સતત ચોથા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા, જાણો તમારા શહેરનો ભાવ

સતત ચોથા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા, જાણો તમારા શહેરનો ભાવ

10/17/2021 Business

SidhiKhabar

SidhiKhabar

સતત ચોથા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા, જાણો તમારા શહેરનો ભાવ

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં સતત ચોથા દિવસે ભાવવધારો જોવા મળ્યો છે. હવે 100 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ જાણે સામાન્ય વાત બની ગઈ છે કારણ કે દેશના લગભગ મોટાભાગના રાજ્યોના પાટનગરોમાં પેટ્રોલ 100 રૂપિયા / લિટર વેચાઈ રહ્યું છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 35-35 પૈસાનો વધારો થયો છે.

દિલ્હીમાં આજના ભાવવધારા સાથે પેટ્રોલનો ભાવ 105.84 રૂપિયા/લિટર જ્યારે ડિઝલનો ભાવ 94.57 રૂ/લિટર પર પહોંચ્યો છે. જ્યારે, મુંબઈમાં પેટ્રોલના ભાવમાં 34 પૈસાના વધારા સાથે 111.77 રૂપિયા અને ડિઝલના ભાવમાં 37 પૈસાના વધારા સાથે ભાવ 102.52 રૂપિયા / લિટર કિંમત થઇ ગઈ છે. ચાર મહાનગરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકત્તામાંથી પેટ્રોલનો સૌથી વધુ ભાવ મુંબઈમાં છે.


4 દિવસમાં 1.40 રૂપિયા વધ્યું પેટ્રોલ

ઇંધણના ભાવમાં છેલ્લા 4 દિવસમાં 1.40 રૂપિયાનો વધારો થયો છે. અગાઉ 12 અને 13 ઓક્ટોબરે ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. છેલ્લા ત્રણ સપ્તાહમાં આ 16 મી વખત પેટ્રોલના ભાવમાં વધારો થયો છે, જ્યારે ડિઝલ ત્રણ અઠવાડિયામાં 19 વખત મોંઘુ થયું છે. દેશના મોટાભાગના ભાગોમાં પેટ્રોલની કિંમત પહેલેથી જ 100 રૂપિયા / લિટરથી ઉપર છે, જ્યારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને બિહાર સહિતના ડઝનબંધ રાજ્યોમાં ડિઝલ 100 રૂપિયા/લિટરને પાર કરી ગયું છે.


ક્યાં કેટલો ભાવ?

અમદાવાદ: પેટ્રોલ - 102.55 ₹/લિટર; ડિઝલ - 102.92 ₹/લિટર

 

દિલ્હી: પેટ્રોલ - 105.84 ₹/લિટર; ડિઝલ - 94.57 /લિટર

 

મુંબઈ: પેટ્રોલ - 111.77 ₹/લિટર; ડિઝલ - 102.52 /લિટર

 

કોલકાતા: પેટ્રોલ - 106.43 ₹/લિટર; ડિઝલ - 97.68 /લિટર

ચેન્નઈ: પેટ્રોલ - 103.01 ₹/લિટર; ડિઝલ -  98.92 /લિટર


કઈ રીતે જાણવા પોતાના શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવ

તમે તમારા ફોનમાંથી SMS દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણી શકો છો. આ માટે ઇન્ડિયન ઓઇલ એસએમએસ સેવા હેઠળ મોબાઇલ નંબર 9224992249 પર એસએમએસ મોકલવાનો રહેશે. જે આ પ્રમાણે હશે - RSP <space> પેટ્રોલ પંપ ડીલર કોડ. તમે સાઇટની મુલાકાત લઈને તમારા વિસ્તારનો આરએસપી કોડ ચકાસી શકો છો. આ મેસેજ મોકલ્યા પછી, તમારા ફોનમાં નવીનતમ ઇંધણની કિંમત વિશે માહિતી આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top