15 જાન્યુઆરી 2022 રાશિભવિષ્ય : આ ચાર રાશિના લોકોને પરિવાર તરફથી સહયોગ મળશે, જાણો શું છે અન્ય ર

15 જાન્યુઆરી 2022 રાશિભવિષ્ય : આ ચાર રાશિના લોકોને પરિવાર તરફથી સહયોગ મળશે, જાણો શું છે અન્ય રાશિઓની સ્થિતિ

01/15/2022 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

15 જાન્યુઆરી 2022 રાશિભવિષ્ય :  આ ચાર રાશિના લોકોને પરિવાર તરફથી સહયોગ મળશે, જાણો શું છે અન્ય ર

વિક્રમ સંવત 2078 પંચાંગ અનુસાર આજે 15મી જાન્યુઆરી 2022  શનિવારે પોષ માસના શુક્લ પક્ષની તેરસની તિથિ છે. આજના દિવસે હનુમાનજી અને શનિ ભગવાનની પૂજા કરવામાં આવે છે. આજના દિવસે શનિ ચાલીસા અને હનુમાન ચાલીસ વાંચવાથી વિશેષ લાભ થાય છે. આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, આવો જાણીએ તમામ રાશિઓનું રાશિભવિષ્ય.


15 જાન્યુઆરી 2022 રાશિભવિષ્ય

15 જાન્યુઆરી 2022 રાશિભવિષ્ય

મેષ રાશિ (અ, લ, ઈ)
તમારા કરેલા પ્રયાસ ફળદાયી રહેશે. બીજાનો સહયોગ લેવામાં તમને સફળતા મળશે. પિતા અથવા સંબંધિત અધિકારીનો સહયોગ મળશે. રચનાત્મક પ્રયત્નો ફળ આપશે.

વૃષભ રાશિ (બ, વ, ઉ)
અજ્ઞાત ભયથી પીડાઈ શકો છો. મન પર નિયંત્રણ રાખો. પિતા કે ધર્મગુરુનો સહયોગ મળશે. ચાલુ કામમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે ઉદાસીન ન રહો.

મિથુન રાશિ (ક, છ, ઘ)
મન પરેશાન થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે ઉદાસીન ન રહો. સહ કર્મચારી, ભાઈ કે બહેન સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. કરેલા પ્રયાસ ફળદાયી રહેશે.

કર્ક રાશિ (ડ, હ)
નાણાકીય ક્ષેત્રે સફળતા મળશે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. સંતાન કે ભણતર અંગે ચિંતા રહેશે. બુદ્ધિથી કરેલાં કાર્યો પૂરાં થશે.


સિંહ રાશિ (મ, ટ)
તમને કોઈ ઉચ્ચ અધિકારીનો સહયોગ મળી શકે છે. વિવાહિત જીવન સુખમય રહેશે. વિરોધીઓથી સાવધ રહો. કોઈ કાર્ય પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ વધશે.

કન્યા રાશિ (પ, ઠ, ણ)
અંગત સુખમાં વિઘ્ન આવશે. તમને તમારા પિતા અથવા ઉચ્ચ અધિકારીનો સહયોગ મળશે. સાસરિયા પક્ષ તરફથી તણાવ આવી શકે છે. જીવનસાથીનો સહયોગ મળશે.

તુલા રાશિ (ર, ત)
આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વ્યવસાયિક બાબતોમાં પ્રગતિ થશે. સર્જનાત્મક કાર્યમાં તમને સફળતા મળશે. કરેલા પ્રયત્નો સાર્થક થશે. નવા સંબંધો બનશે.
 
વૃશ્ચિક રાશિ (ન, ય)
વાહન ચલાવતી વખતે સાવચેત રહો. કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની સંભાવના છે. આર્થિક તણાવ પણ રહેશે. જીવનસાથીનો સહયોગ મળશે.


ધન રાશિ (ભ, ધ, ફ, ઢ)
સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવાની જરૂર છે. ભાઈ-બહેનનો સહયોગ મળશે. સંબંધોમાં મધુરતા રહેશે. પારિવારિક જીવન સુખમય રહેશે. નવા સંબંધો બનશે.

મકર રાશિ (ખ, જ)
સાસરિયા પક્ષ તરફથી તણાવ આવી શકે છે. ધીરજ રાખો. બુદ્ધિથી કરેલાં કાર્યો પૂરાં થશે. પારિવારિક જીવન સુખમય રહેશે. આર્થિક બાજુ મજબૂત રહેશે.

કુંભ રાશિ (ગ, સ, શ, ષ)
નાણાકીય બાબતોમાં જોખમ ન લેવું. બુદ્ધિથી કરેલું કામ પૂરું થશે. કરેલા પ્રયત્નો સાર્થક થશે. આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે.

મીન રાશિ (દ, ચ, થ, ઝ)
કરેલા પ્રયત્નો સાર્થક થશે. સંતાન કે ભણતર અંગે ચિંતા રહેશે. આર્થિક તણાવ વધશે. બિનજરૂરી ગૂંચવણો ઉભી થઇ શકે છે. ધીરજથી કામ લેવું ફાયદાકારક રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top