ત્રણ મહિનાથી પગાર ન મળતા પાકિસ્તાની દૂતાવાસના અકાઉન્ટ પરથી ઇમરાન ખાનની મજાક ઉડાવાઈ, ટ્વીટ વાઈરલ

ત્રણ મહિનાથી કર્મચારીઓને પગાર ન મળતા પાકિસ્તાની દૂતાવાસના અકાઉન્ટ પરથી ઇમરાન ખાનની મજાક ઉડાવાઈ, ટ્વીટ વાઈરલ

12/03/2021 World

SidhiKhabar

SidhiKhabar

ત્રણ મહિનાથી પગાર ન મળતા પાકિસ્તાની દૂતાવાસના અકાઉન્ટ પરથી ઇમરાન ખાનની મજાક ઉડાવાઈ, ટ્વીટ વાઈરલ

વર્લ્ડ ડેસ્ક: પાડોશી દેશ પાકિસ્તાન ભયંકર ગરીબી હેઠળ જીવી રહ્યો છે. ત્યાંના વડાપ્રધાન પોતે જ જાહેરમાં સ્વીકારી ચૂક્યા છે કે તેમની પાસે દેશ ચલાવવા માટે પૈસા જ નથી અને તેથી તેમણે લોન લેવી પડે છે. પાકિસ્તાનની હાલત એવી થઇ ગઈ છે કે ત્યાંની સરકાર વિદેશી દૂતાવાસમાં કામ કરતા કર્મચારીઓને છેલ્લા ત્રણ મહિનાથી તેમનો પગાર ચૂકવ્યો નથી. 

પાકિસ્તાનની ઇમરાન ખાન સરકારે તેમના કર્મચારીઓને એટલી હદે કંગાળ કરી મૂક્યા છે કે આખરે આ વિદેશી દૂતાવાસના કર્મચારીઓએ તેમની વ્યથા ઠાલવવા માટે ટ્વીટરનો સહારો લેવો પડ્યો હતો. આજે સવારથી જ આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ રહ્યો છે. 


આ વિડીયો સર્બિયામાં પાકિસ્તાની દૂતાવાસના અધિકારીક ટ્વીટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે સરકારના અધિકારીક અકાઉન્ટ તેમજ દૂતાવાસના અકાઉન્ટ પરથી જે-તે સંસ્થાને લગતા જ ટ્વીટ કરવામાં આવે છે, પરંતુ સર્બિયાના પાકિસ્તાની દૂતાવાસના હેન્ડલ પરથી આજે એવું ટ્વીટ કરવામાં આવ્યું જેનાથી પાકિસ્તાન જગત આખામાં હાંસીપાત્ર બન્યું હતું. 

સર્બિયાની પાકિસ્તાન એમ્બેસીએ એક વિડીયો પોસ્ટ કર્યો છે અને સાથે ઇમરાન ખાનને ટેગ કરીને લખ્યું છે કે, મોંઘવારી તમામ રેકોર્ડ તોડી રહી છે ત્યારે તમે શું ચાહો છો કે અમે ચુપ રહીને ત્રણ મહિનાથી એક પણ રૂપિયો ન મળવા છતાં કામ કરતા રહીએ અને અમારા બાળકોને ફી ન ભરવાના કારણે શાળામાંથી કાઢી મૂકવામાં આવે? છેલ્લે પ્રશ્ન કરવામાં આવ્યો છે કે, શું આ જ નવું પાકિસ્તાન છે?’

આ ટ્વીટની નીચે અન્ય એક ટ્વીટમાં ઇમરાન ખાનને ટેગ કરીને લખવામાં આવ્યું છે કે, મને માફ કરશો, પરંતુ મારી પાસે આના સિવાય હવે કોઈ વિકલ્પ ન હતો.’ જેથી તે પણ સ્પષ્ટ છે કે આ અકાઉન્ટ હેક થયું ન હતું પરંતુ દૂતાવાસના હેન્ડલ સંભાળતા અધિકારીઓમાંથી જ કોઈએ ટ્વીટ કર્યું છે. 

આ સાથે ટ્વીટમાં એક 0:56 મિનીટનો વિડીયો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની મજાક ઉડાવવામાં આવી છે. ઇમરાન ખાનના પ્રજાને આશ્વાસન આપતા શબ્દો ‘આપને ગભરાના નહીં હૈ’ ને લઈને આ વિડીયોમાં મજાક ઉડાવવામાં આવી છે. જે સાદ અલ્વી નામના કલાકાર દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે. નોંધવું જોઈએ કે, ઇમરાન ખાન તેમના ‘આપને ગભરાના નહીં હૈ’ ડાયલોગના કારણે  સોશિયલ મીડિયા ઉપર ઘણીવાર ચર્ચામાં રહે છે અને તેની ઉપર મિમ પણ બન્યા છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top