ચોમાસાની ઋ‍‌તુમાં ગૃહિણીઓને સતાવતો પ્રશ્ન : ભેજને કારણે કપડામાંથી આવતી દુર્ગંધ!

ચોમાસાની ઋ‍‌તુમાં ગૃહિણીઓને સતાવતો પ્રશ્ન : ભેજને કારણે કપડામાંથી આવતી દુર્ગંધ!

09/29/2021 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

ચોમાસાની ઋ‍‌તુમાં ગૃહિણીઓને સતાવતો પ્રશ્ન : ભેજને કારણે કપડામાંથી આવતી દુર્ગંધ!

ચોમાસાની ઋ‍‌તુ પોતાની સાથે વરસાદનો અનેરો આનંદ લાવે છે. વરસાદમાં ભીની માટીની સુગંધની સાથે ઘણા શોખીન લોકોને ભજીયા, દાળવડાની પણ સોડમ આવવા લાગે છે. પરંતુ ભેજને કારણે કપડામાંથી આવતી દુર્ગંધ (odor) ગૃહિણીઓને ભીની માટીની સુગંધનો આનંદ માણવા દેતી નથી. કેટલીકવાર કપડાં પર સફેદ ડાઘાઓ પણ દેખાય છે. જે ખૂબ જ ખરાબ લાગે છે. આ કારણે તમને કપડાં પહેરવાનું મન નથી થતું, પરંતુ આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ બતાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે કપડાંમાંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવી શકો છો.

જો તમે પણ ચોમાસાની ઋ‍‌તુમાં કપડામાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો, તો તમે આ ટિપ્સનો ઉપયોગ કરીને આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.


ચોમાસામાં કપડામાંથી દુર્ગંધ દૂર કરવાના ઉપાયો

ચોમાસામાં કપડામાંથી દુર્ગંધ દૂર કરવાના ઉપાયો
  1. કબાટમાં કપડા મૂકતા પહેલા, કબાટને સ્વચ્છ કપડાથી સારી રીતે સાફ કરો. પછી કપૂરના પાણીથી કબાટને સાફ કરો અને પછી તેને થોડીવાર સૂકવવા માટે રાખો. જ્યારે કબાટ સુકાઈ જાય ત્યારે તેમાં કપડાં ગોઠવી દો. આમ કરવાથી કપડાંમાં ભેજની ગંધ આવશે નહીં.
  2. ચોમાસાની ઋ‍‌તુમાં કપડાં સુરજની ગરમીના સંપર્કમાં ન આવવાના કારણે સારી રીતે સુકાતા નથી. જેના કારણે તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. આવી સ્થિતિમાં કપડાં ધોતા પહેલા તેને સારી રીતે નીચોવી દો. પછી સુકાવા માટે સારી રીતે હવામાં લટકાવો.
  3. મોંઘા કપડાને મીણના કાગળ (wax paper) અથવા પ્લાસ્ટિકના કાગળમાં લપેટીને તિજોરીમાં મુકવાથી કપડાં કબાટના સંપર્કમાં આવતા નથી. અને ખરાબ થતા અટકશે.

  1. કપડાંની દુર્ગંધ દૂર કરવા માટે તમે કબાટમાં નેપ્થાલિનની ગોળીઓ (ડામરની ગોળી) પણ રાખી શકો છો. તેનો ઉપયોગ કરવાથી પણ કપડાંની દુર્ગંધ દૂર થાય છે.
  2. અઠવાડિયામાં એક વખત જરૂર મુજબ કબાટ સાફ કરવાથી ભેજની સમસ્યા રહેશે નહીં.
  3. ક્યારેક કપડા ઠંડા-ભીના હોવા છતાં પણ કબાટમાં રાખવામાં આવે છે, પરંતુ કપડામાંથી દુર્ગંધ આવવા લાગે છે. તેથી, કપડાને સારી રીતે સૂકવ્યા પછી જ તેને કબાટમાં રાખો.

  1. તમે કપડાને પ્લાસ્ટીકની થેલીને બદલે પેપર/છાપામાં લપેટીને મૂકી શકો છો. અઠવાડિયામાં એકવાર તમારા કપડાણે તાપમાં જરૂર રાખો.
  2. તમે બજારમાં મળતાં ફેબ્રિક સોફટનરનો પણ ઉપયોગ કરી શકો છો, જેનાથી કપડા સોફ્ટ બનાવવાની સાથે સાથે સુગંધિત પણ થાય છે.
  3. તમારા લોન્ડ્રીમાં એક કપ સરકો ઉમેરો. કપડા ધોયા પછી તેમાંથી સુગંધ આવશે. દુર્ગંધ દૂર કરવા માટે તમે 1 કપ બેકિંગ સોડા અથવા વોશિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. ફક્ત સરકો અને બેકિંગ સોડા/વોશિંગ સોડાને મિક્સ ન કરો, કારણ કે તેઓ એકબીજાને રદ કરશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top