જવાદ ચક્રવાતના પગલે ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં હાઇ એલર્ટ : રેલ્વે એ 150 ટ્રેનો રદ કરી

જવાદ ચક્રવાતના પગલે ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં હાઇ એલર્ટ : રેલ્વે એ 150 ટ્રેનો રદ કરી

12/04/2021 National

SidhiKhabar

SidhiKhabar

જવાદ ચક્રવાતના પગલે ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં હાઇ એલર્ટ :  રેલ્વે એ 150 ટ્રેનો રદ કરી

નવી દિલ્હી : જવાદ વાવાઝોડાને (Jawad Cyclone) ધ્યાનમાં રાખીને ઓરિસ્સા (Odisha) અને આંધ્ર પ્રદેશમાં (Andhra Pradesh) હાલ પુરજોરથી બચાવ કામગીરી ચાલી રહી છે. જોખમને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF)ની 64 ટીમો આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિત પૂર્વી રાજ્યોમાં તૈનાત કરવામાં આવી છે. આંધ્ર પ્રદેશ સરકારે NDRF ની ટીમો પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં તૈનાત કરી છે.


લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા

ચક્રવાત જવાદ શનિવારે ઉત્તર આંધ્ર પ્રદેશમાં પહોંચવાની સંભાવના વચ્ચે, રેસ્ક્યુ ટીમે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાંથી 15,755 લોકોને, વિઝિયાનગરમમાંથી 1,700 અને વિશાખાપટ્ટનમમાંથી 36,553 લોકોને બચાવ્યા છે. ઉપરાંત, સરકારે શાળાઓ અને કોમ્યુનિટી હોલમાં 197 રિલીફ કેમ્પ શરૂ કર્યા છે. નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (NDRF)ની 11 ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે  SDRFની 5 ટીમો અને કોસ્ટ ગાર્ડની 6 ટીમો તૈનાત કરવામાં આવી છે.


રેલવેએ 150 ટ્રેનો રદ કરી

રેલવેએ 150 ટ્રેનો રદ કરી

'જવાદ'ને કારણે ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં 4 ડિસેમ્બરનાં પ્રસ્તાવિત યૂજીસી નેટ (UGC Net)ની પરીક્ષાઓની તારીખ પણ દેવામાં આવી છે. હવે આ પરીક્ષાઓ 5 ડિસેમ્બરના રોજ યોજાશે. આ ઉપરાંત રેલવેએ150 ટ્રેનો રદ કરી દીધી છે. જે આંધ્ર પ્રદેશ અને ઓડિશાનાં તટીય વિસ્તારથી પસાર થતી ટ્રેન છે. જેમાં અપમાં 54 ટ્રેન અને ડાઉનમાં 53 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે. તેમજ કેટલીક લોકલ ટ્રેન પણ રદ કરી દેવામાં આવી છે.


સ્કૂલો બંધ રાખવાનાં આદેશ આપ્યાં

ઓડિશા સરકારે રાજ્યનાં 30માંથી 19 જિલ્લામાં શાળા અને જાહેર શિક્ષણ વિભાગ સાથે જોડાયેલ તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ આજે બંધ રાખવાનાં આદેશ આપ્યાં છે. આ ઉપરાંત ગજપતિ, ગંજામ, પુરી, જગતસિંહપુર, કટક, કેન્દ્રપાડા જિલ્લાનાં ડીએમને આદેશ કરવામાં આવ્યાં છે કે, તે આશંકિત જગ્યાઓ પરથી લોકોને બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દે.


હવામાન વિભાગ : 100ની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગ : 100ની ઝડપે પવન ફૂંકાશે

હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, ચક્રવાત રવિવારનાં પુરીનાં તટીય વિસ્તાર પર ત્રાટકી શકે છે. આ દરમિયાન 80થી 100 કિમી પ્રતિકલાકની ઝડપથી હવા ચાલી શકે છે. ચક્રવાત જવાદની ગંભીરતા વિશે અમરાવતી હવામાન વિભાગના નિર્દેશક સ્ટેલા સેમ્યુઅલે જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાક દરમિયાન તે ફરી ઉત્તર, ઉત્તરપૂર્વ તરફ આગળ વધીને ઓડિશાના દરિયાકાંઠે આગળ વધે તેવી શક્યતા છે. તેમજ પવનની સતત ગતિ 80 થી 90 કિમી પ્રતિ કલાકની રહેશે. તે મહત્તમ 100 કિમી પ્રતિ કલાકની ઝડપે જાય તેવી શક્યતા છે. ભારે પવનને કારણે વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થવાની સંભાવના છે.


NDRFની તૈયારીઓ

NDRFનાં મહાનિદેશક (DG) અતુલ કરવાલ (Atul Karwal)નાં જણાવ્યાં અનુસાર, સંવેદનશીલ વિસ્તારમાં 46 દળ ખડકી દેવામાં આવ્યા છે. જ્યારે 18 દળને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યાં છે. NDRFની એક ટીમમાં આશરે 30 કર્મી હોય છે. NDRFની કૂલ 46 ટીમને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્ર પ્રદેશ મોકલવામાં આવ્યાં છે. કોઇપણ દળને એરલિફ્ટ કરવાની સ્થિતિ ઉત્પન્ન થાય તો #IDS એલર્ટ પર છે. 18 અન્ય ટીમ પણ સ્ટેન્ડ બાય પર છે.


આંધ્રમાં એલર્ટ

વાવાઝોડાને કારણે આંધ્ર સરકારે ઉત્તરીય તટનાં ત્રણ જીલ્લા શ્રીકાકુલમ, વિજયનગરમ અને વિશાખાપટ્ટનમનાં અધિકારીઓને હાઇ એલર્ટ પર રહેવાનાં નિર્દેશ કર્યા છે. બંગાળની ખાડીમાં પવનની ઝડપ 90 થી 100 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના હોવાથી, 3થી 5 ડિસેમ્બરની વચ્ચે માછીમારોને પણ દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top