Gujarat : હવામાન ખાતાની ચોંકાવનારી આગાહી! આગામી 2 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

Gujarat : હવામાન ખાતાની ચોંકાવનારી આગાહી! આગામી 2 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

12/14/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat : હવામાન ખાતાની ચોંકાવનારી આગાહી! આગામી 2 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

ગુજરાત ડેસ્ક : ગુજરાતમાં ભરશિયાળે ચોમાસા જેવી સિઝન ચાલી રહી છે. ઉત્તર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હજુ 2 દિવસ વરસાદી વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ભાવનગરના મહુવા અને બગદાણા પંથકમાં આજે કમોસમી વરસાદ પડ્યો હતો. રાજ્યમાં આગામી 2 દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.


અહીં પડી શકે છે કમોસમી વરસાદ

અહીં પડી શકે છે કમોસમી વરસાદ

હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાત અને સૌરષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. જેમાં સુરત, વલસાડ, તાપી, ડાંગમાં વરસાદ પડી શકે છે. તેવી રીતે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, મહીસાગરમાં વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, રાજકોટમાં સામાન્ય વરસાદ પડશે. હાલ રાજ્યમાં વોલમાર્ક લો પ્રેશર સિસ્ટમને કારણે વરસાદની આગાહી કરાઈ છે. પરંતુ 2 દિવસ બાદ વાતાવરણ સુકુ રહેશે. બીજી બાજુ નલિયામાં 16, અમદાવાદ, ગાંધીનગરમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 20 તારીખ બાદ ઠંડીનો અહેસાસ થશે.


અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય

અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય

ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થઈ શકે છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે, જેના લીધે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ મધ્ય, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય છે. જેના પગલે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે. બીજી બાજુ હવામાન વિભાગની સિસ્ટમ મોનિટરીંગ કરી રહી છે. લો પ્રેશર સક્રિય થતાં બે દિવસ બાદ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. સાથે જ પવનના કારણે ઠંડીનો અહેસાસ થશે.


અમદાવાદના અમુક વિસ્તારોમાં વરસાદ

અમદાવાદના અમુક વિસ્તારોમાં વરસાદ

રાજ્યના મોટાભાગનાં વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. અમદાવાદમાં પણ બપોરે અનેક વિસ્તારોમાં ધીમી ધારે કમોસમી વરસાદ વરસ્યો હતો. શહેરનાં અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા પડ્યા છે. શહેરનાં SG હાઈવે, પ્રહલાદનગરમાં વરસાદી છાંટા પડ્યા છે. આ ઉપરાંત રાજ્યનાં અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. પંચમહાલ, હિંમતનગર, ડાકોરમાં પણ વરસાદ વરસ્યો છે


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top