરનેશનલ ફજેતી : ન્યુઝીલેન્ડની ટીમે સુરક્ષા કારણોસર પ્રવાસ રદ કરી દીધો!

પાકિસ્તાનની ઇન્ટરનેશનલ ફજેતી : ન્યુઝીલેન્ડની ટીમે સુરક્ષા કારણોસર પ્રવાસ રદ કરી દીધો!

09/17/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનની ઇન્ટરનેશનલ ફજેતી : ન્યુઝીલેન્ડની ટીમે સુરક્ષા કારણોસર પ્રવાસ રદ કરી દીધો!

સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ આજે ત્રણ મેચની સિરીઝની પહેલી મેચ રમવામાં આવનાર હતી પરંતુ ન્યુઝીલેન્ડની ટીમે આ પ્રવાસ રદ કરી દીધો છે. ન્યુઝીલેન્ડની ટીમે સુરક્ષાના કારણોસર આ પ્રવાસ રદ કર્યો હોવાનું કહ્યું છે. ન્યુઝીલેન્ડની ટીમ આ જ પ્રવાસ દરમિયાન ત્રણ મેચની વન-ડે સિરીઝ ઉપરાંત પાંચ મેચની T-20 સિરીઝ પણ રમવાની હતી.

પ્રથમ વન-ડેના ટોસમાં વિલંબ બાદ ન્યૂઝીલેન્ડની ટીમે એક નિવેદન બહાર પાડ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ પ્રવાસ રદ કરી રહ્યા છે અને ખેલાડીઓ માટે ન્યૂઝીલેન્ડ પરત ફરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.


બંને તરફથી નિવેદનો જારી કરવામાં આવ્યા

ન્યુઝીલેન્ડ ક્રિકેટના ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ વ્હાઈટે કહ્યું, ‘અમને જે સલાહ મળી હતી તેને જોતા આ પ્રવાસને ચાલુ રાખવો સંભવ ન હતો. હું સમજું છું કે આ PCB માટે એક ફટકો હશે, જે ઉત્તમ યજમાન રહ્યા છે, પરંતુ ખેલાડીઓની સલામતી સર્વોપરી છે અને અમે માનીએ છીએ કે આ એકમાત્ર જવાબદાર વિકલ્પ છે.’

પીસીબીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, આજે ન્યુઝીલેન્ડ ક્રિકેટે અમને જાણ કરી છે કે તેમને સુરક્ષા એલર્ટ માટે સતર્ક કરવામાં આવ્યા હતા અને આ એકતરફી શ્રેણીને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નિવેદનમાં આગળ જણાવવામાં આવ્યું કે, પીસીબી અને પાકિસ્તાન સરકારે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરી હતી. ન્યુઝીલેન્ડની ટીમ સાથે સુરક્ષા અધિકારી પાકિસ્તાન સરકાર દ્વારા કરવામાં આવેલ સુરક્ષા પ્રબંધોથી સંતુષ્ટ છે. પીસીબી નિર્ધારિત મેચને જારી રાખવા માટે તૈયાર છે.’


૧૮ વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી ન્યુઝીલેન્ડની ટીમ

૧૮ વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી ન્યુઝીલેન્ડની ટીમ

૧૮ વર્ષ બાદ ન્યુઝીલેન્ડની ટીમ ૧૨ સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનના પ્રવાસે પહોંચી હતી. ત્યારબાદ આજથી પહેલી વન-ડે શરૂ થઇ રહી હતી. કીવી ખેલાડીઓને ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ઇસ્લામાબાદ એરપોર્ટથી હોટેલ પહોંચાડવામાં આવ્યા હતા. જોકે, હવે ન્યુઝીલેન્ડની ટીમે આ પ્રવાસ રદ કરી દીધો છે.

પીસીબીએ ન્યુઝીલેન્ડના ખેલાડીઓ અને અધિકારીઓ માટે હોટેલમાં બાયો બબલની વ્યવસ્થા કરી હતી. ન્યુઝીલેન્ડની ટીમે આ પહેલા ૨૦૦૩ માં લિમિટેડ ઓવર સીરીઝ માટે પાકિસ્તાનની યાત્રા કરી હતી. ટીમ ત્યારબાદ સુરક્ષાના કારણોસર પાકિસ્તાન ગઈ ન હતી.


૧૨ વર્ષ પહેલા શ્રીલંકન ટીમ ઉપર હુમલો થયો હતો

૧૨ વર્ષ પહેલા શ્રીલંકન ટીમ ઉપર હુમલો થયો હતો

ઉલ્લેખનીય છે કે ૩ માર્ચ ૨૦૦૯ ના રોજ પાકિસ્તાનના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ક્રિકેટ ટીમ ઉપર આતંકવાદી હુમલો થયો હતો. આ ઘટના બાદ કોઈ પણ દેશની ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ખાસ કરતી નથી.

શ્રીલંકાની ટીમ લાહોરમાં ટેસ્ટ સિરીઝની બીજી મેચ રમી રહી હતી. ત્રીજ દિવસે મેચ માટે ટીમ હોટેલથી ગદ્દાફી સ્ટેડિયમ જઈ રહી હતી ત્યારે ૧૨ આતંકીઓએ ટીમની બસ ઉપર હુમલો કરી દીધો હતો. જેમાં પાકિસ્તાન પોલીસના ૬ જવાન સહિત ૮ લોકોના મોત થયા હતા.

આ હુમલામાં શ્રીલંકાની ટીમના કેપ્ટન મહેલા જયવર્ધને, કુમાર સંગાકારા, અજંથા મેન્ડિસ, થિલન સમરવીરા, થરંગા પારનવિતાના અને ચામિંડા ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. આ હુમલા બાદ શ્રીલંકાની ટીમ પ્રવાસ અધવચ્ચેથી છોડીને પરત ફરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top