વૃદ્ધાવસ્થામાં Pensionની No Tension! : કરોડપતિ બનીને થશો રિટાયર, ખાતામાં દર મહિને આવશે 50,000
વૃધ્ધાવસ્થાની મજા ત્યારે છે જ્યારે તમે રિટાયરમેન્ટની ઉમરે પણ આત્મનિર્ભર હો. તમારે કોઈની આગળ આર્થિક સહાય માટે હાથ ફેલાવવો ન પડે. જો તમે પણ ઇચ્છો છો કે, તમારી વૃદ્ધાવસ્થા સલામત રહે અને તમને વૃદ્ધાવસ્થામાં પૈસાની કોઈ સમસ્યા ન થાય તો તમારે અગાઉથી પ્લાનિંગ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. તમારી નોકરી શરૂ થાય તે દિવસે જ તમારે રિટાયરમેન્ટ માટે રૂપિયા બચાવવાનું શરૂ કરવું જોઈએ. ખરેખર, જેટલી વહેલી તકે તમે બચત શરૂ કરશો, રિટાયરમેન્ટ સુધી તમને તેટલા વધુ પૈસા મળશે.
રિટાયરમેન્ટ ફંડ એકઠું કરવા માટે EPF, NPS, Stock Market, Mutual Funds, Real Estate વગેરે જેવા ઘણા રોકાણ વિકલ્પો ઉપલબ્ધ છે. આ બધામાં, NPS (National Pension System) એક એવો વિકલ્પ છે જે સલામત હોવાની સાથે સારુ રિટર્ન આપે છે. જાણો નવી પેન્શન સિસ્ટમ એટલે કે NPS દ્વારા તમારા માટે દર મહિને 50,000 રૂપિયાના પેન્શનની વ્યવસ્થા કેવી રીતે કરી શકો છો.
ધારો કે તમે 30 વર્ષની ઉમરે NPSમાં દર મહિને 10,૦૦૦/- રૂપિયાનું રોકાણ કરો છો. તેથી રિટાયરમેન્ટ સુધી એટલે કે 60 વર્ષની ઉમરે તમારા હાથમાં 1 કરોડ રૂપિયાથી વધુ રકમ હશે અને દર મહિને 52 હજાર રૂપિયા પેન્શન આવશે. એટલે કે, તમારી વૃદ્ધાવસ્થા કોઈપણ ટેન્શન વગર પસાર થશે અને તમારે કોઈના પર નિર્ભર નહીં રહેવુ પડે.
NPSને સરકાર દ્વારા ગેરંટી મળે છે, એટલે કે, તમને 9 થી 12% વાર્ષિક રિટર્ન મળે છે. મેચ્યોરિટી પર, તમારે એન્યુઇટી સ્કીમમાં 40% રોકાણ કરવું પડશે જેથી તમે રેગ્યુલર પેન્શન મેળવી શકો, એન્યુઇટીનું રિટર્ન પણ 6%ની નજીક છે.
યાદ રાખો કે NPSની બધી ગણતરીઓ અંદાજિત છે, આંકડા અને રિટર્ન અલગ અલગ હોઈ શકે છે. જો તમે તમારું મંથલી પેન્શન વધારવા કે ઘટાડવા માંગતા હો, તો તમારે તે મુજબ NPS માં રોકાણ વધારવું કે ઘટાડવું પડશે. NPSમાંથી કુલ વેલ્થ અને પેન્શન ઘણા પરિબળો પર આધારિત છે, જેમ કે તમારી ઉંમર, અને ઇક્વિટી માર્કેટનું પ્રદર્શન વગેરે. 18 થી 65 વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ NPS માં રોકાણ કરી શકે છે.
NPS દ્વારા, તમે વાર્ષિક 2 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકો છો. ઇનકમ ટેક્સની કલમ 80C હેઠળ, તમે મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકો છો, પરંતુ જો તમે NPSમાં રોકાણ કરો તો 50,000 રૂપિયાની વધારાની ટેક્સ છૂટ મળે છે.
NPS બે પ્રકારના હોય છે;
જો કે, આમાં કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી. NPS માં ત્રણ રોકાણ વિકલ્પો ઉપલબ્ધ છે. જેમાં રોકાણકારે તેના રૂપિયાનું રોકાણ ક્યાં કરવું તે પસંદ કરવાનું છે. ઇક્વિટી, કોર્પોરેટ ડેબ્ટ અને સરકારી બોન્ડ. ઇક્વિટીમાં વધુ એક્સપોઝર હોવાના કારણે તે વધુ રિટર્ન પણ આપે છે. ધ્યાનમાં રાખો કે તમારે તમારા રોકાણ સલાહકાર સાથે વાત કર્યા પછી જ કોઈપણ રોકાણ કરવું જોઈએ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp