બ્રેકિંગ ન્યૂઝ : વહેલી સવારે દાઉદ ગેન્ગના 20 ઠેકાણાઓ પર NIA ના છાપા! નવાબ માલિક સાથે કનેક્શન બહ

બ્રેકિંગ ન્યૂઝ : વહેલી સવારે દાઉદ ગેન્ગના 20 ઠેકાણાઓ પર NIA ના છાપા! નવાબ માલિક સાથે કનેક્શન બહાર આવ્યું!

05/09/2022 National

SidhiKhabar

SidhiKhabar

બ્રેકિંગ ન્યૂઝ : વહેલી સવારે દાઉદ ગેન્ગના 20 ઠેકાણાઓ પર NIA ના છાપા! નવાબ માલિક સાથે કનેક્શન બહ

NIA Raids on D Company : એક સમયે જેના નામથી આખું મુંબઈ થરથર ધ્રુજતું હતું, અને જેના એક ફોન માત્રથી મોટા મોટા ફિલ્મસ્ટારોના પગ તળેથી જમીન સરકી જતી હતી, એવા ડોન દાઉદ ઈબ્રાહીમને (Dawood Ibrahim) રાજકીય સરક્ષણ મળતું હોવાની લોકચર્ચા જાણીતી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતની સુરક્ષા એજન્સીઓએ ડી કંપની પર ભીંસ વધારી છે. એટલું જ નહિ પણ દાઉદના મળતિયા રાજકારણીઓના ગળે ફરતે પણ ગાળિયો મજબૂત રીતે કસાઈ રહ્યો છે. આજે સવારે પડેલી NIAની રેઇડ એનો પુરાવો છે.


દાઉદ ગેન્ગના 20 સ્થળોએ રેઇડ

દાઉદ ગેન્ગના 20 સ્થળોએ રેઇડ

મુંબઈમાં આજે સવારે દાઉદ ગેન્ગના 20 ઠેકાણાઓ પર NIA દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. બોરીવલી, સાંતાક્રુઝ, બાંદ્રા, નાગપાડા, ગોરેગાંવ અને પરેલમાં આવેલા અને દાઉદ ગેન્ગના મનાતા 20 સ્થળો પર કાર્યવાહી કરીને દાઉદ ગેન્ગના સભ્યો સામે FIR નોંધવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રીપદું ભોગવી રહેલા એનસીપીના વિવિદાસ્પદ નેતા નવાબ મલિકનું (Nawab Malik) દાઉદ ઈબ્રાહીમ ગેંગ સાથેનું કનેક્શન બહાર આવ્યા પછી આ છાપા મારવામાં આવ્યા છે.


નવાબ માલિકની ધરપકડ બાદ અનેક વાતો બહાર આવી રહી છે

નવાબ માલિકની ધરપકડ બાદ અનેક વાતો બહાર આવી રહી છે

મહારાષ્ટ્રના રાજકારણમાં કદાવર નેતા ગણાતા નવાબ મલિકની ED દ્વારા 23 ફેબ્રુઆરીને દિવસે ધરપકડ કરવામાં આવી હતી. દાઉદ ઈબ્રાહીમ અને એના સહયોગીઓ સાથે જોડાયેલા આર્થિક વ્યવહારોની તપાસ અર્થે આ ધરપકડ કરાઈ હતી. ED દ્વારા થોડા સમય પહેલા જ નવાબ મલિક વિરુદ્ધની તપાસ અંગે 5000 પાનાનું આરોપપત્ર દાખલ કર્યું હતું. સ્વાભાવિક રીતે જ નવાબ માલિકે પોતાની ઉપર લગાવવામાં આવેલા તમામ આરોપોનું ખંડન કર્યું હતું.


સંયુક્ત રાષ્ટ્રોએ પણ પ્રતિબંધ મૂકાયો છે

સંયુક્ત રાષ્ટ્રોએ પણ પ્રતિબંધ મૂકાયો છે

દાઉદ ઈબ્રાહીમને ભારતમાં રાજકીય પીઠબળ આપનારા અનેક લોકો છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં અને કેન્દ્રમાં કોંગ્રેસ સરકારના શાસન વખતે દાઉદ ઈબ્રાહીમનું ભારે વર્ચસ્વ હતું. ડી ગેંગનું સામ્રાજ્ય માત્ર મુંબઈ કે મહારાષ્ટ્ર પૂરતું જ સીમિત રહેવાને બદલે રાજકીય આશ્રયદાતાઓને પ્રતાપે ઉત્તર પ્રદેશથી લઈને નેપાળ સુધી વિકસ્યું હતું. પરંતુ મુંબઈ બોમ્બ ધડાકા બાદ નેતાઓના એક વર્ગને પણ લાગવા માંડ્યું હતું કે રાજનીતિના ચક્કરમાં એમણે એક રાક્ષસ પેદા કરી દીધો છે. જો કે ત્યાર પછી ય દાઉદને રાજકીય પીઠબળ મળતું રહ્યું, પણ દાઉદે ભારત છોડી દેવું પડ્યું. ઇસ 2003 માં યુનોએ પણ આતંકવાદી પ્રવૃત્તિઓ બદલ દાઉદ ઈબ્રાહીમને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ઘોષિત કર્યો છે. હાલમાં દાઉદ પાકિસ્તાનમાં લપાયેલો હોવાનું મનાય છે.

આગામી સમયમાં કેન્દ્ર સરકાર દાઉદ અને એના પોલિટિકલ આકાઓને ખરા અર્થમાં યોગ્ય સજા અપાવી શકે છે કે કેમ, એ જોવાનું રસપ્રદ બની રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top