આગામી સપ્તાહથી માસ્ક ન પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરાશે

આગામી સપ્તાહથી માસ્ક ન પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરાશે

12/03/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આગામી સપ્તાહથી માસ્ક ન પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરાશે

વિશ્વભરમાં કોરોના વાયરસના ઓમિક્રોન (Omicron) વેરિયન્ટનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે તકેદારીના ભાગરૂપે કોરોના ગાઈડ લાઈનનો ચુસ્તપણે પાલન કરવામાં આવે ટે મારે સરકાર પ્રયત્નો કરી રહી છે. જે માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ફરજીયાતપણે અમલ થાય તે માટે પાટણ જિલ્લાના મદદનીશ કલેકટર સચિનકુમાર દ્વારા બેઠક યોજવામાં આવી હતી. મદદનીશ કલેક્ટરની સૂચના અનુસાર એક સપ્તાહ સુધી જનજાગૃતિ બાદ પણ માસ્કનો ફરજીયાત ઉપયોગ ન કરનાર સામે આગામી સપ્તાહથી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.


વિશ્વના વિવિધ દેશોમાં નોવેલ કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમીક્રોનનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઓમીક્રોન વાયરસ સંદર્ભે રાજ્યના આરોગ્ય વિભાગે સંપૂર્ણ તકેદારી સાથે કામગીરી આરંભી દીધી છે. કોરોના વાયરસના સંક્રમણથી બચવા માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે જરૂરી છે ત્યારે પાટણ પ્રાંત અધિકારી અને મદદનીશ કલેક્ટર સચિનકુમાર દ્વારા મામલતદાર, નગરપાલિકા ચીફ ઑફિસર તથા પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી કોવિડ ગાઈડલાઈન તથા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાની ચુસ્ત અમલવારી માટે તાકીદ કરી હતી.

મદદનીશ કલેક્ટરની સુચના અનુસાર આ સપ્તાહમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા માસ્કનો  ફરજીયાત ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જાગૃતિ કેળવવામાં આવશે. આવતા સપ્તાહથી પોલીસ વિભાગ તથા નગરપાલિકા દ્વારા ડ્રાઈવ યોજી માસ્ક ન પહેરવા બદલના દંડ વસુલ કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top