“આપ ભી ઐસે હી હૈ...” : ઇસુદાન ગઢવીનો જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ! પાંચ વર્ષ પહેલા એવું શ

“આપ ભી ઐસે હી હૈ...” : ઇસુદાન ગઢવીનો જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ! પાંચ વર્ષ પહેલા એવું શું થયેલું?!

11/04/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

“આપ ભી ઐસે હી હૈ...” : ઇસુદાન ગઢવીનો જૂનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ! પાંચ વર્ષ પહેલા એવું શ

Gujarat Elections 2022 : રાજકારણનો અખાડો ભલભલા ખેલાડીને ધૂળ ચાટતા કરી દે, એવી તાસીર ધરાવે છે. અહીં ભલભલા દિગ્ગજોની નાનીસરખી ચૂકને પણ વિરોધી છાવણીવાળા પકડી પાડતા હોય છે. એટલું જ નહિ પણ ચૂંટણીઓમાં એનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે જ શાણા લોકો રાજકારણ બાબતે બહુ આત્યંતિક થવામાં નથી માનતા. ઇસુદાન ગઢવીને પણ રાજકારણના અખાડામાં આવ્યા પછી આ બધી બાબતોના અનુભવો થઇ રહ્યા છે. તાજેતરમાં વાઈરલ થઇ રહેલો એક જૂનો વિડીયો એની સાબિતી છે.


શું છે આખી બાબત?

શું છે આખી બાબત?

એ તો જાણીતી બાબત છે કે રાજકારણમાં આવતા પૂર્વે ઇસુદાન ગઢવી ટીવી પત્રકાર રહી ચૂક્યા છે. હરુઆમાં દૂરદર્શનના એક શો ‘યોજના’ દ્વારા ઇસુદાન ગઢવી પોતાની આગવી છાપ ઉભી કરવામાં સફળ રહેલા. એ પછી બીજી એક ન્યૂઝ ચેનલમાં જોડીને તેઓ ન્યૂઝ એન્કર તરીકેની કારકિર્દીને સુપેરે આગળ નિભાવી રહ્યા હતા. આ દરમિયાન ‘મહામંથન’ નામના એમના અત્યંત લોકપ્રિય શો દરમિયાન તેઓ રાજકારણીઓની બરાબર ઝાટકણી કાઢતા. મોટે ભાગે સરકાર સાથે જોડાયેલા નેતાઓ અને સરકારની નીતિઓ એમના ટાર્ગેટ પર રહેતી. એમાં એક વાર તેઓ દિલ્હીની આપ સરકાર વિષે પણ એવું બોલી ગયેલા, જે આજની તારીખે એમને નડી શકે છે!


ઇસુદાને કહેલું કે, “આપ” ભી ઐસે હી હૈ...

ઇસુદાને કહેલું કે, “આપ” ભી ઐસે હી હૈ...

પોતાના મહામંથન શો દરમિયાન ઇસુદાને કહેલું કે પ્રામાણિક હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટી પણ ભાજપ અને કોંગ્રેસ જેવી જ છે! પાંચેક વર્ષ અગાઉ “આપ” ભી ઐસે હી હૈ શીર્ષક સાથે રજૂ થયેલા એ પ્રોગ્રામમાં કેજરીવાલ સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો અંગેની વાત હતી. એ સમયે દિલ્હીના તત્કાલીન લેફટેનન્ટ ગવર્નર નજીબ જંગે પોતાના રિપોર્ટમાં ભ્રષ્ટાચાર મુદ્દે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકારની પોલ ખોલી હતી. એ સમયે જમીન આવન્ટન અને સરકારી ખાતામાં થયેલી ભરતી તેમજ બદલીઓ બાબતે કેજરીવાલ સરકાર સામે અનેક પ્રશ્નો ઉભા થયેલા.


હવે જ્યારે ઇસુદાને પોતે આપણી કાનથી બાંધી લીધી છે, એટલું જ નહિ પણ પાર્ટીએ એમને મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે પ્રોજેક્ટ સુધ્ધાં કરી દીધા છે, ત્યારે લોકો સોશિયલ મીડિયામાં ભ્રષ્ટાચાર મામલે કેજરીવાલ સરકારની પોલ ખોલતા પૂર્વ પત્રકાર ઇસુદાન ગઢવીના આ વિડીયોની લિંક ધડાધડ વાઈરલ કરી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top