માસના પ્રથમ દિવસે એલપીજી ગેસ સિલીન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો, જોકે સામાન્ય ગ્રાહકોને રાહત

માસના પ્રથમ દિવસે એલપીજી ગેસ સિલીન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો, જોકે સામાન્ય ગ્રાહકોને રાહત

12/01/2021 Business

SidhiKhabar

SidhiKhabar

માસના પ્રથમ દિવસે એલપીજી ગેસ સિલીન્ડરના ભાવમાં વધારો ઝીંકાયો, જોકે સામાન્ય ગ્રાહકોને રાહત

નવી દિલ્હી: ડિસેમ્બરના પહેલા જ દિવસે ગેસ કંપનીઓએ ગેસ સિલીન્ડરના ભાવમાં વધારો કર્યો છે. જોકે, સામાન્ય ગ્રાહકો માટે રાહતની વાત એ છે કે ઘરેલુ ગેસ સિલીન્ડરના ભાવમાં કોઈ વધારો થયો નથી. બીજી તરફ, કમર્શિયલ ગેસ સિલીન્ડરના ભાવો વધતા ખાવાપીવાની ચીજવસ્તુઓ મોંઘી થવાની પણ શક્યતા છે. 

એલપીજી કમર્શિયલ ગેસ સિલીન્ડરના ભાવમાં વધારા સાથે હવે રાજધાની દિલ્હીમાં કમર્શિયલ ગેસ સિલીન્ડરની કિંમત 2101 રુપિયા થઈ છે. જે નવેમ્બર મહિનામાં 2000.50 રુપિયા હતી. જોકે, ઘરમાં વપરાતા 14 કિગ્રાવાળા ગેસ સિલીન્ડરના ભાવ યથાવત રહ્યાં છે. પરંતુ કમર્શિયલ ગેસ સિલીન્ડર જે રેસ્ટોરન્ટ અને ખાવાપીવાની લારીઓ પર વપરાય છે તેના માલિકો પર બોજો પડતા તેઓ ચીજવસ્તુઓના ભાવો વધારી શકે છે. જેની અસર આડકતરી રીતે ગ્રાહકો પર પણ પડે છે. 


મુખ્ય શહેરોમાં એલપીજી કમર્શિયલ સિલીન્ડરના ભાવ

કમર્શિયલ ગેસના ભાવમાં સતત વધારો થતો રહ્યો છે. ગત મહિને તેમાં 266 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હવે આ મહિને ભાવવધારા સાથે સિલીન્ડરની કિંમત 2100 સુધી પહોંચી છે તો કોલકત્તા અને મુંબઈ જેવા શહેરોમાં તેની કિંમત અનુક્રમે 2177 અને 2051 રુપિયા છે.  આ ઉપરાંત ચેન્નાઈમાં કમર્શિયલ ગેસ સિલીન્ડરના ભાવ 2234 રુપિયા છે. 

છેલ્લા ઘણા સમયથી એલપીજી ગેસ સિલીન્ડરમાં થઈ રહેલા ભાવવધારાને કારણે અનુમાન હતું કે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડા સાથે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે, જેથી સરકાર હવે એલપીજી ગેસના ભાવમાં પણ ઘટાડો કરી શકે. પરંતુ ઘરેલુ રસોઈ ગેસના ભાવો યથાવત રહેવા દઈને કંપનીઓએ કમર્શિયલ ગેસના ભાવો વધાર્યા છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top