જનતાનો પ્રશ્ન : શું રાજકીય કાર્યક્રર્મોમાં કોરોનાની ગાઈડ લાઈન પાળવાની જરૂર નથી?

જનતાનો પ્રશ્ન : શું રાજકીય કાર્યક્રર્મોમાં કોરોનાની ગાઈડ લાઈન પાળવાની જરૂર નથી?

10/02/2021 Politics

SidhiKhabar

SidhiKhabar

જનતાનો પ્રશ્ન : શું રાજકીય કાર્યક્રર્મોમાં કોરોનાની ગાઈડ લાઈન પાળવાની જરૂર નથી?

દેશમાં હવે જાહેર સ્થળો, પર્યટનો, હોટેલ, રેસ્ટોરન્ટ અને સરકારી કચેરીઓમાં આવનારા લોકોને વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું સર્ટીફિકેટ બતાવવું પડે છે. સરકારે નવરાત્રીમાં ગરબા રમવા માટે પણ વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ ફરજીઆત કર્યું છે, તો પછી રાજકીય કાર્યક્રમોમાં વેક્સિનેશનના સર્ટિફિકેટને કેમ ફરજિયાત કરવામાં નથી આવ્યું? શું આ નિયમ માત્ર ને માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે? રાજ્કીય નેતાઓ અને રાજકીય પાર્ટીઓને કોઈ નિયમ લાગુ પડતા નથી?


કોરોનાકાળમાં સંક્રમણ વધુ ફેલાય નહી તે માટે સમયે સમયે નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. સરકાર દ્વારા વેક્સિન કાર્યક્રમ અંતર્ગત તમામ લોકોને ફરજીઆત વેક્સિન લેવાની અપીલ કરી છે. જેના માટે સરકાર છેલ્લા કેટલાય સમયથી ફોનમાં પણ કોલર ટ્યુન સંભળાવી રહ્યા છે. જેમાં કોરોનાથી બચવા માટેના સૂચનો અપાઈ રહ્યા છે. ટ્રેન, બસ, જાહેર સ્થળો, પર્યટન સ્થળો, હોટેલ-રેસ્ટોરન્ટ અને સરકારી કચેરીઓમાં જતાં લોકો પાસે વેક્સિન સર્ટિફિકેટ માંગવામાં આવે છે. જો આ સર્ટિફિકેટ હોય તો જ તેમને પ્રવેશ મળે છે અને સર્ટિફિકેટ ન હોય તો તેમણે પ્રવેશ મળતો નથી.પરંતુ ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલે મતદાન યોજાવાનું છે. આ મતદાન પહેલાં થયેલા પ્રચારમાં ભાજપ, કોંગ્રેસ અને AAPના કાર્યકરોએ સરેઆમ ગાઈડલાઈનના ધજાગરા ઉડાવ્યા હતા. પોલીસ પણ ત્યાં મૂકપ્રેક્ષક બનીને ઊભી હતી, પરંતુ એકપણ વ્યક્તિ સામે કોઈ કાર્યવાહી કરી નહોતી.


આમ આદમી પાર્ટીએ યોજ્યો ડાયરો

આમ આદમી પાર્ટીએ યોજ્યો ડાયરો

બીજી તરફ, એક સપ્તાહ પહેલાં ગાંધીનગરમાં AAPએ ભવ્ય ડાયરો યોજીને ભીડ એકઠી કરી હતી, જેમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક વિના જ ભીડ એકઠી થયેલી હતી. કહેવાય છે કે મોટે ભાગે રાજકોટ-સુરતથી ગાંધીનગરમાં પ્રચાર માટે આવેલા આમ આદમી પાર્ટીના જ કાર્યકરોએ કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડાવી ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપવામાં કોઈ કસર બાકી રાખી નથી. બસ, આ જ રીતે કોંગ્રેસે પણ ચૂંટણીપ્રચારમાં કોઈપણ પ્રકારના નિયમોનું પાલન કર્યું નથી.


CMની હાજરીમાં થયું નિયમોનું ઉલ્લંઘન

CMની હાજરીમાં થયું નિયમોનું ઉલ્લંઘન

રાજ્યની સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગરમાં 20 કિમી લાંબો રોડ શો કરી પોતાની શક્તિનો પરચો બતાવ્યો હતો. મતદારોને રીઝવવા માટે નેતાઓએ કેસરીયા સાફા પહેરી મસમોટી ભીડ એકઠી કરી હતી. આ રોડ શોમાં CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ જોડાયા હતા. રાજ્યમાં આવો દાખલો અગાઉ બન્યો હોય કે ન બન્યો હોય પણ અહીં ખુદ સીએમની હાજરીમાં કોરોના નિયમોનું ભંયકર રીતે ઉલ્લંઘન થઈ રહ્યુ છે. ન તો સોશિયલ ડિસ્ટંસ હતું, ન કોઈ પાસે માસ્ક હતું. કોઈ પાસેથી વેક્સિન સર્ટિફિકેટ માગવામાં પણ આવ્યા નથી.

કોરોનાની બીજી લહેરમાં ઘરે ઘરે કોરોનાએ પગપેસારો કરતાં અનેક પરિવારોએ પોતાનાં સ્વજન ગુમાવ્યા હતા. તેમ છતાં સામાન્ય લોકોને નિયમોનું પાલન કરવાની સલાહ આપતા રાજકારણીઓ જાતે નિયમ પાળતા નથી. ત્યારે ટીવી સામે બેસીને સરકારના તમાશા જોતી સામાન્ય જનતા પાસે એક જ સવાલ છે. આખરે અમારો ગુનો શું?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top