શેરબજારમાં નિફ્ટી 50 હજી આટલી સપાટીએ પહોંચવાની સંભાવના!!!!

શેરબજારમાં નિફ્ટી 50 હજી આટલી સપાટીએ પહોંચવાની સંભાવના!!!!

10/12/2021 Business

SidhiKhabar

SidhiKhabar

શેરબજારમાં નિફ્ટી 50 હજી આટલી સપાટીએ પહોંચવાની સંભાવના!!!!

ભારતના શેરબજારમાં સોમવારે નવો રેકોર્ડ બન્યો છે. નિફ્ટી 50એ પહેલીવાર 18000નું સ્તર પાર કર્યું. આ રેલી ઉપર, બજારના નિષ્ણાતોનું માનવું છે કે રેલી હજી પૂરી થઈ નથી. નિફ્ટી હજી 21000ની સપાટીને સ્પર્શી શકે છે. જોકે, નિષ્ણાતો એમ પણ કહે છે કે, આ રેલીમાં સાવચેતી પૂર્વક ટ્રેડીંગ કરવું પડશે. એવા રોકાણકારો માટે, શેરબજારમાં નાણાં રોકાણ માટે હાલમાં સારો સમય છે, જે બજારમાં થોડો ઘટાડો જોઈ રહ્યા છે. નિષ્ણાતોને લાગે છે કે નિફ્ટી 50 20000-21000ના સ્તર સુધી આગળ વધી શકે છે.


માર્કેટમાં તેજી :

માર્કેટમાં તેજી :

શેરબજારમાં(Share market) તેજીની ગતિ જાળવી રાખવા માટે ઘણા કારણો છે. જેમાં સપ્ટેમ્બરમાં એસઆઈપી(SPI) દ્વારા રિટેલ રોકાણકારો પાસેથી રૂ. 10,000 કરોડનો મજબૂત પ્રવાહ, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) દ્વારા સકારાત્મક ચોખ્ખો પ્રવાહ અને સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નીતિઓનો સમાવેશ થાય છે.


FPIs માં વધારો :

FPIs માં વધારો :

ઓક્ટોબરમાં અત્યાર સુધી ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) એ માત્ર 1997 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. કારણ કે લાંબા ગાળાની દ્રષ્ટિએ આજે પણ ભારતને સારા સ્પર્ધાત્મક રોકાણ કરવા માટેનો દેશ માનવામાં આવે છે. પીટીઆઈના અહેવાલ મુજબ એફપીઆઈ સતત 2 મહિનાથી ખરીદી કરી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં 26,517 કરોડ અને ઓગસ્ટ મહિનામાં 16,459 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.

TRADEIT ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સ્થાપક સંદીપ મટ્ટા કહે છે કે, સોમવારે ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક નિફ્ટીએ(nifty) 18000ની સપાટી પાર કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે આ રેલીના પ્રારંભિક તબક્કામાં છીએ, જે કમાણીમાં સુધારો, કરવેરાની વસૂલાત અને નવા રોકાણકારોના જોડાવાના કારણે આવી છે. તેમણે વધુમાં કહ્યું કે નિફ્ટી આગામી મહિનાઓમાં બીજો નવો રેકોર્ડ બનાવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હજુ સુધી રેકોર્ડ બનાવવાના કોઈ સંકેત નથી અને બજાર હજુ ઈક્વિટી બુલના પ્રારંભિક તબક્કામાં છે. આ સ્તર નિફ્ટીને 21000ની સપાટીએ લઈ જઈ શકે છે. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે આવનારા સમયમાં કેટલાક કરેક્શન પણ જોઈ શકાય છે, પરંતુ તેમાં પણ ખરીદી કરી શકાય છે.


ફાર્મા, આઈટી, રિયલ્ટી જેવા શેરોમાંથી રેલી :

શેર ઇન્ડિયાના હેડ રિસર્ચ અને વીપી ડો.રવિ સિંહ કહે છે કે, 18000ની સપાટીને સ્પર્શવા પાછળ કંપનીઓનું મૂલ્યાંકન, સરકારી સુધારા, આર્થિક પ્રવૃત્તિમાં તેજી, મેક્રો સૂચક નંબરોમાં સુધારો અને એફઆઇઆઇની ખરીદી જેવા પરિબળો સામેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ પરિબળોને કારણે બજારમાં હાજર લિક્વીડીટી પ્રાથમિક બજારમાં ચાલક બળ બની હતી. ફાર્મા, આઈટી, રિયલ્ટી અને બેંકિંગ ક્ષેત્રે આ રેલીમાં ઘણો ટેકો આપ્યો હતો અને આવનારા સમયમાં પણ તાકાત બતાવી શકે છે.


સ્થાનિક બજારમાં જોખમ વધવાની સંભાવના :

નિષ્ણાતો માને છે કે આગામી સમયમાં સ્થાનિક બજારમાં જોખમ પણ વધી શકે છે. TIW PE ના મેનેજિંગ પાર્ટનર અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર મોહિન રલ્હન કહે છે કે, વધતી જતી ફુગાવાનો સામનો કરવા માટે વિશ્વભરની કેન્દ્રીય બેંકો તેમની બેલેન્સ શીટ્સને વહેલી તકે વિસ્તૃત કરવાનું શરૂ કરે તેવી અપેક્ષા છે. તેમણે આગળ કહ્યું કે આ કમાણીની મોસમ દેશમાં ખૂબ જ નિર્ણાયક બનવાની છે. નિફ્ટીનો P/E 27 ગણો વધુ આપવામાં આવે છે અને આ ઝડપ સાથે તે કમાવવું પણ મહત્વનું છે. તેમણે કહ્યું કે આ સમયે આપણે સાવચેત રહેવું જોઈએ અને વૈશ્વિક અને સ્થાનિક વિકાસની રાહ જોવી જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top