પોલીસે બાતમીના આધારે જુગારના અડ્ડા પર રેઇડ કરી, ભાજપના ઉપપ્રમુખ જ જુગારધામના માલિક નીકળ્યા!

પોલીસે બાતમીના આધારે જુગારના અડ્ડા પર રેઇડ કરી, ભાજપના ઉપપ્રમુખ જ જુગારધામના માલિક નીકળ્યા!

03/03/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

પોલીસે બાતમીના આધારે જુગારના અડ્ડા પર રેઇડ કરી, ભાજપના ઉપપ્રમુખ જ જુગારધામના માલિક નીકળ્યા!

ગુજરાત ડેસ્ક : આણંદના આંકલાવમાં બધા પ્રકારની સુવિધાઓથી સજ્જ જુગારખાનું ઝડપાયું છે. જેમાં શહેરના ભાજપ ઉપપ્રમુખ પણ રંગેહાથ ઝડપાયા છે. નેતા દ્વારા રાજકીય વગનો દુરુપયોગ કરી રહેણાંક મકાનમાં જુગાર રમાડવામાં આવતો હતો.


આણંદ જિલ્લાના આંક્લાવમાં જુગારધામ ચલાવતા ભાજપના શહેર ઉપપ્રમુખને પોલીસે ઝડપી પડ્યા છે. આંકલાવમાં શહેર ભાજપ પ્રમુખ જુગારધામ ચલાવે છે તેવી પોલીસને બાતમી મળી હતી, જેના આધારે સ્થાનિક પોલીસે રેડ પડી હતી. જેમાં ભાજપ પ્રમુખ જગદીશ ઠાકોર જ પકડાયા હતા. પોલીસે રેડ પડી તે દરમિયાન ઘણા લોકો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા.


તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ખુદ ભાજપ પ્રમુખ જ પોતાનાં રાજકીય વગનો દુરુપયોગ કરીને રહેણાંક મકાનમાં જુગારખાનું ચલાવતા હતા. જે મકાનમાં જુગારખાનું ચાલતું હતું તે હાઈપ્રોફાઈલ જુગારખાના જેવું હતું. તે મકાન તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ હતું. પોલીસે ભાજપ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત દસ જુગારીઓને ઝડપી પડ્યા હતા. પોલીસે દસ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. 

પોલીસે ઝડપાયેલા તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મોબાઈલનો સમાન લેવા ગયેલો યુવક રહસ્યમય સંજોગોમાં ગુમ

આણંદ શહેર પાસેના મોગરી ગમે રહેતો 23 વર્ષીય યુવક મોબાઈલ રીપેરીંગનો સમાન લેવા માટે ગત રવિવારે અમદાવાદ ગયો હતો. દરમિયાન બપોરે બાર વાગ્યા બાદ તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. રવિવારથી આજ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી.


મોગરીના નાની ભાગોળ ખાતે મોબાઈલ-લેપટોપ રીપેરીંગનો વ્યવસાય કરતો યુવક તેના માતા-પિતાનું એકનું એક સંતાન છે. ગત રવિવાર, 27મી ફેબ્રુઆરીના રોજ યુવક મોબાઈલ રીપેરીંગનો સામાન લેવા માટે અમદાવાદ ગયો હતો.


ચિંતાતુર પરિવારે તેના મિત્રોનો સંપર્ક કર્યો હતો

દરમિયાન, બપોરે બે વાગ્યાની આસપાસ તેના પિતા વિક્રમભાઈએ ફોન કરતાં તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. અવાર-નવાર તેના મોબાઈલ પર સંપર્ક કરતાં તેનો ફોન સ્વીચ ઓફ આવતાં ચિંતાતુર પરિવારે તેના મિત્રોનો સંપર્ક કર્યો હતો. મિત્ર-સગા-સબંધી અને પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરિવારજનો અને સગાસંબંધી દ્વારા તેની તપાસ કર્યા બાદ આણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કાલુપુર રેલ્વે સ્ટેશન પરના CCTV કેમેરાના ફૂટેજમાં જોતા તેનું છેલ્લું લોકેશન રેલ્વે સ્ટેશન તરફ જતો હોવાનું જણાયું હતું.


પોલીસની ધીમી કાર્યવાહીથી પરિવાર પરેશાન

આણંદ પોલીસની ધીમી કાર્યવાહીથી પરિવાર ચિંતિત બન્યો છે. યુવક ગુમ થયાની ફરિયાદ નોંધવા પરિવારજનો જ્યારે વિદ્યાનગર પોલીસ સ્ટેશને ગયા ત્યારે તેમને આણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે તેઓ આણંદ ગયા ત્યારે ત્યાં પણ તેમને બે દિવસ ગોળ-ગોળ ફેરવ્યા બાદ તેમની જાણવાજોગ ફરિયાદ લેવામાં આવી હતી. પોલીસની આ ધીરી કામગીરીને લઈને પરિવારને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top