Surat : પ્રચાર માટે પહોંચેલા મુસ્લિમ નેતા અસુદ્દીન ઓવૈસીનો મુસ્લિમો દ્વારા જ વિરોધ, લાગ્યા 'મોદ

Surat : પ્રચાર માટે પહોંચેલા મુસ્લિમ નેતા અસુદ્દીન ઓવૈસીનો મુસ્લિમો દ્વારા જ વિરોધ, લાગ્યા 'મોદી-મોદી’ના નારા

11/14/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

Surat : પ્રચાર માટે પહોંચેલા મુસ્લિમ નેતા અસુદ્દીન ઓવૈસીનો મુસ્લિમો દ્વારા જ વિરોધ, લાગ્યા 'મોદ

ગુજરાત ડેસ્ક : મુસ્લિમોના (Muslim) નેતાની છાપ ધરાવતા અસુદ્દીન ઓવૈસીનો (asaduddin owaisi) સુરતમાં (Surat) મુસ્લિમો દ્વારા વિરોધ કરાયો હોવાનો એક વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અસુદ્દીન ઓવૈસીના પક્ષ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઉત્તેહાદ્દુલ મુસલમીન દ્વારા સુરતમાં કેટલાંક ઉમેદવારોને ટીકિટ આપવામાં આવી છે. સુરતમાં ઉમેદવારના પ્રચાર અર્થે એક જાહેર સભાનું આયોજન કરાયું હતું, જેમાં અસુદ્દીન ઓવૈસીએ હાજરી આપી હતી. જોકે, ઓવૈસીએ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મુસ્લિમ યુવાનો દ્વારા કાળા ઝંડા બતાવી ઓવૈસી 'તુમ વાપસ જાઓ' ના નારા પોકારવામાં આવ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


ત્રણ ડઝન બેઠકો પર ચૂંટણી

અસદુદ્દીન ઓવૈસીનો પક્ષ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) ગુજરાતમાં લગભગ ત્રણ ડઝન બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહ્યો છે. તેથી અસુદ્દીન ઓવૈસીની ગુજરાત મુલાકાત વધી ગઈ છે. રવિવારે તેઓ સુરતમાં એક જાહેર સભા સંબોધવા પહોંચ્યા હતા ત્યારે તેઓએ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સુરતમાં જાહેર સભા દરમિયાન મુસ્લિમ યુવાનોએ ઓવૈસીને કાળા ઝંડા બતાવીને વિરોધ કર્યો હતો. આ દરમિયાન ‘મોદી-મોદી’ના નારા પણ લાગ્યા હતા. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.


ઉમેદવારના પ્રચાર માટે પહોંચ્યા

ઉમેદવારના પ્રચાર માટે પહોંચ્યા

તમને જણાવી દઈએ કે ઓવૈસી સુરત પૂર્વ બેઠક પરથી પાર્ટીના ઉમેદવારના પ્રચાર માટે પહોંચ્યા હતા. તેઓ પાર્ટીના નેતા અને પૂર્વ ધારાસભ્ય વારિશ પઠાણ સાથે જાહેર સભાને સંબોધવા આવ્યા હતા. હૈદરાબાદના સાંસદે પોતાનું ભાષણ શરૂ કરતા જ સભામાં હાજર લોકોએ તેમનો વિરોધ શરૂ કરી દીધો હતો. કેટલાંક યુવાનો કાળા ઝંડા બતાવીને મોદી-મોદીના નારા લગાવવા લાગ્યા હતા. ઓવૈસી અને તેમની પાર્ટીના નેતાઓ એકાએક થયેલા આ વિરોધથી સ્તબ્ધ થઈ ગયા હતા.


ઓવૈસીના ટ્રેનના કોચ પર પણ પત્થરમારો થયો હતો

ઓવૈસીના ટ્રેનના કોચ પર પણ પત્થરમારો થયો હતો

આ અગાઉ ગયા અઠવાડિયે AIMIMના પ્રવક્તાએ આરોપ લગાવ્યો હતો કે ઓવૈસીને નિશાન બનાવીને વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે આ દાવાઓને ફગાવી દીધા હતા. આ પહેલા આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વડોદરામાં એરપોર્ટથી નીકળતી વખતે તેમની સામે મોદી-મોદીના નારા લાગ્યા હતા.


ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરે

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે.182 સભ્યોની વિધાનસભામાં મતદાનના પરિણામો 8 ડિસેમ્બરે આવશે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી અને AIMIM જેવી પાર્ટીઓ પણ હરીફાઈમાં છે. AIMIM એ કેટલીક મુસ્લિમ બહુમતી બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top