નેપાળના નાઈટ ક્લબમાં રાહુલ ગાંધી પાર્ટી કરતા જોવા મળ્યા; વીડિયો શેર કરીને ભાજપે કોંગ્રેસની લીધી

નેપાળના નાઈટ ક્લબમાં રાહુલ ગાંધી પાર્ટી કરતા જોવા મળ્યા; વીડિયો શેર કરીને ભાજપે કોંગ્રેસની લીધી મજા

05/03/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

નેપાળના નાઈટ ક્લબમાં રાહુલ ગાંધી પાર્ટી કરતા જોવા મળ્યા; વીડિયો શેર કરીને ભાજપે કોંગ્રેસની લીધી

નેશનલ ડેસ્ક: ભારતીય જનતા પાર્ટીના આઈટી ઈન્ચાર્જે રાહુલ ગાંધીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કથિત રીતે નાઈટ ક્લબમાં પાર્ટી કરતા જોવા મળે છે. બીજેપીના આઈટી ઈન્ચાર્જ અમિત માલવિયા સિવાય બીજેપીના બીજા ઘણા નેતાઓએ પણ રાહુલનો આ વીડિયો શેર કર્યો છે.


કાઠમંડુના એક લોકપ્રિય નાઈટ ક્લબમાં શૂટ કરવામાં આવ્યો

તારીખ ન બતાવતા આ વિડીયોમાં  રાહુલ ગાંધી એક નાઈટક્લબમાં એક મિત્ર સાથે બેકગ્રાઉન્ડમાં મોટા અવાજે સંગીત પર નાચતા લોકો સાથે જોવા મળે છે.  આ વીડિયો કાઠમંડુના એક લોકપ્રિય નાઈટ ક્લબમાં શૂટ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી સોમવારે નેપાળની રાજધાનીની મેરિયટ હોટલમાં તેમની પત્રકાર મિત્ર સુમનીમા ઉદાસીના લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતા.


ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે

ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે

રાહુલ આ દિવસોમાં નેપાળના અંગત પ્રવાસ પર છે. આ વીડિયો આ પ્રવાસનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં  તેઓ કાઠમંડુના પ્રખ્યાત નાઈટક્લબ લોર્ડ ઓફ ધ ડ્રિંક્સમાં જોવા મળે છે. આ ક્લિપ વાયરલ થયા બાદ ભાજપના નેતાઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. ભાજપના સોશિયલ મીડિયા પ્રભારી માલવિયાએ ટ્વિટ કરીને લખ્યું કે જ્યારે મુંબઈ પર હુમલો થયો ત્યારે પણ રાહુલ ગાંધી નાઈટ ક્લબમાં જ હતા.


આ વીડિયો પર કટાક્ષ કરતા ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ કહ્યું કે, "રાહુલ ગાંધી જે કરી રહ્યા છે તે તેમની અંગત બાબત છે. પરંતુ રાજસ્થાનના જોધપુરમાં જ્યારે હિંસા થઈ રહી છે તેમજ રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે અને રાજસ્થાનમાં આગ લાગી છે છતાં આ બાબત પર ચિંતા વ્યક્ત ન કરતા  રાહુલ ગાંધી નેપાળની એક નાઈટ ક્લબમાં પાર્ટી કરતા જોવા મળે છે."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top