Ola Electric સ્કૂટર્સનું ફરી શરુ થયું વેચાણ : જાણો કઈ રીતે થઇ શકશે ખરીદી!

Ola Electric સ્કૂટર્સનું ફરી શરુ થયું વેચાણ : જાણો કઈ રીતે થઇ શકશે ખરીદી!

09/15/2021 Business

SidhiKhabar

SidhiKhabar

Ola Electric સ્કૂટર્સનું ફરી શરુ થયું વેચાણ : જાણો કઈ રીતે થઇ શકશે ખરીદી!

પેટ્રોલના વધતા ભાવ વચ્ચે તારીખ ૧૫ સપ્ટેમ્બરથી ઓલા ઇલેક્ટ્રિક સ્કુટરનું વેચાણ ફરી શરુ થવા જઈ રહ્યું છે. લોકો દ્વારા સ્કૂટરની ખરીદી કરી તેના ફોટોઝ ટ્વીટર પર મુકાઈ રહ્યા છે.

૧૫ સપ્ટેમ્બરથી ફરી શરુ કરાયું વેચાણ :

Ola Electric સ્કૂટર્સ S1 અને S1 Proનું ઓનલાઈન વેચાણ 8 સપ્ટેમ્બરથી શરૂ થવાનું હતું, પરંતુ ટેક્નીકલ મુશ્કેલીના કારણે તેને એક સપ્તાહ માટે ટાળવામાં આવ્યું  હતું. પરંતુ હવે તેનું વેચાણ આજથી ફરી શરૂ થઇ ચૂક્યું છે. લોકોએ સ્કૂટરની(scooter) ખરીદી કરને ટ્વીટ પર મૂકવાનું પણ શરૂ કરી દીધું છે. Ola Electricના વેચાણ પેહલાથી જ ૫ લાખ પ્રિ-બુકિંગ થઈ ગયું છે. ૮ સપ્ટેમ્બરે પહેલી વાર સ્કૂટર્સ S1 અને S1 Pro બંનેનું વેચાણ શરૂ થયું હતું. તે દરમિયાન વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી જેના કારણે તેનું વેચાણ ૧૫ સપ્ટેમ્બર સુધી ટાળવું પડ્યું. જે આજથી ફરી શરૂ થયું.


Ola ઈલેક્ટ્રિક સ્કૂટરની માઈલેજ :

Ola ઈલેક્ટ્રિક સ્કૂટરનું S1 વેરિયન્ટ એકવાર ફૂલ ચાર્જ કરવાથી ૧૨૧ કિલોમીટરની(km) રેન્જ આપે છે. જયારે S1 Pro  સ્કૂટર સિંગલ ચાર્જ કરવા પર ૧૮૧  કિલોમીટર સુધીની રેન્જ આપશે. S1 વેરિયન્ટ ૩.૬ સેકેન્ડમાં ૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની રફતાર(speed) પકડે છે, જ્યારે S1 Pro વેરિયન્ટ ૩સેકેન્ડમાં ૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની રફતાર પકડે છે.


ઓનલાઈન સ્કૂટર ખરીદવા માટે નીચે મુજબ કરવું :

step-1  

સૌ પ્રથમ Ola ઈલેક્ટ્રિક સ્કૂટરની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જો કોઈ વ્યક્તિએ પહેલાથી જ ૪૯૯ રૂપિયા ભરીને બુકિંગ કરાવી દીધું હશે તો તેમને સ્કૂટરની રકમ ચુકવણીની પ્રક્રિયા પૂરી કરવી પડશે. વેહલા તે પહેલાના ધોરણે જેટલું જલદી પોતાનું ઈલેક્ટ્રીક સ્કૂટર બૂક કરશો ડિલિવરી એટલી જ જલદી મળી જશે. પરંતુ બીજી બાજુ, જ્યાં સુધી કંપની પાસે સ્ટોક હશે ત્યાં સુધી વેચાણ શરૂ રહેશે.


step-2

step-2

 તમારે S1 અને S1 Pro એ બે માંથી કયું સ્કૂટર ખરીદવું છે. તેના માટે ૨ વિકલ્પ આપવામાં આવ્યા હશે. જેમાંથી તમારી પસંદ મુજબ એક વિકલ્પ પસંદ કરવો. વિકલ્પ પસંદ થઇ ગયા બાદ તમારે કયા કલરનું સ્કૂટર પસંદ કરવું છે તેની કોલમ આવશે. આ કોલમમાં તમારે પોતાનો મનપસંદ કલર સિલેક્ટ કરવાનો રહેશે. જો તમે બુકિંગ દરમિયાન કોઈ કલર પસંદ કર્યો હોય અને તમે તે બદલવા માગતા હોવ તો અહીં બદલી શકો છો. 


step-3

જો તમે સ્કૂટર હપ્તા પર ખરીદવા માંગતા હોય તો તેના માટે પણ કંપની દ્વારા ફાઈનાન્સની સુવિધા કરવામાં આવી છે. કંપનીએ ડાયરેક્ટ બેંક સાથે ટાઈ-અપ કર્યું છે. જો તમે રોકડ ખરીદી કરવા માંગો છો તો તે મુજબ ડવાન્સ પેમેન્ટ 20 હજાર રૂપિયા અથવા 25 હજાર રૂપિયા આપવું પડશે બાકીનું પેમેન્ટ જયારે તમારું ઇનવોઇસ(invoice) તૈયાર થઇ જશે ત્યારે કરવાનું રહેશે.


ઓલા સ્કૂટરની કિમત :

Ola કંપનીએ જયારે સ્કૂટર બનતું હતું ત્યારેજ તેની કિંમત બહાર પડી દીધી હતી. Ola Electric સ્કૂટરના S1 વેરિયન્ટની એક્સ શોરૂમમાં કિંમત ૯૯,૯૯૯ રૂપિયા છે. Pro વેરિયન્ટની એક્સ-શોરૂમની કિંમત ૧,૨૯,૯૯૯ રૂપિયા છે.


કેટલા રૂપિયાનો હશે એક હપ્તો :

જો તમે હપ્તે સ્કૂટર લો છો તો Ola Electric તરફથી આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, S1 સ્કૂટર માટે EMI ૨,૯૯૯ રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થશે. જ્યારે S1 Pro માટે EMI  ૩,૧૯૯ રૂપિયાથી શરૂ થશે. જો તમારે ફાઈનાન્સની જરૂર હશે તો OFS તમારા ઓલા S1ને ફાઈનેન્સ કરવામાં મદદ કરવા માટે IDFC ફર્સ્ટ બેંક, HDFC અને ટાટા કેપિટલ સહિત પ્રમુખ બેંકો સાથે કરાર કર્યો છે. વ્હીકલ ઈન્શ્યોરન્સ માટે ખરીદદાર ઓલા અને ઓલા ઈલેટ્રિક્ટ એપ માટે સ્કૂટરનો વીમો  કરાવી શકે છે. કંપનીનો વીમા પાર્ટનર ICICI લોમ્બાર્ડ છે. આ ઉપરાંત એચ.ડી.એફ.સી બેંક ઓલા એપ પર લોન ભરી શકે તેવા ગ્રાહકોને મિનટોંમાં પ્રિ-અપ્રૂવ્ડ લોન આપશે. ઓલાની તરફથી નિવેદન આવ્યું છે કે, ટાટા કેપિટલ અને IDFC ફર્સ્ટ બેંક ડિજિટલ KYC પ્રોસેસ કરશે અને લાયક ગ્રાહકોને ઝડપી લોન માન્યતા પ્રાપ્ત થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top