આ વર્ષે સ્વતંત્રતા દિવસે પીએમ મોદીની અનોખી પહેલ : લોકોને કરી આ અપીલ

આ વર્ષે સ્વતંત્રતા દિવસે પીએમ મોદીની અનોખી પહેલ : લોકોને કરી આ અપીલ

07/25/2021 National

SidhiKhabar

SidhiKhabar

આ વર્ષે સ્વતંત્રતા દિવસે પીએમ મોદીની અનોખી પહેલ : લોકોને કરી આ અપીલ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) આજે પોતાના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના (Man Ki Baat) 79 મા સંસ્કરણ દરમિયાન દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ (PM Modi) કહ્યું કે સરકારે 75મા સ્વાતંત્ર્ય દિન પર વધુમાં વધુ લોકોને રાષ્ટ્રગીત ગાવા માટે એક પહેલ શરૂ કરી છે અને નાગરિકોને આ પહેલ સાથે જોડાવા અપીલ કરી છે. તેમણે કાર્યક્રમમાં કહ્યું, ‘આપણા માટે સૌભાગ્યની વાત છે કે આ વર્ષે દેશ આઝાદીના 75 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે.’

વડાપ્રધાને મન કી બાત દરમિયાન કહ્યું કે, 'સ્વતંત્રતાનાં ૭૫ વર્ષ મનાવવા માટે ૧૨ માર્ચના રોજ બાપુના સાબરમતી આશ્રમથી ‘અમૃત મહોત્સવ’ની શરૂઆત થઈ હતી. ત્યારથી જમ્મુ-કાશ્મીરથી લઈને પુડુચેરી સુધી, ગુજરાતથી લઈને પૂર્વોત્તર સુધી, દેશભરમાં ‘અમૃત મહોત્સવ’ સબંધિત કાર્યક્રમો ચાલી રહ્યા છે. અનેક એવી ઘટનાઓ, આવા સ્વતંત્રતા સૈનિકો, જેમનું યોગદાન તો ઘણું મોટું છે, પરંતુ તેટલી ચર્ચા નથી થઈ શકી, આજે લોકો તેમના વિશે પણ જાણી શકે છે. હવે, જેમ કે, મોઇરાંગ ડેનું જ ઉદાહરણ લો. મણિપુરનું નાનકડું ગામ મોઇરાંગ, ક્યારેક નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજ એટલે કે આઈએનએનું એક પ્રમુખ ઠેકાણું હતું.  અહીં, સ્વતંત્રતાના પહેલાં જ, આઈએનએના કર્નલ શૌકત મલિકજીએ ઝંડો લહેરાવ્યો હતો.'

પીએમ મોદીએ ઉમેર્યું, '‘અમૃત મહોત્સવ’ (Amrut Mahotsav) દરમિયાન ૧૪ એપ્રિલે તે મોઇરાંગમાં એક વાર ફરી તિરંગો લહેરાવવામાં આવ્યો. એવા કેટલાય સ્વાધીનતા સેનાની અને મહાપુરુષ છે જેમને ‘અમૃત મહોત્સવ’માં દેશ યાદ કરી રહ્યો છે. સરકાર અને સામાજિક સંગઠનો તરફથી પણ સતત તેની સાથે જોડાયેલા કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યા છે. આવું જ એક આયોજન આ વખતે ૧૫ ઑગસ્ટે થવા જઈ રહ્યું છે, તે એક પ્રયાસ છે- રાષ્ટ્રગાન સાથે જોડાયેલો.'

પીએમએ કહ્યું, 'સાંસ્કૃતિક મંત્રાલયનો પ્રયત્ન છે કે આ દિવસે વધુમાં વધુ ભારતવાસીઓ મળીને રાષ્ટ્રગાન ગાય, તેના માટે એક વેબસાઇટ પણ બનાવવામાં આવી છે- રાષ્ટ્રગાન ડૉટ ઇન. આ વેબસાઇટની મદદથી તમે રાષ્ટ્રગાન ગાઈને તેને રેકૉર્ડ કરી શકશો, આ અભિયાન સાથે જોડાઈ શકશો. મને આશા છે, તમે આ અનોખી પહેલ સાથે જરૂર જોડાશો. આ રીતે ઘણાં બધાં અભિયાન, ઘણા બધા પ્રયાસ તમને આવનારા દિવસોમાં જોવા મળશે.’ વડાપ્રધાને કહ્યું કે, ‘અમૃત મહોત્સવ’ કોઈ સરકારનો કાર્યક્રમ નથી, કોઈ રાજકીય પક્ષનો કાર્યક્રમ નથી, તે કોટિ-કોટિ ભારતવાસીઓનો કાર્યક્રમ છે.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top