ગ્લોબલ સંકેત પોઝિટીવ રહેતા નબળા ચાલી રહેલા માર્કેટમાં પ્રાણવાયુ ફૂંકાયો : સોમવારે મજબૂત શરૂઆત.

ગ્લોબલ સંકેત પોઝિટીવ રહેતા નબળા ચાલી રહેલા માર્કેટમાં પ્રાણવાયુ ફૂંકાયો : સોમવારે મજબૂત શરૂઆત. કયા શેર્સ આગળ છે એ જાણો

05/16/2022 Business

SidhiKhabar

SidhiKhabar

ગ્લોબલ સંકેત પોઝિટીવ રહેતા નબળા ચાલી રહેલા માર્કેટમાં પ્રાણવાયુ ફૂંકાયો : સોમવારે મજબૂત શરૂઆત.

Market Updates : ગ્લોબલ માર્કેટમાં સારા સંકેત નજર આવી રહ્યા છે. જેને પ્રતાપે એશિયન માર્કેટ્સમાં પણ મજબૂત શરૂઆત થઇ છે. SGX NIFTY માં આજે 150 અંકોનો ઉછાળ જોવા મળ્યો હતો. શુક્રવારે અમેરિકી બજારો સારી તેજી સાથે બંધ થયા હતા. DOW માં 466 અને NASDEQ માં 434 પોઇન્ટ્સનો ઉછાળો જોવા મળ્યો હતો.


બજાર પર પ્રભાવ

બજાર પર પ્રભાવ

એશિયાઈ બજારોમાં એકંદરે મિશ્ર પ્રતિભાવો જોવા મળ્યા હતા. પરંતુ ભારતમાં સોમવારની સવારે મજબૂતી સાથે શરૂઆત થઇ હતી. આ લખાય છે ત્યારે SENSEX 21.86 અંકના વધારા સાથે, એટલે કે 0.04 ટકાના વધારા સાથે 52,815.48 પર જોવા મળ્યો છે. જ્યારે Nifty 6.10 અંક એટલે કે 0.04 ટકાના વધારા સાથે 15,788.30 પર જોવા મળ્યો હતો.


આ ગ્લોબલ ઘટનાઓ પર નજર રહેશે

આ ગ્લોબલ ઘટનાઓ પર નજર રહેશે

આ અઠવાડિયે Walmart, Home Depot, JD.Com ના પરિણામો આવવાના છે. એ સાથે જ ફિનલેન્ડ અને સ્વિડન NATO નું સભ્યપદ માંગી રહ્યા છે. આ સંતે તુર્કી પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યું છે. જો આ મામલો પણ રશિયા-યુક્રેનની માફક ગરમાગરમીએ પહોંચશે તો વૈશ્વિક બજારો પર એની વિપરીત અસર જોવા મળી શકે છે. ક્રૂડનો ભાવ બેરલદીઠ 112 ડૉલરની સપાટી વટાવી ચૂક્યો છે.


કોણ માર્કેટમાં ‘ટોપ ગેનર’ સાબિત થયું?

કોણ માર્કેટમાં ‘ટોપ ગેનર’ સાબિત થયું?

આઇશર મોટર્સ, JSW Steel, TATA Steel વગેરે ‘ટોપ ગેનર’ સાબિત થયા છે. SBI માં પણ આ લખાયા છે ત્યારે 9.20 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી 100.00 ની નીચે રહેલા BOBમાં પણ 2.85 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. TATA Steel 27.80 રૂપિયા ઉછળીને 1124.80 રૂપિયા પર પહોંચ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top