Video: 'ભીખ પર ટકી રહેનાર નિષ્ફળ રાષ્ટ્ર..', પાકિસ્તાને ફરી કાશ્મીરનું ભૂત ધૂણાવ્યું તો ભારતે ઇ

Video: 'ભીખ પર ટકી રહેનાર નિષ્ફળ રાષ્ટ્ર..', પાકિસ્તાને ફરી કાશ્મીરનું ભૂત ધૂણાવ્યું તો ભારતે ઇન્ટરનેશનલ બેઇજ્જતી કરી નાખી

02/27/2025 World

SidhiKhabar

SidhiKhabar

Video: 'ભીખ પર ટકી રહેનાર નિષ્ફળ રાષ્ટ્ર..', પાકિસ્તાને ફરી કાશ્મીરનું ભૂત ધૂણાવ્યું તો ભારતે ઇ

સ્વિટ્ઝર્લૅન્ડના જીનિવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC) ની બેઠકમાં ભારતે પાકિસ્તાનને કડક શબ્દોમાં ધોઇ નાખ્યું છે. પાકિસ્તાન દ્વારા ફરી એકવાર કાશ્મીર મુદ્દો ઉઠાવવા પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 58મા સત્રની સાતમી બેઠકમાં ભારતના પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ જણાવ્યું હતું કે ભારત, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા પાયાવિહોણા અને દુર્ભાવનાપૂર્ણ સંદર્ભોનો જવાબ આપવાના પોતાના અધિકારનો ઉપયોગ કરી રહ્યું છે. એ જોવું દુઃખદ છે કે પાકિસ્તાનના કહેવાતા નેતાઓ અને પ્રતિનિધિઓ કાશ્મીર વિશે મોટા પાયે જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય નિયમોની મજાક ઉડાવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હંમેશાં ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહેશે.


જમ્મુ અને કાશ્મીરમાં પ્રગતિ થઈ

જમ્મુ અને કાશ્મીરમાં પ્રગતિ થઈ

ભારતના પ્રતિનિધિ ક્ષિતિજ ત્યાગીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં જમ્મુ અને કાશ્મીરમાં થયેલી અભૂતપૂર્વ રાજકીય, સામાજિક અને આર્થિક પ્રગતિ પોતે જ ઘણું બધું કહી જાય છે. આ સફળતાઓ દાયકાઓથી પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદથી પ્રભાવિત પ્રદેશમાં પરિસ્થિતિને સામાન્ય બનાવવાની સરકારની પ્રતિબદ્ધતામાં લોકોના વિશ્વાસનો પુરાવો છે. ભારતીય પ્રતિનિધિએ કહ્યું કે એક દેશ (પાકિસ્તાન) જે માનવાધિકાર ઉલ્લંઘન, લઘુમતીઓ પર અત્યાચાર અને લોકશાહી મૂલ્યોની અધોગતિ કરે છે અને જે ખુલ્લેઆમ UN દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓને આશ્રય આપે છે, તે કોઈને પણ ઉપદેશ આપવાની સ્થિતિમાં નથી. તેની નિવેદનબાજીમાં દંભ અને શાસનમાં અસમર્થતાની ગંધ આવે છે. ભારત પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, પાકિસ્તાને પોતાના લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.


'પાકિસ્તાને શીખવાની જરૂર

'પાકિસ્તાને શીખવાની જરૂર

ક્ષિતિજ ત્યાગીએ કહ્યું કે દુર્ભાગ્યપૂર્ણ છે કે આ પરિષદનો સમય એક નિષ્ફળ રાષ્ટ્ર દ્વારા બગાડવામાં આવી રહ્યો છે જે પોતે અસ્થિરતા સાથે સંઘર્ષ કરી રહ્યો છે. જ્યારે, ભારતનું ધ્યાન લોકશાહી, વિકાસ અને તેના લોકો માટે આદર સુનિશ્ચિત કરવા પર છે. આ એવા મૂલ્યો છે જેમાંથી પાકિસ્તાને કંઈક શીખવું જોઈએ. ભારતીય અધિકારી ક્ષિતિજ ત્યાગીએ કહ્યું, 'એ જોઈને દુઃખ થાય છે કે પાકિસ્તાનના નેતાઓ અને પ્રતિનિધિઓ તેમના લશ્કરી-આતંકવાદી સંકુલ દ્વારા પોષાયેલા જુઠ્ઠાણા ફેલાવવાનું ચાલુ રાખે છે.

પાકિસ્તાન OIC ની મજાક ઉડાવી રહ્યું છે. તે તેનો દુરુપયોગ પોતાના મુખપત્ર તરીકે કરી રહ્યું છે. દુર્ભાગ્યપૂર્ણ છે કે આ પરિષદનો સમય એક નિષ્ફળ રાષ્ટ્ર દ્વારા બગાડવામાં આવી રહ્યો છે જે અસ્થિરતા પર જીવે છે અને આંતરરાષ્ટ્રીય ભીખ પર જીવીત રહે છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન સરકારના પ્રતિનિધિ, આઝમ નઝીર તરારે કહ્યું હતું કે કાશ્મીરમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, જે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top