Gujarat Election 2022: પાટીદારોના ગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો, લોકોમાં જોવ

Gujarat Election 2022 : પાટીદારોના ગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો, લોકોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ

11/27/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat Election 2022: પાટીદારોના ગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો, લોકોમાં જોવ

ગુજરાત ડેસ્ક : ગુજરાતમાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. જેમ જેમ મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારો તેજ થઈ રહ્યાં છે. ગુજરાત સત્તા બરકરાર રાખવા માટે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પ્રચારની કમાન સંભાળી છે. આ દરમિયાન PM મોદી પાટીદારોના ગઢ સુરતમાં આવ્યા છે.


મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીના સ્વાગત માટે જોવા મળ્યા

મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીના સ્વાગત માટે જોવા મળ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચારને લઈ આજે સુરત આવ્યાં છે. ત્યારે પ્રધાનમંત્રીને આવકારવા રસ્તાઓ મોદી સમર્થકોથી ઉમટી પડ્યા છે. પ્રધાનમંત્રી એરપોર્ટથી અબ્રામા ગોપીન ગામ ખાતેની સભા સ્થળ સુધી એમના જે 30 km લાંબો રૂટ પર બાય રોડ જવાના છે. જેને લઇ પ્રધાનમંત્રીનો જે રૂટ છે. તે રોડ પર રસ્તાની બંને બાજુ મોદી સમર્થકોની ભારે જોવા મળી રહી છે. ત્યારે પ્રધાનમંત્રીના સમગ્ર રૂટ પર રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો પ્રધાનમંત્રીના સ્વાગત માટે જોવા મળ્યા છે. પ્રધાનમંત્રીની એક ઝલક જોવા હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર જોવા મળ્યા છે. પ્રધાનમંત્રીના રસ્તાનો રૂટ મોદી મોદીના નારાથી ગુંજી ઉઠ્યો છે.


ભાજપના ગઢ વરાછા-કામરેજમાં ગાબડું પાડ્યું હતું

ભાજપના ગઢ વરાછા-કામરેજમાં ગાબડું પાડ્યું હતું

તમને જણાવી દઈએ કે કોરોનાના પ્રથમ વેવ બાદ વર્ષ 2021માં થયેલી સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એક મોટી શકિત બનીને બહાર આવી. આ ચૂંટણીમાં આપે વરાછા રોડ અને કામરેજ વિધાનસભાના બધાં જ વોર્ડમાં ભાજપના સુપડા સાફ કરી નાખ્યા હતા. વરાછા રોડમાં વોર્ડનંબર 3(વરાછા-સરથાણા),વોર્ડનંબર 4(કાપોદ્રા) અને વોર્ડનંબર 5(ફુલપાડા) સામેલ છે. આ જ કારણ છે કે સુરતની મહત્વની બેઠકો પર મતદારો તેમજ પાટીદારોને રીઝવવા અને પોતાના પક્ષમાં લેવા માટે PM મોદી પોતે મેદાનમાં આવ્યા છે.


સામાન્ય વર્ગ માટે 10 ટકા અનામત આપવાનુ કામ સરકારે કર્યુ: પીએમ મોદી

સામાન્ય વર્ગ માટે 10 ટકા અનામત આપવાનુ કામ સરકારે કર્યુ: પીએમ મોદી

વડાપ્રધાને કહ્યુ આપણે શાંતિ, એક્તા, સદ્દભાવને વળગેલા છીએ, આપણે સહુનો સાથ, સૌના વિકાસના મંત્રને વરેલા છીએ અને તેથી જ સમાજમાં આંતરિક સંઘર્ષ ન થાય, ઝઘડા ન થાય ભેદભાવ ન થાય, સહુને સાથે રાખીને ચલાય. લાંબા સમયથી એક માગ હતી કે જે સામાન્ય વર્ગના લોકો છે તેમા પણ ગરીબો છે, એ ગરીબોનુ કોણ જુએ? મારે ગરીબીની ચોપડી નથી વાંચવાની, મે ગરીબી જોયેલી છે. એના કારણે સામાન્ય વર્ગ માટે 10 ટકા અનામત આપવાનુ કામ પણ સરકારે કરી દીધુ. હવે સામાન્ય વર્ગના લોકો પણ 10 ટકા રિઝર્વેશન આપવામાં આવ્યુ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top