મેઘ આ રે.. મેઘ આ રે..! દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ સમયે મેઘરાજા આવી શકે છે; અનેક વિસ્તારોમાં વરસાદન

મેઘ આ રે.. મેઘ આ રે..! દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ સમયે મેઘરાજા આવી શકે છે; અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી

06/10/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

મેઘ આ રે.. મેઘ આ રે..! દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ સમયે મેઘરાજા આવી શકે છે; અનેક વિસ્તારોમાં વરસાદન

ગુજરાત ડેસ્ક : ગુજરાતનાં હવામાનમાં (Gujarat weather update) થોડા દિવસથી મોટો ફેરફાર નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, પાંચ દિવસની અંદર રાજ્યમાં વરસાદ (Gujarat Monsoon) આવી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પ્રિ મોનસુન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો આવશે અને ગરમીમાં આશિંક ઘટાડો નોંધાઇ શકે છે. માહિતી મુજબ ગરમીનો પારો 3 થી 4 ડીગ્રી ઘટવાની સંભાવના છે.


5 દિવસ સુધી વરસાદની આગાહી

5 દિવસ સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આજથી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં આજે વડોદરા, ભરૂચ, સુરત, ડાંગ, વલસાડ, તાપી, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે આવતીકાલે અમદાવાદ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. તો રવિવારે અમદાવાદ, આણંદ, ખેડા, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલીમાં વરસાદ પડશે. રાજ્યમાં સોમવારના દિવસની વાત કરીએ તો, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા, સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.


મંગળવારે દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાયા

મંગળવારે દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાયા

ગુજરાતમાં મંગળવારે દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાયા હતા. જેના કારણે રાજ્યાના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ અમરેલીના લાઠીમાં 2.76 ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સાથે ધંધુકામાં 34 એમએમ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ધોધમાર વરસાદની સાથે પવન પણ ફૂંકાયો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી પાંચ દિવસ વાદળિયું વાતાવરણ રહેવાની સાથે ગરમીમાં ઘટાડો થવાની આગાહી છે. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી પણ કરવામાં આવી છે.


જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો

જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો

જૂનાગઢમાં વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો હતો. જ્યાં રાજ્યભરમાંથી 50થી વધુ હવામાન નિષ્ણાતોએ ચોમાસાને લઈને અનુમાન જાહેર કર્યું હતુ. પશુ-પંખીની ચેષ્ઠા, કસ, હવામાન, ભડલી વાક્યો અને પ્રકૃત્તિના આધારે કરાતી આ આગાહી મુજબ ચોમાસું 12 આની રહેશે. એટલે કે, રાજ્યમાં ચોમાસું મધ્યમ રહેશે. જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસું બેસવાની સંભાવના છે, જુલાઈ મધ્ય અને ઓગસ્ટની શરૂઆતમાં અતિવૃષ્ટિની શક્યતા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top