ખેડૂતોના આંદોલનને પગલે દિલ્હીથી લઈને પંજાબ સુધી રેલ્વે સુવિધાઓ ખોળવાઈ!! હજારો યાત્રીઓ મુશ્કેલીમ

ખેડૂતોના આંદોલનને પગલે દિલ્હીથી લઈને પંજાબ સુધી રેલ્વે સુવિધાઓ ખોળવાઈ!! હજારો યાત્રીઓ મુશ્કેલીમાં!!

10/18/2021 National

SidhiKhabar

SidhiKhabar

ખેડૂતોના આંદોલનને પગલે દિલ્હીથી લઈને પંજાબ સુધી રેલ્વે સુવિધાઓ ખોળવાઈ!! હજારો યાત્રીઓ મુશ્કેલીમ

લખીમપુર(Lakhimpur) ખેરી ઘટનાના વિરોધમાં યુનાઈટેડ ફાર્મર્સ ફ્રન્ટના આહ્વાન પર દેશના ઘણા રાજ્યોમાં ખેડૂતોનું  આજે સવારથી 'રેલ રોકો અભિયાન' શરૂ થયું હતું. આ અભિયાનના કારણે અસર પશ્ચિમ યુપી, દિલ્હી, હરિયાણા અને પંજાબના રેલ્વે વિભાગમાં અસર જોવા મળી રહી છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં ખેડૂતો ઘણા સ્થળોએ રેલવે ટ્રેક પર જમા થઇ ગયા છે અને તેના કારણે ટ્રેનોની અવરજવર પર ખરાબ અસર પડી રહી છે. કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાને હોદ્દા પરથી હટાવવાની માંગ સાથે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. તેમના પુત્ર આશિષ મિશ્રાને(Aashish mishra) આ કેસમાં મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે.


ખેડૂતોએ રેલવે ટ્રેક બંધ કરી દીધા છે, પરંતુ અત્યાર સુધી આંદોલન શાંતિપૂર્ણ રહ્યું છે. ખેડૂતોના આંદોલનકારીઓની માંગ છે કે ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવા જોઈએ. આ માંગણીઓ સાથે, ખેડૂતો લગભગ એક વર્ષથી દિલ્હીની સરહદો પર અટવાયેલા છે અને ત્યાં ઘણા હાઇવે બ્લોક છે. ખેડૂત સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા યુનાઇટેડ કિસાન મોરચાએ આજે સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી રેલ રોકો અભિયાનની જાહેરાત કરી હતી. જોકે, ખેડૂતોએ પંજાબના ફિરોઝપુરમાં એક કલાક વહેલો રેલવે ટ્રેક બંધ કરી દીધો હતો. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે હરિયાણા અને પંજાબના ઘણા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.


ખેડૂતોના રેલ રોકો અભિયાનને કારણે હજારો લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકો ટ્રેનોમાં બેઠા છે અને વાહનોને દરેક જગ્યાએ રોકવા પડે છે. એટલું જ નહીં, મોટી સંખ્યામાં લોકોને રોડવે દ્વારા મુસાફરી કરવી પડે છે. ચાલો, જાણીએ કે, રેલ રોકો અભિયાનને કારણે ક્યાં ખરાબ સ્થિતિ  સર્જાઈ છે

1 ખેડૂતોએ અંબાલામાં દિલ્હી-અંબાલા(Delhi-Ambala) રેલ ટ્રેક બંધ કરી દીધો છે. શાહપુર ગામ નજીક રેલવે ટ્રેક પાસે મોટી સંખ્યામાં ખેડૂતો બેઠા છે. જેના કારણે ટ્રેનોની અવરજવર પર અસર પડી છે.

2 પંજાબના મોગા જિલ્લામાં ઘણી જગ્યાએ ખેડૂતો રેલવે ટ્રેક પર ઉભા છે. ફિરોઝપુર ડિવિઝન રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ડિવિઝનમાં કુલ 5 પેસેન્જર ટ્રેનો બંધ કરવામાં આવી છે. આ ટ્રેનો ફિરોઝપુર કેન્ટ, જલાલાબાદ, મોગા અને લુધિયાણામાં ઉભી છે.

3 ટ્રેનો રોકવાના કારણે પંજાબમાં(punjab) હજારો લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને ટ્રેન સિવાય માર્ગ દ્વારા મુસાફરી કરવાની ફરજ પડી રહી છે.

4 ખેડૂતોએ હરિયાણાના કરનાલમાં દિલ્હી-અમૃતસર રેલવે ટ્રેક પણ બંધ કરી દીધો છે. કોઈપણ પ્રકારની હિંસાની શક્યતાને ટાળવા માટે સરકાર દ્વારા મોટા પ્રમાણમાં પોલીસ દળની તૈનાતી કરવામાં આવી છે.


રેલ રોકો અભિયાન પટિયાલા

રેલ રોકો અભિયાન પટિયાલા

1 પશ્ચિમ યુપી, જમ્મુ અને કાશ્મીર સહિત આ રાજ્યોમાં તેની અસર જોવા મળી રહી છે

2 પંજાબ અને હરિયાણા ઉપરાંત ખેડૂતોના રેલ રોકો અભિયાનની અસર જમ્મુ -કાશ્મીર, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ સહિત અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. તેના કારણે રેલવેને મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરવી પડી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top