ભૂતોના સૂમસામ ગામમાં નુસરત ભરૂચા ભટકતી જોવા મળી : ફિલ્મ 'Chhorii'ની રિલીઝ ડેટની જાહેરાત થઇ

ભૂતોના સૂમસામ ગામમાં નુસરત ભરૂચા ભટકતી જોવા મળી : ફિલ્મ 'Chhorii'ની રિલીઝ ડેટની જાહેરાત થઇ

11/09/2021 Glamour

SidhiKhabar

SidhiKhabar

ભૂતોના સૂમસામ ગામમાં નુસરત ભરૂચા ભટકતી જોવા મળી : ફિલ્મ 'Chhorii'ની રિલીઝ ડેટની જાહેરાત થઇ

ગ્લેમર ડેસ્ક: બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરૂચાની (Nusrat Bharucha) બહુચર્ચિત ફિલ્મ 'Chhorii'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેત્રીની આ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થનારી નુસરત ભરૂચાની આ હોરર ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં હતી. તાજેતરમાં જ ફિલ્મ 'છોરી'નો ફર્સ્ટ લૂક સામે આવ્યો હતો, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. હવે ફિલ્મનું ટીઝર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે.


પેરાનોર્મલ એક્ટિવિટીના અનુભવની ઘટનાઓની આસપાસ ફરે છે ફિલ્મની વાર્તા

ફિલ્મ 'છોરી'ની વાર્તા એક નિર્જન ગામમાં પેરાનોર્મલ એક્ટિવિટીના અનુભવની ઘટનાઓની આસપાસ ફરે છે. ઓક્ટોબરની શરૂઆતમાં, એમેઝોન પ્રાઇમ વિડિયોએ દર્શકો માટે ફિલ્મ 'છોરી'નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું હતું. ફિલ્મના ટીઝરની વાત કરીએ તો તેમાં શહેરથી દૂર એક નિર્જન ગામ બતાવવામાં આવ્યું છે. સાક્ષી (નુસરત ભરૂચા) આ ગામમાં ભટકતી જોવા મળે છે.

ટીઝરમાં આગળ બતાવવામાં આવ્યું છે કે નુસરત ભરૂચા ગામની તમામ પેરાનોર્મલ વસ્તુઓનો અનુભવ કરે છે. ટીઝરમાં વિવિધ પ્રકારના ભૂતોની ઝલક પણ બતાવવામાં આવી છે. ફિલ્મ 'છોરી'ના ટીઝરમાં ભયાનક દેખાવ જોવા મળ્યો છે. ટીઝરને જોઈને કહી શકાય છે કે નિર્જન ગામમાં પણ ઘણાં રહસ્યો છુપાયેલા છે. હોરર ફિલ્મો પસંદ કરતા દર્શકોને ફિલ્મ 'છોરી'નું ટીઝર ખૂબ જ પસંદ આવી રહ્યું છે.


મરાઠી ફિલ્મની હિન્દી રિમેક

મરાઠી ફિલ્મની હિન્દી રિમેક

વિશાલ ફુરિયા દ્વારા નિર્દેશિત અને T-Series, Crypt TV અને Abudantia Entertainment દ્વારા નિર્મિત, 'છોરી' OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર 26 નવેમ્બર 2021ના રોજ રિલીઝ થશે. ફિલ્મ 'છોરી' એ મરાઠી ફિલ્મ (Lapachhapi) લપાછપીની હિન્દી રિમેક છે અને તેમાં નુસરત ભરૂચા ઉપરાંત મીતા વશિષ્ઠ, રાજેશ જૈસ, સૌરભ ગોયલ અને યાનિયા ભારદ્વાજ મહત્વની ભૂમિકામાં છે.


તાજેતરમાં જ ફિલ્મ 'છોરી'નું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ મોશન પોસ્ટરમાં ચુડેલ બતાવવામાં આવી હતી. જેણે પોતાનું માથું અને અડધો ચહેરો લાલ દુપટ્ટાથી ઢાંકી દીધો હતો. તેનો અડધો ચહેરો એકદમ ડરામણો દેખાતો હતો. ઉપરાંત, પોસ્ટરની પૃષ્ઠભૂમિમાં એક બાળકીનો અવાજ હાલરડું ગાતી સંભળાયો. 'ચોરી'નું આ પોસ્ટર હોરર ફિલ્મોના શોખીન દર્શકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top