પાકિસ્તાને બડાઈ મારવા જતાં વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકા સાથે કરી મજાક, સોશિયલ મીડિયાએ ખોલ

પાકિસ્તાને બડાઈ મારવા જતાં વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકા સાથે કરી મજાક, સોશિયલ મીડિયાએ ખોલી પોલ, જુઓ

12/02/2025 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાને બડાઈ મારવા જતાં વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકા સાથે કરી મજાક, સોશિયલ મીડિયાએ ખોલ

હાલમાં જ 'દિતવાહ' વાવાઝોડાથી પ્રભાવિત થતાં ઘણાં દેશો શ્રીલંકાની મદદે આવ્યા છે. એક જાણીતી કહેવત છે કે, 'દુશ્મન ભલે હજાર મળે, પણ દોસ્ત કંગાળ ન મળે'. આજે શ્રીલંકાની સરકાર અને ત્યાંના પૂર પીડિતો પાકિસ્તાન માટે આ કહેવત ચોક્કસપણે બોલી રહ્યા હશે. 'દિતવાહ' વાવાઝોડાથી બેહાલ બનેલા શ્રીલંકાને પાકિસ્તાને મદદના નામે એક્સપાયર થયેલી રાહત સામગ્રી મોકલતા આખી દુનિયામાં તેની બદનામી થઈ રહી છે.


બડાઈ થોડા કલાકો પણ ન ટકી

બડાઈ થોડા કલાકો પણ ન ટકી

વાવાઝોડાથી બેહાલ થયેલા શ્રીલંકામાં ભારતની રાહત અને બચાવ કાર્યની વાહવાહી જોઈને, પાકિસ્તાન પણ મદદ લઈને સામે આવ્યું હતું. શહબાઝ શરીફ સરકારે તાત્કાલિક ધોરણે શ્રીલંકા માટે ફૂડ પેકેટ્સ  રવાના કર્યા હતા. અને આ 'મહાન' કાર્યના ફોટા શ્રીલંકામાં આવેલા પાકિસ્તાની દૂતાવાસે પોતાના 'X' (ટ્વિટર) પર શેર પણ કર્યા હતા. પરંતુ, તેમની આ બડાઈ થોડા કલાકો પણ ન ટકી. જ્યારે સોશિયલ મીડિયા પર લોકોએ ફૂડ પેકેટના ફોટાને ઝૂમ કરીને જોયું, તો તેના પર એક્સપાયરી ડેટ 2024ની લખેલી હતી. આ મામલો સામે આવતા જ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડી ગયા હતા.


પહેલીવાર નથી કરી આ હરકત

પહેલીવાર નથી કરી આ હરકત

જો કે આવી શરમજનક હરકત પાકિસ્તાને પહેલીવાર નથી કરી. 2023માં પણ તૂર્કિયેમાં આવેલા ભયંકર ભૂકંપ બાદ ભારતે 'ઓપરેશન દોસ્ત હેઠળ મોટા પાયે મદદ મોકલી હતી. ભારતની વાહવાહી થતી જોઈને પાકિસ્તાન પણ પાછળ રહેવા માંગતું ન હતું. ખુદ વડાપ્રધાન શહબાઝ શરીફ રાહત સામગ્રી લઈને પહોંચી ગયા. પણ આ એ જ રાહત સામગ્રી હતી જે તૂર્કિયેએ થોડા સમય પહેલાં પાકિસ્તાનમાં આવેલા પૂર વખતે પાકિસ્તાનને મોકલી હતી. મતલબ કે, પાકિસ્તાને તૂર્કિયેનો જ માલ, તૂર્કિયેને જ શરમ વગર પકડાવી દીધો


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top