અંબાલાલ પટેલની આગાહી : સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, આ દિવસો દરમિયાન ભારે વરસાદની શક્

અંબાલાલ પટેલની આગાહી : સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, આ દિવસો દરમિયાન ભારે વરસાદની શક્યતા

09/02/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અંબાલાલ પટેલની આગાહી : સપ્ટેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, આ દિવસો દરમિયાન ભારે વરસાદની શક્

ગાંધીનગર: રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં પ્રમાણમાં ઓછો વરસાદ રહ્યો પરંતુ સપ્ટેમ્બર મહિનામાં તેની ખોટ પૂરી થઇ જશે તેમ લાગી રહ્યું છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે સપ્ટેમ્બર મહિનામાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે.


આગામી 6 થી 10 સપ્ટેમ્બર અને 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા ક્ષેત્રોમાં હળવાથી ભારે વરસની સંભાવના છે. મધ્ય ગુજરાતમાં 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે. તેમજ 13 સપ્ટેમ્બર બાદ ભારે વરસાદ પડશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 7 થી 10 સપ્ટેમ્બર દરમિયાન અમુક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.


છેલ્લા 24 કલાકમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ

છેલ્લા 24 કલાકમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. જેમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૧૭૩ મી.મી. એટલે કે ૭ ઈંચ જેટલો, કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં ૧૬૬ મી.મી., દેવભૂમિદ્વારકાના કલ્યાણપુર, જૂનાગઢ જિલ્લાના માળિયા, ગિર સોમનાથ જિલ્લાના તાલાલામાં ૧૬૩ મી.મી. અને દેવભૂમિદ્વારકાના ખંભાળિયા તાલુકામાં ૧૫૮ મી.મી. મળી કુલ ચાર તાલુકામાં ૫ ઈંચથી વધુ વરસાદ વરસ્યા હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨ સપ્ટેમ્બર ૨૦૨૧ને સવારે ૬.૦૦ કલાક સુધીમાં ઉના તાલુકામાં ૧૨૪ મી.મી., પોરબંદરમાં ૧૨૩ મી.મી., રાણાવાવમાં ૧૦૮ મી.મી., જોડિયામાં ૧૦૨ મી.મી., ગિર ગઢડામાં ૧૦૧ મી.મી. અને વેરાવળમાં ૧૦૦ મી.મી. મળી કુલ ૬ તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

આ ઉપરાંત ગોંડલ, ચોટીલા, મુન્દ્રા, ગાંધીધામ, ઉંમરગામ, વઢવાણ, જામકંડોરણા અને લાલપુર મળી કુલ ૮ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ જ્યારે સુત્રાપાડા, ભાણવડ, સાયલા, ટંકારા, કોડિનાર, કુતિયાણા, કેશોદ, બાયડ, કાલાવાડ, મૂળી, કાલોલ, લોધિકા, ધ્રોલ, કોટડાસાંગાણી, માણાવદર, જામનગર, માંડવી, વાપી, ભૂજ, પડધરી, વાડિયા મળી કુલ ૨૨ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય ૨૭ તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૮.૬૫ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૪૪.૯૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૭.૭૮ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૩.૪૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૭.૪૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫૬.૧૪ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top