દિલ્હી પહોંચ્યો ઓમિક્રોન? : 10 શંકાસ્પદ લોકોને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

દિલ્હી પહોંચ્યો ઓમિક્રોન? : 10 શંકાસ્પદ લોકોને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

12/03/2021 National

SidhiKhabar

SidhiKhabar

દિલ્હી પહોંચ્યો ઓમિક્રોન? : 10 શંકાસ્પદ લોકોને એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

દિલ્હીની લોક નાયક જય પ્રકાશ હોસ્પિટલ (LNJP)માં કુલ 10 લોકોને ઓમિક્રોન કોવિડ વેરિઅન્ટથી સંક્રમિત થવાની શંકામાં દાખલ કરવામાં આવ્યા છે. LNJP હોસ્પિટલને Omicronની સારવાર માટે નિયુક્ત કરવામાં આવી છે. હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ સુરેશ કુમારે જણાવ્યું હતું કે, 'અમે કુલ 10 લોકોને દાખલ કર્યા છે, જેઓને નવા કોવિડ વેરિઅન્ટ ઓમિક્રોન હોવાની શંકા છે.' તેમના જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ (Genome Sequencing Report)ની રાહ જોવાઈ રહી છે.


જીનોમ સિક્વન્સિંગ રિપોર્ટ એ આનુવંશિક પરીક્ષણના પરિણામના ઉચ્ચ-સ્તરના અવલોકનો દર્શાવે  છે. તે આનુવંશિક પરીક્ષણ પરિણામોના આધારે દર્દી વિશેના અવલોકનો રજૂ કરે છે. કુમારે જણાવ્યું હતું કે, જે નમૂનાઓની ઓળખ કરવામાં આવી છે તે જ નમૂના (શુક્રવારે) સિક્વન્સિંગ માટે મોકલવામાં આવશે.

દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને માહિતી આપી હતી કે, ગુરુવારે જીનોમ સિક્વન્સિંગ માટે આઠ સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જોકે તેના રિપોર્ટની પણ રાહ જોવાઈ રહી છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે કર્ણાટકમાં બે ઓમિક્રોન કેસ મળી આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના વડા ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, 'બંને વ્યક્તિઓ દક્ષિણ આફ્રિકાથી પ્રવાસે આવ્યા હતા. તેમના સંપર્કોની ઓળખ કરવામાં આવી છે અને તેમના પર નજર રાખવામાં આવી રહી છે.'

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, 'અત્યાર સુધી, ઓમિક્રોન સાથે જોડાયેલા તમામ કેસોમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે. દેશ અને વિદેશમાં આવા તમામ કેસોમાં કોઈ ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી.'

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે, આ સમયે કોવિડ ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે કોવિડ-19ના ઓમિક્રોન વેરિઅન્ટના હજુ સુધી કોઈ ગંભીર લક્ષણો નોંધાયા નથી. તેમણે કહ્યું કે લગભગ 29 દેશોમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 373 કેસ નોંધાયા છે.

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top