પાણીની બોટલનો ભાવ 3000 રૂપિયા,7500 રૂ.માં એક પ્લેટ પુલાવ: કાબુલ એરપોર્ટ પર ભૂખ-તરસથી બેહાલ લોકો

પાણીની બોટલનો ભાવ 3000 રૂપિયા, 7500 રૂ.માં એક પ્લેટ પુલાવ : કાબુલ એરપોર્ટ પર ભૂખ-તરસથી બેહાલ લોકો

08/26/2021 World

SidhiKhabar

SidhiKhabar

પાણીની બોટલનો ભાવ 3000 રૂપિયા,7500 રૂ.માં એક પ્લેટ પુલાવ: કાબુલ એરપોર્ટ પર ભૂખ-તરસથી બેહાલ લોકો

કાબુલ: અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનના (Taliban) કબજા બાદ દેશ ફરી પચાસ વર્ષો પાછળ જતો રહ્યો છે. પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે અને એટલી ભયાનક બની ગઈ છે કે લોકો કોઈ પણ સામાન લીધા વગર દેશ છોડીને ભાગી રહ્યા છે. જેના કારણે એરપોર્ટ ઉપર અફરાતફરી મચી ગઈ છે. એરપોર્ટ પરથી ઉડાન ભરતા યુએસ એરફોર્સના વિમાનની આગળ ચાલતી ભીડ તેમજ હવામાંથી નીચે પડતા લોકોના વિડીયો અને તસવીરો થોડા દિવસો પહેલા દુનિયાભરમાં વાઈરલ થયા હતા.

કાબુલ એરપોર્ટ પર પહોંચતા લોકો માટે ભયાનક પરિસ્થિતિ ઉભી થઈ છે. મોંઘા ભોજન અને પાણીના કારણે લોકોને અહીં ભૂખ્યા અને તરસ્યા રહેવાની ફરજ પડી રહી છે. એક રિપોર્ટ અનુસાર, કાબુલ એરપોર્ટ પર પાણીની બોટલ 40 ડોલર એટલે કે 3000 રૂપિયામાં મળી રહી છે. જ્યારે ચોખાની પ્લેટ માટે 100 ડોલર એટલે કે લગભગ 7500 રૂપિયા ખર્ચવા પડે છે. એટલું જ નહીં, એરપોર્ટ પર પાણી કે ભોજન ખરીદવા માટે અફઘાનિસ્તાનનું ચલન સ્વીકારવામાં આવી રહ્યું નથી, ચુકવણી માત્ર ડોલરમાં સ્વીકારવામાં આવે છે. આવી સ્થિતિમાં અફઘાન નાગરિકો મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે.

આટલી મોંઘવારીને કારણે લોકો ભૂખ્યા-તરસ્યા રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તેમાં પણ બાળકો સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાં પડી ગયા છે, કેટલાક ભૂખ-તરસને કારણે બેભાન થયા હોવાના કિસ્સા પણ બન્યા હતા.

રિપોર્ટ્સ અનુસાર, તાલિબાન તેમની મદદ કરવાના બદલે તેમની સાથે મારપીટ કરી રહ્યું છે. જોકે, નાટો સૈન્ય અને અમેરિકી સેનાના સૈનિકો, જેઓ કાબુલ એરપોર્ટની સુરક્ષા કરી રહ્યા છે, જેઓ એરપોર્ટ પર રહેતા લોકોને ભોજન અને પાણી ઉપલબ્ધ કરાવી રહ્યા છે. પરંતુ એરપોર્ટ ઉપર લોકોની સંખ્યા જ એટલી છે કે તમામ લોકો સુધી પહોંચી શકવા તેઓ સક્ષમ નથી.

મીડિયા અહેવાલો અનુસાર, 50 હજારથી વધુ લોકો હજુ પણ કાબુલ એરપોર્ટની બહાર રાહ જોઈ રહ્યા છે. આ કારણે અહીં એટલો ભયંકર જામ છે કે એરપોર્ટ સુધી પહોંચવું અશક્ય છે.

કાબુલ એરપોર્ટના રનવે પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે જે કોઈપણ રીતે અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા માંગે છે. એરપોર્ટની પરિસ્થિતિ વધુ ખરાબ છે જ્યાં હજારો લોકો અંદર જવા માટે રાહ જોઈ રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે આ વિશાળ ભીડમાં કોરોના વાયરસ સંક્રમણનો કોઈને ડર રહ્યો નથી, બધાને ડર માત્ર તાલિબાનનો છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top