Gujarat Election 2022 : જાણો શું હતું સુરત આવવા પાછળ PM મોદીનું રિયલ મિશન? ભવ્ય રોડ-શો અને જાહે

Gujarat Election 2022 : જાણો શું હતું સુરત આવવા પાછળ PM મોદીનું રિયલ મિશન? ભવ્ય રોડ-શો અને જાહેરસભા પૂર્ણ થયા બાદ કર્યું આ કામ

11/28/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

Gujarat Election 2022 : જાણો શું હતું સુરત આવવા પાછળ PM મોદીનું રિયલ મિશન? ભવ્ય રોડ-શો અને જાહે

ગુજરાત ડેસ્ક : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના જ દિવસો બાકી છે. દેશના વડાપ્રધાન પોતે પાટીદારોના મતો માટે મેદાનમાં ઉતર્યા છે. તે માટે તેમણે ગઈકાલે સુરતમાં ભવ્ય રોડ-શો અને જાહેરસભા યોજી હતી. પરંતુ આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ PM મોદીનું અસલી મિશન શરૂ થયું હતું.


આગેવાનો સાથે બેઠક કરી હોવાનું સામે આવ્યું

આગેવાનો સાથે બેઠક કરી હોવાનું સામે આવ્યું

ગઈકાલે સુરતમાં ભવ્ય રોડ-શો અને જાહેરસભા પૂર્ણ થયા બાદ તેમણે રાત્રે સ્થાનિક પાટીદાર આગેવાનો અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરી હતી. આ સાથે જ આજે પણ વહેલી સવારે ફરી એકવાર અનેક આગેવાનો સાથે બેઠક કરી હોવાનું સામે આવ્યું છે. તો વળી હજી એકવાર ભાવનગર જતાં પહેલા પણ PM મોદી આગેવાનો સાથે બેઠક કરી શકે છે.


મોદીએ એડીચોટીનું જોર લગાવ્યું

મોદીએ એડીચોટીનું જોર લગાવ્યું

પાટીદારોનાં ગઢ સુરતમાં પ્રધાનમંત્રી મોદીએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ગઈકાલે સુરતમાં જંગી જાહેરસભા અને રોડ-શો કર્યો હતો. જેમાં PM મોદીને જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ થઇ હતી. આ ભારે ઉમટ્યા બાદ રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. પરંતુ આ મેગા રોડ-શૉ અને સભા બાદ PM મોદીનું રિયલ મિશન શરૂ થયું છે. વિગતો મુજબ પાટીદારોને મનાવવા PM મોદીની પાટીદારોના આગેવાનો અને ઉદ્યોગકારો સાથે મિટિંગ યોજાઈ હતી.  


ગઇકાલે રાત્રે અને આજે સવારે પણ યોજાઇ બેઠક

ગઇકાલે રાત્રે અને આજે સવારે પણ યોજાઇ બેઠક

સુરતને પાટીદારોનું ગઢ માનવામાં આવે છે. ચૂંટણી પહેલા પાટીદારોને મનાવવા ખુદ વડાપ્રધાને કવાયત શરૂ કરી છે. જેના ભાગરૂપે ગઇકાલે સુરતમાં જંગી રોડ-શો અને સભા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત સર્કિટ હાઉસમાં પહોંચ્યા હતા. જ્યાં મોડી રાત્રે પાટીદાર આગેવાનો અને ઉદ્યોગકારો સાથે બેઠક કરી હતી. આ તરફ ગઇકાલે રાત્રે બેઠક બાદ પણ આજે સવારે એક બેઠક કરી હતી. મળતી માહિતી મુજબ આજે સવારે ભાવનગર જતાં પહેલા પણ PM મોદી અને આગેવાનો વચ્ચે બેઠક યોજાઇ હોવાની ચર્ચા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top